
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા રાજ્ય સરકારના કૃષિ વિભાગના મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી બરડા સાગર ડેમમાં નર્મદાના નીર વર્તુ ડેમ મારફતે આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલી છે. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રીવિમલજીભાઈ ઓડેદરા, ખેડૂત સમિતિના અધ્યક્ષ લાખાભાઈ કેશવાલા, સહ અધ્યક્ષ અરજનભાઈ ખીસ્તરીયા દ્વારા રાજ્ય સરકારને આ લેખિત રજૂઆત કરી માગણી કરવામાં આવેલી છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગના મંત્રીશ્રીને કરાયેલી આ લેખિત રજુઆતમાં કાઉન્સિલના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે બરડા વિસ્તારના ખેડૂતોને હાલમાં પાક માટે પાણીની અછતના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. શિયાળાની સિઝન શરૂ થતા જ બરડા વિસ્તારમાં આવેલ બરડાસાગર ડેમમાં પાણી નહીવત હોવાથી આ વિસ્તારમાં શિયાળુ પાક લેવો મુશ્કેલ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જો સરકાર દ્વારા નર્મદાની વર્તુ ડેમની કેનાલ દ્વારા બરડાસાગર ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો કેનાલ વિસ્તારમાં લાગુ પડતા પારાવાડા થી વિસાવાડા સુધીના 20 જેટલા ગામોને લાભ થશે તેમ જ બરડાસાગર ડેમના આસપાસના વિસ્તારના લોકોને પણ સિંચાઈનો મહત્તમ લાભ મળી શકશે તો આ બાબતે કાર્યવાહી કરવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

No Comments