શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ કાર્યાલય પોરબંદર ખાતે મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે તારીખ 4-11-2023ને શનિવારના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું

મહેર જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ અર્થે છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી કાર્ય કરતી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ કાર્ય કરી રહી છે તેમજ પોરબંદર શહેર તેમજ બરડા અને ઘેડ વિસ્તારમાં સામાજિક વિકાસ અર્થે જ્ઞાતિની વિવિધ સામાજિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે

જ્ઞાતિના સામાજિક વિકાસની રાહમાં દરેકના સંકલન સાથે એક સૂત્રતા બને અને જ્ઞાતિની સંસ્થાઓ એકબીજાના સાથ સહકારથી જ્ઞાતિના સામાજિક વિકાસમાં કાર્ય કરી શકે એવા શુભ આશયથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના સાર્થક પ્રયાસથી તારીખ 4/11/2023ને શનિવારના રોજ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરશીભાઈ ખૂટી તથા રામભાઈ ઓડેદરાના સંયુક્ત પ્રયાસથી પોરબંદર કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલું હતું

આ મિટિંગમાં મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોએ હાજરી આપી હતી. મિટિંગની શરૂઆતમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા મહેર સમાજના સામાજિક વિકાસ અર્થે સર્વે સંસ્થાને સાથે રહી એકબીજા સાથે સંકલન કરી કાર્ય કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને હાજર તમામ સંસ્થાના હોદ્દેદારોએ એક સૂત્રતાથી સહમતિ સાથે સ્વીકૃતિ આપી હતી

મહેર સમાજ દિનપ્રતિદિન દરેક ક્ષેત્રે વિકાસ સાધી રહ્યો છે ત્યારે જ્ઞાતિના સંગઠનની ભાવના પ્રબળ બને તેમજ જ્ઞાતિજનો એકબીજાને મદદરૂપ બને એવા પ્રયાસ દ્વારા જ્ઞાતિ નો સામાજિક વિકાસ થાય એવા પ્રયાસો વેગવંતા બનાવવા સંસ્થાના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી

આ મિટિંગના અંતે મહેર સમાજની વિવિધ સંસ્થા સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા આગામી સમયમાં મહેર સમાજના વિવિધ સામાજિક કાર્યોમાં એક સાથે રહી તેમજ એકસુત્રતા તેમજ સંકલન સાથે જ્ઞાતિના સામાજિક વિકાસમાં કાર્ય કરતા રહશે એવી જાહેરાત કરવામાં આવી હતી

આ મિટિંગમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રીઓ અરશીભાઈ ખુંટી તથા રામભાઈ ઓડેદરા, મહેર શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરસનભાઈ ઓડેદરા, પરબતભાઈ કડેગિયા, નવઘણભાઈ એલ મોઢવાડિયા(પ્રિ), બરડા વિકાસ સમિતિના પ્રમુખશ્રી ભીમભાઈ સુંડાવદરા, લાખણશીભાઈ ગોરાણીયા, આવડાભાઈ ઓડેદરા, ભરતભાઈ કારાવદરા મહેર હિત રક્ષક સમિતિના પ્રમુખશ્રી બંટુભાઈ ગોરાણીયાની ગેરહાજરીમાં તેમની સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જેઠાભાઇ ઓડેદરા, દેવદાસભાઈ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખશ્રી લીલાભાઈ પરમારની ગેરહાજરીમાં તેમની સંસ્થાના સભ્ય ડો. ભરતભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *