શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના અભ્યાસમાં તેજસ્વી તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેના ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થવા વગર વ્યાજે સંપૂર્ણ અભ્યાસક્રમ માટે શૈક્ષણિક લોન આપવામાં આવી રહી છે.

સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એજયુકેશન લોન સમિતિની રચના કરવામાં આવેલ છે જેમાં મુખ્ય સંયોજક તરીકે બચુભાઇ આંત્રોલીયા અને આલાભાઇ ઓડેદરા, શિક્ષણ સંયોજક તરીકે ડો. દિલીપભાઇ ઓડેદરા, ડો. રાજીબેન કડછા, પ્રો.મંજુબેન ખુંટી, શ્રીમતિ નિતાબેન ઓડેદરા, શ્રી દેવાભાઇ ભુતિયા અને શ્રી દેવાભાઇ ઓડેદરા તથા માર્કેટીંગ સંયોજક તરીકે અજયભાઇ ઓડેદરા તથા સંજયભાઇ ઓડેદરા, લોન રી પેમેન્ટના સંયોજક તરીકે લાખાભાઇ કેશવાલા અને નવઘણભાઇ મોઢવાડીયા, એકાઉન્ટ સંયોજક તરીકે મિલનભાઇ વાઢેર કામગીરી બજાવી રહયા છે.

વર્ષ ર૦રર-ર૩માં ૩પ જેટલા વિદ્યાર્થીઓ તેમજ વર્ષ ર૦ર૩-ર૪માં ૩૩ જેટલા વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જીનિયરિંગ, એગ્રીક૯ચર, નસિઁગ તેમજ માસ્ટર તથા ગ્રેજયુએશનના અભ્યાસક્રમ માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે તારીખ ૧૯-૧૧-ર૦ર૩ના રોજ સંસ્થાના પોરબંદર કાર્યાલય ખાતે મેડિકલ, નર્સિગ, એન્જીનિયરિંગ, એગ્રીક૯ચર તથા સાયન્સ ફેક૯ટીના વિદ્યાર્થીઓની એક માર્ગદર્શન મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સંસ્થાના મહામંત્રીશ્રી બચુભાઇ આંત્રોલીયા, કોષાધ્યક્ષ શ્રી આલાભાઇ ઓડેદરા, મેન્ટર તરીકેની કામગીરી બજાવતા ગાંધીનગરથી ડો. દિલીપભાઇ ઓડેદરા, સુરતથી નિતાબેન ઓડેદરા, રાજકોટથી પ્રોફેસર મંજુબેન ખુંટી, તથા ડો. વસ્તાભાઇ મોઢવાડીયા તેમજ સંસ્થાના ઉપપ્રમુખશ્રી લાખાભાઇ કેશવાલા, નવધણભાઇ બી. મોઢવાડીયા, શ્રી અરજનભાઇ ખિસ્તરીયા, શ્રી દેવાભાઇ ભુતિયા, શ્રી દેવાભાઇ ઓડેદરા તથા યુ.એસ.એ.થી શ્રી કિશનભાઇ ભુતિયા ખાસ હાજર રહી વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે વન ટુ વન મીટીંગ કરી વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પુરું પાડેલ હતું. તેમજ એક વ્યકિત તરીકેની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક સારા નાગરિક બને, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારે તેમજ સ્વચ્છતા અને પ્રકૃતિની જાળવણી સાથે વ્યસનમુકત સમાજની રચના કરી તેમજ જ્ઞાતિ ભાવનાની લાગણી પ્રબળ બને એ માટે વિદ્યાર્થીઓને સજાગ બનાવી જ્ઞાતિના સર્વાગી વિકાસ યાત્રામાં જોડવાની પહેલ કરેલ હતી.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા દર વર્ષે ૧પ મે થી ૩૧ જુલાઇ સુધી જ્ઞાતિના જરૂરીયાતમંદ તથા અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે શૈક્ષણિક લોનના ફોર્મનું વિતરણ કાર્ય કરવામાં આવે છે. એડમીશન પ્રક્રિયા બાકી હોય તે વિદ્યાર્થીઓ પણ અગાઉથી ફોર્મ ભરી શકે છે. આ બાબતે વધુ માહિતી માટે પોરબંદર ખાતે આવેલ સંસ્થાના કાર્યાલય પરથી તેમજ સંસ્થાના મોબાઇલ નંબર ૯૯૭૪૮ ૦૮૯૦૦ ઉપરથી મેળવી શકશો.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *