જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની સ્થાપનાના ૭૫માં વર્ષની ઉજવણી પ્રસંગે આગામી તારીખ ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ન્યુ જામનગર સામે, જામનગર દ્વારકા હાઇવે ખાતે યોજવા જઈ રહેલ જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો ૨૦૨૫ અંગે જામનગરના લોકલાડીલા સાંસદ માનનીય બહેનશ્રી પૂનમબેન માડમે પ્રયત્નો કરી માનનીય મંત્રીશ્રીનો સમય મેળવી આપેલ. માનનીય બહેનશ્રી પૂનમબેન માડમની આગેવાની હેઠળ પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા તથા ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ હીરપરાએ આજરોજ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી માનનીય પિયુષ ગોયલ સાહેબની રૂબરૂ મુલાકાત લઈ જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો ૨૦૨૫ વિશે માહિતી આપી, ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપી તથા ભાગ લેનાર સ્ટોલ ધારકોને MSMEની વિવિધ યોજનાનો લાભ આપવા બાબતે રજૂઆત કરી હતી જેનો માનનીય મંત્રીશ્રીએ સાદર સ્વીકાર કરી યોગ્ય કરવા ખાતરી આપી હતી.
No Comments