
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુ ની તા.૦૪-૦૮-૨૦૨૩ના રોજ ૧૪૦ મી જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ સહિત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રના બરડા તેમજ ધેડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા મહેર સમાજમાં શૈક્ષણિક અને સામાજિક વિકાસની જ્યોત પ્રજવલિત કરનાર યુગ પુરુષ સંત શિરોમણી પૂજય માલદેવ બાપુએ જ્ઞાતિ વિકાસ માટે અથાક પ્રયત્નો કર્યા. જેના પરિણામે આજે મહેર સમાજ દેશ વિદેશમાં ખેતિ સાથે શૈક્ષણિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે પણ પ્રગતિ સાધી રહ્યો છે.
તા.૦૪-૦૮-૨૦૨૪ને રવિવાર ના રોજ મહેર જ્ઞાતિ વિકાસના પર્થ દર્શક પરમ વંદનીય સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની ૧૪૦ મી જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ જન્મ જયંતી નિમિતે પોરબંદરના હરીશ ટૉકીઝ ચાર રસ્તા પર આવેલ માલદેવ બાપુ ચોક ખાતે પૂજય માલદેવ બાપુની પ્રતિમાને સવારે ૯-૩૦ કલાકે પુષ્પાંજલિ અર્પણ કરવા તેમજ ૧૦-૦૦ કલાકે ઝુંડાળા મહેર સમાજ ખાતે પૂજ્ય બાપુએ કરેલા જ્ઞાતિ વિકાસના કાર્યોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
તેમાંના જન્મ જયંતી નિમિતે પૂજ્ય માલદેવ બાપુની સ્મૃતિમાં તા.૦૯-૦૮-૨૦૨૪ને શુક્રવારના રોજ નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ તેમજ વૃક્ષા રોપણ કાર્યક્રમનું શ્રી મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ , માધવાણી કોલેજ સામે, સવારે ૯-૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. આ નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પમાં પોરબંદર વિસ્તારના દરેક સમાજ ના લોકોને લાભ લેવા સંસ્થા તરફ થી અપીલ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સમસ્ત મહેર સમાજ, મહેર સમાજની દરેક સંસ્થાઓ તેમજ મહેર જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

No Comments