
આજના યુવાનો પોતાની શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે ઉચ્ચ શિક્ષણની સાથે પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક હોય છે ત્યારે નવા ઉદ્યોગ અને વ્યવસાય માટે સરકારશ્રી તરફથી અનેક યોજનાઓ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત ઉદ્યોગ વ્યવસાય સમિતિ દ્વારા પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સાથ અને સહકારથી ઉદ્યોગ સાહસિકો માટે તારીખ 7 ઓક્ટોમ્બર 2023 ને શનિવારના રોજ બપોરે 3 કલાકે ઉદ્યોગ સાહસિકો માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું છે.શ્રી મહેર વિદ્યાર્થી ભવન, પોરબંદર ખાતે આયોજિત આ સંમેલનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદરના સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર શ્રી ડી.આર.પરમાર પોતાનું માર્ગદર્શન આપશે તો બહોળી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકોને ઉપસ્થિત રહેવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

No Comments