મહેર જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પ્રેરણા સ્ત્રોત સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલા એટલે કે પૂજ્ય માલદેવ બાપુની ૫૯મી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમનું તારીખ ૦૧-૦૧-૨૦૨૫ના રોજ પોરબંદર તેમજ વિસાવાડા ગામે ભાવાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
મહેર જ્ઞાતિની સામાજિક સંસ્થાઓ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહેર શક્તિ સેના, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી મહેર આર્ટ સમિતિ, શ્રી મહેર હીત રક્ષક સમિતિ, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ, શ્રી મહેર શક્તિ સેના મહિલા મંડળ ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિને શિક્ષણ દિન તરીકે ઉજવવાનો પણ નિર્ણય કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત સર્વપ્રથમ તારીખ ૦૧-૦૧-૨૦૨૫ને બુધવારના રોજ પોરબંદર ખાતે હરીશ ટોકીઝ પાસે આવેલ માલદે રાણા ચોકમાં બપોરે ત્રણ વાગ્યે પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પહાર દ્વારા ભાવાંજલિ અર્પણ કરી બપોરે 3:30 કલાકે પૂજ્ય માલદે બાપુની કર્મભૂમિ એવા શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા ખાતે એક પુષ્પાંજલિ કાર્યક્રમનું રાખવામાં આવેલ છે. ત્યારબાદ સાંજે ૦૪:૦૦ વાગ્યે પોરબંદરથી વિસાવાડા ખાતે પ્રસ્થાન કરવામાં આવશે જ્યાં સાંજે 5 થી 6 રામદેવપીર સપ્તાહ શ્રવણ અને ત્યારબાદ જ્ઞાતિના કલાકારોનું સન્માન, શૈક્ષણિક માર્ગદર્શન તેમજ મહેર જ્ઞાતિના પરંપરાગત રાસડા મણિયારા તેમજ દાંડીયારાસ દ્વારા સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુને ભાવાંજલિ પાઠવવામાં આવશે તો આ સમગ્ર ભાવાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત મહેર સમાજને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
No Comments