
અમદાવાદ ખાતે નિર્માણ પામી રહેલા મહેર આરોગ્ય ભવન ના લાભાર્થે શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા રૂ 2,50,000/- નું અનુદાન આપવામાં આવેલ છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લેવા જતા મહેર જ્ઞાતિના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોના લાભાર્થે જ્ઞાતિના આગેવાનો તેમજ સંસ્થાઓના આર્થિક સહયોગથી તથા કાર્યકર્તાઓના સાથ સહકારથી આ મહેર આરોગ્ય ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદરના પ્રમુખશ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા દ્વારા ટ્રસ્ટ વતી અમદાવાદ સ્થિત મહેર આરોગ્ય ભવનના પ્રતિનિધિ શ્રી રામદેવભાઈ મોઢવાડીયાને તા.29-07-2024ના રોજ રૂ.2,50,000 નું અનુદાન રૂપે ચેક અર્પણ કરેલ છે. આ તકે શ્રી રામદેવભાઈ મોઢવાડિયાએ શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરા તેમજ સર્વે ટ્રસ્ટીશ્રી ઓને આભાર વ્યક્ત કર્યો હતો. તથા શ્રી ભરતભાઈ ઓડેદરાએ જ્ઞાતિજનોને આ મહેર આરોગ્ય ભવનના નિર્માણ કાર્યમાં તન, મન અને ધન થી સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

No Comments