
પોરબંદર સ્થિત શ્રી ગાંગાભાઈ મ્યાજરભાઈ ચૌહાણ સ્કૂલ (જી.એમ.સી.સ્કૂલ) ખાતે ગત તા.15 ઓગષ્ટ 2024 ના રોજ દેશના ૭૮માં સ્વતંત્રતા દિન નિમિતે આપણા ભારત દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાનું ધ્વજા રોહણ કરવામાં આવેલ હતું.
સ્વ. શ્રી કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત જી.એમ.સી. સ્કૂલ દ્વારા નિયમિત રીતે દરેક રાષ્ટ્રીય, ધાર્મિક અને સામાજિક તહેવારોની ભવ્ય ઉજવણી કરી આ દરેક તહેવારોનું મહત્વ અને તહેવારો પાછળનો સંદેશો વિદ્યાર્થીઓમાં પ્રવાહિત કરવામાં આવી રહ્યો છે.
આ ૭૮માં સ્વતંત્રતા દિન નિમિતે સંસ્થાના ટ્રસ્ટીશ્રી દેવાભાઈ ભૂતિયા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રભાવનાનો સંદેશો રજૂ કર્યો હતો.
સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા હાલ પોરબંદર ખાતે ન હોવાથી આ સ્વતંત્રતા દિન નિમિતે શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓને સ્વતંત્રતા દિનની શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમના શુભેચ્છા સંદેશમાં સમાજના, રાષ્ટ્રના વિકાસમાં વિદ્યાર્થી જીવનથી જ રાષ્ટ્રભક્તિને સમર્પિત અને સંગઠિત રહેવા આહવાન કરેલું હતું.
આ તકે સંસ્થાના પ્રિન્સીપાલ ડો.મીરા ભાટિયાએ પણ શાળા પરિવારને સ્વતંત્રતા દિનની શુભકામના પાઠવી “શિક્ષણ એ જ ધ્યેય” પુરુષાર્થ કરવા વિદ્યાર્થીઓને જણાવેલ.
૭૮માં સ્વતંત્રતા દિન નિમિતે સંસ્થાના ટ્રસ્ટીશ્રી દેવાભાઈ ભૂતિયા તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રીઓ નવઘણભાઈ મોઢવાડિયા, શ્રી અરજનભાઈ ખીસ્તરીયા, ટ્રસ્ટીશ્રી રાયદેભાઈ મોઢવાડિયા તથા વાલીગણ હાજર રહ્યા હતા.
સમસ્ત કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી જી.એમ.સી. સ્કૂલ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

No Comments