શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મેઘાણીના પગલે મેરની મહેમાનગત પુસ્તકના રચેતા શ્રી રણછોડભાઈ મારૂનું સન્માન કરવામાં આવેલ રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી ના જીવનચરિત્ર રૂપે “મેઘાણીના પગલે કાઠીયાવાડની કોતરોમાં” પુસ્તકની રચના પાલીતાણા નિવાસી શ્રી રણછોડ ભાઈ મારુ એ કરી હતી. આ પુસ્તક ના લેખક કાર્ય સમયે માહિતી એકત્રીકરણના ભાગરૂપે પોરબંદર વિસ્તારના અનેક ગામડાઓની મુલાકાત લઇ રણછોડભાઈ મારું એ મહેર સમાજની મહેમાન ગતી માણી હતી. મહેર સમાજ દ્વારા દરેકને રોટલો અને ઓટલો પૂરો પડે છે એ પંક્તિને ચરિતાર્થ કરતા “મેઘાણીના પગલે મેરની મે’માનગત” પુસ્તકની રચના કરી પૂજ્ય મોરારી બાપુની કથાના વ્યાસપીઠ પરથી વિમોચન કરેલ તા.૨૮/૧૨/૨૦૨૪ના રોજ પોરબંદર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઇ આ પુસ્તક સમસ્ત મહેર સમાજને અર્પણ કરેલ આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા શ્રી રણછોડભાઈ મારૂને તેમની આ રચના બદલ ઉષ્મા વસ્ત્ર સાથે “મહેર સમાજની વિકાસ ગાથા” તેમજ “સતી શ્રી લીરબાઈ માતાજીનો ઈતિહાસ” પુસ્તક સપ્રેમ ભેટ આપવામાં આવેલ તેમજ તેમને ખુબ ખુબ ધન્યવાદ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થાના ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટીશ્રી અરજનભાઈ બાપોદરા, તથા મહેર આર્ટ પરીવારના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા હાજર રહ્યા હતા.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *