પોરબંદર તાલુકાના ફટાણા ગામે ફટાણા ઓવરસીઝ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ અને જીવનઘડતરનું કાર્ય ખૂબ સુંદર રીતે થઈ રહ્યું છે. ફટાણા ગામના વિદેશમાં વસતા ભાઈઓએ વતનના બાળકોના અભ્યાસની ખેવના કરી દાતાઓના સહયોગથી આજથી 20 વરસ પહેલાં સ્થાપેલી આ સંસ્થા આજે વિરાટ વૃક્ષ બની સમગ્ર પંથકમાં શિક્ષણની સુવાસ ફેલાવી રહી છે. આ વટવ્રુક્ષની છત્ર નીચે નવ ગામના ૩૩૩ જેટલા બાળકો જીવનલક્ષી શિક્ષણ લઇ પોતાનો પાયો મજબુત રહ્યા છે. સંસ્થા હજુ પણ વધારે વિકાસ અને સુવિધાઓ માટે સતત પ્રયત્નશીલ છે.

શિક્ષણના માધ્યમથી બાળકનો માનસિક વિકાસ થાય તેની સાથે સાથે બાળકનો શારીરિક વિકાસ થાય તો જ એ શિક્ષણ સર્વાંગી શિક્ષણ બને. આ માટે શાળામાં રમતગમતનું મેદાન અને તે માટેના સાધનો હોવા જરૂરી છે. આ માટે મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા શાળાના પટાંગણમાં રમત ગમતના વિવિધ પ્રકારના સાધનો ફીટ કરી શાળાને અધ્યતન રમત ગમતનું મેદાન ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થાપકોને વિનંતી કરવામાં આવેલ. જેના અનુસંધાને આ બધી સુવિધાઓ માટે ચાલુ વર્ષે શાળાના મુખ્ય દાતા અને સંસ્થાના પ્રમુખ, મૂળ ફટાણાના વતની અને હાલ યુએસએ નિવાસી શ્રી વજુભાઈ રાણાભાઇ ઓડેદરા દ્વારા આશરે રૂપિયા ચૌદ લાખ, તેમના પરિવારમાંથી તેમના મોટાભાઈ શ્રી રામદેવભાઈ રાણાભાઇ ઓડેદરા તરફથી રૂપિયા અઢી લાખ, નાના ભાઈ શ્રી મહેશભાઈ રાણાભાઇ ઓડેદરા તરફથી એક લાખ સિત્તેર હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. ફટાણા ગામના જ વતની અને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા તરફથી એકાવન હજાર અને શ્રી જેઠાભાઇ પરબતભાઇ ઓડેદરા તરફથી એકાવન હજારનું અનુદાન પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત મહેર સમાજ અને પોરબંદર વિસ્તારની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ઉદાર હાથે દાન આપી રહેલા મૂળ વિસાવાડાના વતની અને હાલ યુએસએ નિવાસી શ્રી ભીમાભાઇ સવદાસભાઈ મોઢવાડિયા તરફથી પણ રૂપિયા પાંચ લાખ જેટલી રકમનું માતબર અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. શ્રી ભીમાભાઇ મોઢવાડિયા આરોગ્ય, શિક્ષણ જેવી જનહિતની પ્રવૃત્તિઓ માટે વતનમાં લોકો માટે અવારનવાર દાનની સરવાણીઓ વહાવતા રહ્યા છે. વતનપ્રેમી શ્રી ભીમાભાઈએ અત્યાર સુધી માતબર કહી શકાય એવી રકમનું દાન આપણા વિસ્તારમાં આપ્યું છે. તાજેતરમાં જ આવી પડેલી કોરોના મહામારીના કપરા સમયમાં તેઓએ ઓક્સિજન મશીનની વ્યવસ્થા તેમજ આર્ચરીની ભેટ પણ આપી હતી. આ રીતે સમાજોપયોગી પ્રવૃતિઓ માટે તેઓ તરફથી આપણા વિસ્તારને અવારનવાર અનુદાન પ્રાપ્ત થતું રહ્યું છે. ઉપરોક્ત સર્વે દાતાશ્રીઓનો સંસ્થાના પ્રમુખશ્રી, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, સર્વ ટ્રસ્ટીગણ તેમજ સ્થાનિક વ્યવસ્થાપક સમિતિના સદસ્યો હાર્દિક આભાર વ્યક્ત કરે છે.

શાળાના ભૂલકા દ્વારા નૃત્ય
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *