
જી.એમ.સી. સ્કૂલ પોરબંદર ખાતે તા.25 અને 26 જુલાઈ એમ બે દિવસ માટે શાળાના સર્વાંગી વિકાસ હેતુ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું.
છેલ્લા દસ વર્ષથી પોરબંદરના શિક્ષણ જગતમાં જી.એમ.સી. સ્કૂલનું નામ મોખરે રહેલું છે. આ બાબતે શાળા મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં ફકત શિક્ષણ જ નહીં પણ શિક્ષણની સાથે જીવનલક્ષી જ્ઞાનની પ્રાપ્તિ થાય એવા શુભ હેતુથી આ શૈક્ષણિક સંકુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા કે જેઓ શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હિમાયતી હોવાથી નવા શરૂ થયેલા શૈક્ષાણિક સત્રના શુભારંભે તેઓ ટૂંકા ગાળા માટે તા.25-06-2024 ના રોજ યુકેથી પોરબંદર આવી શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન શાળાના નવનિયુકત પ્રિન્સિપાલ ડો.મીરાબેન ભાટિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી શાળાના સફળ સંચાલન માટે તેઓએ શુભકામના પાઠવી હતી તેમજ તેમના અનુભવ અને આવડતનો જી.એમ.સી.શાળા પરિવારને લાભ મળશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો.
આ તકે શાળાના શિક્ષકગણ સાથે મીટીંગનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સંસ્થાના પ્રમુખશ્રીએ પોતાના વ્યકતવ્યમાં શાળાના શૈક્ષણિક વિકાસ પર ભાર મૂકયો હતો તેમજ વિદ્યાર્થીઓને પાયાનું તેમજ ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને સૌને શુભકામના પાઠવી હતી. તેમજ સૌના સાથ સહકાર અને સંકલનથી શાળા વિકાસની પ્રવૃતિ વધુ વેગવંતી બનાવી શકાશે. આ મીટીંગમાં શાળાના પ્રિન્સિપાલ ડો.મીરાબેને પણ પોતાના વ્યકતવ્યમાં શાળાના મંડળના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાનો આભાર વ્યકત કરી તેઓ શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવતા વધારવા તેમજ શાળાના શિક્ષકોને આ મહાયજ્ઞમાં જોડાવા જણાવેલ. વધુમાં તેઓએ જણાવેલ કે શાળા ટ્રસ્ટ બોર્ડના સાથ સહકારથી આગામી સમયમાં શિક્ષણ સુધારણા સહિતની વિવિધ પ્રવૃતિઓમાં પોતાની સક્રિય હાજરી આપી શાળાના સર્વાંગી વિકાસઅર્થે તેઓ પ્રતિબદ્ધ રહેશે. આ અનેકવિધ પ્રવૃતિઓ હાલ બોર્ડ (ધો ૧૦ અને ૧ર)ના વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પરિક્ષાલક્ષી તૈયારી તેમજ માર્ગદર્શન પુરુ પાડવા તથા જે વિદ્યાર્થીઓનો જે તે વિષયના અભ્યાસમાં કચાસ જણાશે તેવા વિદ્યાર્થીઓ માટે એકસ્ટ્રા કલાસનું આયોજન તથા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ અર્થે ખેલકૂદ, સંગીત, શારીરિક કસરત, શાળા બેન્ડ ટીમ, વિજ્ઞાન મેળા, ઓલમ્પીયાડ પરીક્ષા સહિતની શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ સાથો સાથ વિદ્યાર્થીઓને શિક્ષણ સહિતની પ્રવૃતિઓમાં રૂચિ કેળવાય તેમજ શિક્ષકો માટે શિક્ષણ સજજતાના ઉદેશથી વિવિધ માર્ગદર્શન સેમિનારનું પણ આગામી સમયમાં આયોજન હાથ ધરવામાં આવશે. આમ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શાળા ટ્રસ્ટ બોર્ડ, શિક્ષકો તેમજ વાલીઓનો જરૂરી સાથ સહકાર મળશે જેથી આ કાર્ય ખૂબ જ દિપી ઉઠશે. આ તકે સંસ્થાના પ્રમુખશ્રીએ તેમજ શિક્ષકગણે શાળા અને વિદ્યાર્થીઓની પ્રગતિ માટે જરૂરી સાથ સાથ સહકાર આપવા બાહેંધરી આપી હતી.
શાળાએ સરસ્વતી માતાનું મંદિર છે અને આ મંદિરની પવિત્રતા જળવાય તેમજ શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતાના પણ ગુણોની ખીલવણી થાય તેના ભાગરૂપે તારીખ 25-06-2024 રોજ માં સરસ્વતી યજ્ઞનું આયોજન સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાના યજમાન પદેથી શાળા ખાતે કરવામાં આવેલું હતું.જેમાં ખાસ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા બચુભાઈ આંત્રોલીયા, આલાભાઈ ઓડેદરા, દેવાભાઈ ભુતિયા, ભીમભાઇ ગોરસીયા તેમજ વિશાળ સંખ્યામાં વાલીગણ પણ જોડાયા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ હવન વિધિમાં સહભાગી બન્યા હતા અને સરસ્વતી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા
ત્યારબાદ શાળાના સર્વાંગી વિકાસ અર્થે તેમજ સંકુલની વિવિધ સુવિધાઓ સહિતની ચર્ચાઓ માટે શાળા ટ્રસ્ટ મંડળની મીટીંગનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આ મીટીંગ દરમિયાન શાળામાં તાજેતરમાં પૂર્ણ થયેલી શાળાની સુવિધાઓની માહિતી રજૂ કરવામાં આવેલી જેમાં શાળાના નવનિયુકત પ્રિન્સિપાલ ડો. મીરાબેન ભાટીયાનો પરિચય તેમજ કોમ્પ્યુટર કોડિંગ કલાસ માટે આધુનિક કોમ્પ્યુટર લેબ, વર્ગખંડમાં રહેલા સ્માર્ટ બોર્ડનું અપગ્રેશન, શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણ માટે ઠંડા પાણીના કુલરની સુવિધા સાથે શાળાના બિલ્ડીંગના આંતરિક સમારકામ સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં પણ શાળા સંચાલક મંડળ દ્વારા શાળાના વિકાસ અર્થે જરૂરી સુવિધાઓ ઊભી કરવાની કામગીરી કાર્યરત છે. જી.એમ.સી. સ્કૂલ પોરબંદર વિસ્તારના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે એક આદર્શ સ્કૂલ બની રહે એવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.





No Comments