
પૂજ્ય માલદેવ બાપુ ની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ સ્થિત આવેલ સ્વ. વાલીબેન માલદે ભાઈ રાતીયા, મેર કન્યા છાત્રાલય,. સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલય , શ્રી સરસ્વતી પ્રાથમિક કન્યા વિદ્યાલય ટીંબાવાડી, જૂનાગઢ ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ભાવાંજલિ કાર્યક્રમમાં જૂનાગઢ સંસ્થાના શ્રી આલાભાઇ ઓડેદરા, જૂનાગઢ મહેર સમાજ ના પ્રમુખ પુંજાભાઈ સુત્રેજા, મુળુ ભાઈ ઓડેદરા, ભરતભાઈ બાપોદરા સંસ્થાના વ્યવસ્થાપક શ્રી હરદાસભાઈ ઓડેદરા તથા હેડ ગૃહમાતા ઝાંઝીબેન ઓડેદરા, ગૃહમાતાઓતથા પી.ટી. શિક્ષક રાંભીબેન ઓડેદરા તેમજ વિદ્યાર્થિની બહેનો હાજર રહી પૂજ્ય માલદેવ બાપુએ કરેલા જ્ઞાતિ વિકાસના કાર્યોને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી.

No Comments