
શ્રી મહેર સોશિયલ ગ્રુપ -પોરબંદર દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક (જનરલ નોલેજ) કસોટી નું આયોજન તા.૦૪-૦૮-૨૦૨૪ના રોજ ડૉ. વી. આર. ગોઢાણીયા કૉલેજ પોરબંદર ખાતે કરવામાં આવેલ હતું.
આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક અભ્યાસબાદ કોઈપણ ક્ષેત્રે નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરવાની થતી હોય છે,આ બાબતને ધ્યાન માં રાખી વિદ્યાર્થી જીવનથી જ આવી સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે જાગ્રૃતી કેળવી શકાય એવા શુભ આશયથી શ્રી મહેર સોશ્યલ ગ્રુપ દ્વારા બે વિભાગમાં જ્ઞાન વર્ધક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ગ્રુપ “એ”ધોરણ ૯ થી ૧૧ અને ગ્રુપ “બી”ધોરણ ૧૨ થી કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખી અલગ અલગ બે ગ્રુપ માં ૧૦૦ માર્કસ નું સ્પર્ધાત્મક પરીક્ષા મુજબનું પેપર તૈયાર કરવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યા માં વિધાર્થી ભાઈ-બહેનો અને ભાગ લીધેલ.
આ બે વિભાગ માં યોજાયેલ પરીક્ષામાં “એ”વિભાગમાં પ્રથમ ક્રમાંક -ઓમ દુલાભાઈ મોઢવાડીયા , દ્વિતીય ક્રમાંક -ભાવેશ રાજુભાઈ ઓડેદરા, જ્યારે ત્રણ વિધ્યાર્થીઓ એ તૃતીય ક્રમાંક -માયાબહેન જેઠાભાઈ મોઢવાડીયા , દેવ નાગાજણભાઈ મોઢવાડીયા અને રિદ્ધિબહેન જીવાભાઈ ઓડેદરા એ પ્રાપ્ત કરેલ, તેજ રીતે
“બી” વિભાગમાં પ્રથમ ક્રમાંક -પાર્થ છગનભાઈ ઓડેદરા , દ્વિતિય ક્રમાંક -રણજીત જીવાભાઈ ઓડેદરા ,તૃતીય ક્રમાંક- સ્વાતિબહેન રામભાઇ વાઢેર એ પ્રાપ્ત કર્યું હતું. આ તકે સંસ્થા દ્વારા આ પરીક્ષામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ તેમજ ગીફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તા.૨૫-૦૮-૨૦૨૪ ના રોજ યોજાનાર તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે.
આ જ્ઞાનવર્ધક કસોટીના સફળ આયોજનમાં શ્રી મહેર સોશ્યલ ગ્રુપ-પોરબંદરના દરેક સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

No Comments