
મારી કવિતાની શરૂઆત છે આ
મારા સપનાઓની પાંખ છે આ
લાંબી સફરનો સહારો છે આ
જગ દરિયાનો કિનારો છે આ
ઉનાળાના તાપમાં છાંયો છે આ
જીવન પ્રવાસમાં પડછાયો છે આ
ચંચલ મનની સ્થિરતા છે આ
નાસ્તિક માણસની આસ્થા છે આ
ફૂલોના બગીચામાં ગુલાબ છે આ
શતરંજની રમતમાં રાણી છે આ
- વિશાલ દાસા ( જુનાગઢ-પુણે )

No Comments