શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા આયોજિત શાળાકીય પ્રવૃત્તિઓનું આયોજન તારીખ: 22/06/ 2024 ને શનિવારના રોજ ટીકુ પ્રાથમિક શાળા સોઢાણા મુકામે કરવામાં આવ્યું.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ કે જેમનું મુખ્ય હેતુ ગ્રામ્ય બાળકોને સારું અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તેમ જ શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ જાગે તે માટે સમયાંતરે શૈક્ષણિક, સહ અભ્યાસિક તેમજ ખેલ-કુદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને તા.૨૨-૦૬-૨૦૨૪ના રોજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ માર્ગદર્શિત બરડા વિસ્તારમાં ફટાણા મુકામે આવેલ શ્રીમતિ માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા, સોઢાણા ખાતે શ્રી ટીકુ પ્રાથમિક શાળા તથા સીમર મુકામે નવચેતન પ્રાથમિક શાળા ખાતે આયોજિત વિવિધ પ્રવૃત્તિ/સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ શાળાકીય પ્રવૃત્તિઓના ઉદ્ઘાટન વેળાએ શ્રી મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા તેમજ કાર્યકર્તા બહેનો હાજર રહ્યા હતા. અને માં સરસ્વતી તેમજ પૂજ્ય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકેલો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સોઢાણા સ્કુલ પરિવાર દ્વારા મહેર મહિલા વિકાસ મંડળના બહેનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવેલ હતું. તેમજ સંસ્થાના કેળવણી નિરીક્ષક રાજુભાઈ મોઢવાડિયા દ્વારા આ શાળાના સંસ્થાપક સ્વ. જેતાભાઇ કારાવદરાને યાદ કરી તેમણે કરેલા શૈક્ષણિક કાર્યો બદલ સંસ્થા વતી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સૌનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવેલ.
આ શાળાકીય પ્રવૃત્તિઓમાં જુનિયર કેજી થી લઈને ધોરણ 8 સુધીના બાળકોને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.આ પ્રવૃત્તિઓમાં લીંબુ ચમચી,સંગીત ખુરશી, સુલેખન સ્પર્ધા,સ્પેલિંગ પૂર્તિ, વક્તૃત્વ સ્પર્ધા,પ્રશ્નોત્તરી વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાઓમાં કુલ ત્રણ સ્કૂલોના 56 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને તેમાં દરેક સ્પર્ધામાં ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવ્યા હતા. તેમજ મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા દરેક શાળાને પૂજ્ય માલદેવ બાપુની છબી અર્પણ કરી હતી.
આ તકે મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયાએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા વિદ્યાર્થી જીવનમાં શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃતીઓ તેમજ ખેલ કુદ સ્પર્ધાનું મહત્વ સમજાવેલ તથા શાળા કક્ષાએ સમયાંતરે આ પ્રકારની પ્રવૃતીઓ કરાવી વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિનો વિકાસ કરી શકાય તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પોતાના શુભેચ્છા સંદેશમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તથા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ગુણવતા યુક્ત શિક્ષણ મળી રહે એ માટે કાર્યરત મહેર મહિલા વિકાસ મંડળનાં બહેનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ મોઢવાડિયા, સોઢાણા કેળવણી મંડળના સભ્ય શ્રી અરજનભાઈ ઓડેદરા, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ ના પ્રમુખ રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા, જયાબેન કારાવદરા, હીરાબેન રાણાવાયા, ગીતાબેન વિસાણા,દેવીબેન ભૂતિયા, પુતીબેન મોઢવાડિયા, હીરાબેન ગોરાણીયા, લીલુબેન ટીંબા, ડીમ્પલબેન ખુંટી, કિરણબેન ભૂતિયા,રુપીબેન કારાવદરા,શાંતીબેન ગરેજા તથા સોઢાણા સ્કુલના પ્રિન્સીપાલ રમેશભાઈ મોઢવાડિયા, સીમર સ્કુલના પ્રિન્સીપાલ અરભમભાઈ સીડા તથા ફટાણા સ્કુલમાંથી કાજલબેન જોષી અને સંસ્થાના કેળવણી નિરીક્ષક રાજુભાઈ મોઢવાડિયા હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી રાજુભાઈ મોઢવાડિયા, રમેશભાઈ મોઢવાડિયા તથા સોઢાણા સ્કુલના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
No Comments