સામાન્ય રીતે દોડ, કુદ,ફેંક જેવી એથ્લેટિક રમતોમાં યુવાનો અને કિશોરો ભાગ લેતા હોય છે. સ્પોર્ટ્સ પ્રત્યેની જોઈએ એવી જાગરુકતાના અભાવે આવી એથ્લેટિક સ્પર્ધાઓમાં આ વર્ગમાથી પણ બહુ જુજ હોય છે, ત્યારે યુવાનોને પણ શરમાવે એવા જુસ્સાથી આપણી જ્ઞાતિના જાદવભાઈ કડછાએ ૭૫ વર્ષની જૈફ વયે રાજ્ય કક્ષાએ યોજાયેલી આવી સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બની સૌના માટે પ્રેરણારૂપ બન્યા છે. કડછ ગામના વતની શ્રી જાદવબાપાએ ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા જુનાગઢ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સાતમી એથ્લેટિક સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને લોંગ જંપમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉમરે શ્રી જાદવબાપાએ મેળવેલી અચંબિત કરનારી આ સિદ્ધી બધા યુવાનો માટે પ્રેરણારૂપ છે તો આપણા માટે ગૌરવરૂપ પણ છે.
No Comments