
ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજીત ભાગવતકથાના આજના ત્રીજા દિવસના મંગલ પ્રવેશ સાથે આજની કથાની શરૂઆતમા પોથી યજમાન અને મુખ્ય દાતાઓએ પોથી પૂજન કર્યા બાદ ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ સૌ ભાવિક ભકતજનોને આવકાર્યા અને સંસ્થાની વિવિધ કામગીરીની વાત સાથે સમાજના વિવિધ પ્રશ્ર્નો પર પ્રકાશ પાડી શકાય તે બાબત અવગત કરાવ્યા અને યુવાનો આ કાર્યમા આગળ આવી અને રચનાત્મક કાર્યો કરવા માટે આહ્વાન કર્યુ અને સંસ્થાની વિવિધ પ્રવૃતિમા વધુમા વધુ લાભ લઈ સાથે સાથે સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ સંભાળતા આગેવાનોનો પરિચય કરાવ્યો. સંસ્થાની વિવિધ ટીમો દ્વારા હોદેદારો કો.ઓર્ડિનેટ કરી સમગ્ર સમાજનો સંતુલિત વિકાસ થાય એ બાબતમા સૌ ની સાથે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા..
ત્યાર બાદ કથાના માધ્યમથી પૂજય ભાઇશ્રીએ શાસ્ત્રના સહારે જીવન સુધારવા અંગે સરલ તત્વજ્ઞાન આપ્યુ. રસમય શૈલી અને સંગીત સાજ સાથે કથાને કર્ણપ્રિય બનાવી સૌ શ્રોતાજનોને ભાવવિભોર કર્યા હતા.સાથે સાથે સૌ મહાનુભાવો અને ભાવિક ભકતજનો બધા મંત્રમુગ્ધ થઈને ઝૂમી ઉઠયા હતા.આ ઉપરાત બાળ ઉછેર અને શિક્ષણ શૈલી પર પણ પ્રકાશ પાડયો હતો..
આજની કથામા દેશ-વિદેશથી મહાનુભાવો પધાર્યા હતા.પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખિરીયા તથા પોરબંદર જિલ્લાના માનનીય કલેકટર શ્રી અશોક શર્મા સાહેબશ્રી,કુતિયાણા પ્રાંત અધિકારી સાહેબશ્રી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાધુ સાહેબ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા પોરબંદર વિસ્તારના સન્માનનીય સંતોમા ઓડદર ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત પૂજય ગોપાલનાથ બાપુ,રાણાવાવ નિર્વાણધામના મહંત પૂજય પરમાત્માનંદજી,છાયા ગુરૂકુળના સ્વામી પૂજય ભાનુપ્રકાશદાસજી,હવેલી સંપ્રદાયના સંત પૂજય વસંત મહોદય મહારાજ વગેરે સંતો મહંતો એ પધારીને કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી…આ ઉપરાંત પોરબંદરના સંત એવા પ્રાગજી બાપા આશ્રમના પ્રભુના પ્રિય એવા નિર્મોહી માણસો કે જે પરમહંસોએ પણ પધારી કથા શ્રવણ કર્યુ હતું.
સાથે સાથે ડૉ.રાજીબેન કડછાએ સ્ત્રી સશકિતકરણ પર પોતાનું ધારદાર અને ખૂબ જ સુંદર વકતવ્ય આપ્યુ હતુ. અને કથા વિરામ બાદ સૌ ઉપસ્થિત ભાવિક ભકતજનોએ સમૂહ ભોજનની પ્રસાદી લીધી હતી.
ત્યાર બાદ રાત્રિના સેશનમા ખેતીવિષયક વિવિધ કાર્યક્રમો અંતર્ગત જુદા જુદા વિષયો પર વકતવ્ય સાથે આજે મનસુખભાઈ સુવાગિયા દ્વારા ગાય આધારિત ખેતી વિષે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.સાથે સાથે વિવિધ સેવાકિય યજ્ઞો થાય છે જેમા આજે રકતદાન કેમ્પનું પણ આયોજન થયુ હતું.
રાત્રિના કાર્યક્રમ અન્વયે આજની રાતે સંતવાણીના કાર્યક્રમમા સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર શ્રી દેવરાજભાઈ ગઢવી લોકસાહિત્ય સાથે સાથે હાસ્યરસથી સૌ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરશે તેમજ તેમની સાથે પધારેલ લોકગાયિકા કાજલબેન પટેલ પોતાની કલા પ્રસ્તુતિ રજુ કરશે.
- હમીરભાઈ ખીસ્તરીયા





No Comments