તાજેતરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા પોરબંદર જીલ્લાના નવનિયુક્ત કલેકટરશ્રી એસ.ડી.ધનાણી સાહેબનું સ્વાગત કરવામાં આવેલ હતું .
આ પ્રસંગે સંસ્થા દ્વારા છેલ્લા 24 વર્ષ થી કરવામાં આવતી વિવિધ સામાજિક અને શૈક્ષણિક સેવા પ્રવૃત્તિઓથી કલેક્ટર સાહેબને મહિતગાર કર્યા હતા.
તેમજ સમયાંતરે પોરબંદર વિસ્તારમાં આવેલ કુદરતી આફતના સમયે પણ સંસ્થા દ્વારા તંત્ર સાથે ખડેપગે ઊભા રહી યથા યોગ્ય સાથ સહકાર આપી રહી છે તેમજ આવનારા સમયમાં પણ પોરબંદર તેમજ આસપાસ ના વિસ્તારના સર્વાંગી વિકાસ માં સંસ્થા દ્વારા જરૂરી સાથ સહકાર આપવાની રજૂઆત કરી છે.
આ સ્વાગત મુલાકાત માં સંસ્થા દ્વારા શુભેચ્છા પત્ર, પુષ્પગુચ્છ, શ્રીમદ્ ભાગવત પોથી તથા મહેર સમાજની વિકાસ ગાથા પુસ્તક સપ્રેમ ભેટ આપવામાં આવેલ.
આ તકે સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ નવઘણભાઇ મોઢવાડીયા, કારાભાઈ કેશવાલા અને અરજનભાઈ ખિસ્તરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *