
જી.એમ.સી. સ્કુલ પોરબંદર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ તેમજ ક્લાસરૂમ મેનેજમેન્ટ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ
સ્વ.શ્રી કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જી.એમ.સી. સ્કુલ ખાતે શાળાના શિક્ષકો માટે એક દિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા ક્લાસરૂમ મેનેજમેન્ટ વિષય પર શિક્ષક સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
આજના વર્તમાન સમયમાં ખુબ જ વ્યસ્તતા અને ભાગદોડ ભરી જીંદગીમાં કામકાજના બીજના કારણે લોકો ડગલેને પગલે હતાશા, નિરાશા તેમજ માનસિક તણાવ અનુભવતા હોય છે. આ બાબત શાળાના શિક્ષકો પણ દુર રહી શકતા નથી. વિવિધ શાળાકીય પ્રવૃતીઓ સાથે પારિવારિક જવાબદારી પણ નિભાવવા શિક્ષકો પ્રયત્નશીલ રહેતા હોય છે. જેનાથી ઘણા અંશે શિક્ષકો આ કામના બોજ હેઠળ હતાશા તેમજ માનસિક તણાવ અનુભવતા હોય છે.
આ બાબતને ધ્યાનમાં રાખી જી.એમ.સી. સ્કૂલ દ્વારા સી.એ. શ્રી કેવલભાઈ ગાજરા તેમજ શ્રીમતિ મૈત્રીબેન ગાજરાના તજજ્ઞ માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સેમિનારમાં સી.એ. કેવલભાઈ ગાજરાએ હાજર શિક્ષકોને પોતાના વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચેનો ભેદ પારખવા પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પડેલ હતું. તેમજ સમયાંતરે વર્તમાન સમય સાથે અનુરૂપ રહીને દરેક શાળાએ અને શિક્ષકોએ પણ અપગ્રેડ થવા જણાવેલ.
આ તકે શાળાના પ્રિન્સીપાલ ડો. મીરાબેન ભાટિયા દ્વારા આ માર્ગદર્શન સેમિનારમાં જોડાયેલા તજજ્ઞશ્રીઓનો આભાર વ્યક્ત કરી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે દરેક શાળામાં શિક્ષકોની ખુબજ મોટી જવાબદારી હોય છે અને વિદ્યાર્થીઓના ભાવી ઘડતર માટે સખત પ્રયત્નશીલ રહેવું પડે છે. ત્યારે સ્વાભાવિક છે કે શિક્ષકોને પોતાની રોજીંદી કામગીરીમાં સ્ટ્રેસનો સામનો કરવો પડતો હોય છે. તથા દરેક વિદ્યાર્થીઓની કુશળતા અલગ-અલગ હોય છે. અને તેને ઓળખવા માટે પણ મેનેજમેન્ટની જરૂરિયાત રહે છે. તેવા સમયમાં શિક્ષકોએ ખુબ જ ધીરજ સાથે પોતાની ફરજ બજાવવાની હોય છે અને યોગ્ય સમયપત્રક સાથે ક્લાસરૂમાં અસરકારકતા વધારવા પ્રયત્નશીલ રહેવું પડે છે. આ બાબતે શિક્ષકોએ પોતાની ફરજ બાબતે સજ્ત્તા કેળવી તેમાં માર્ગદર્શન પૂરું પડેલ હતું.
શિક્ષકોની સજ્જતા માટે શાળા દ્વારા આયોજન સેમીનારના સફળ આયોજન માટે સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ શુભકામના પાઠવી હતી. તેમજ આ સેમિનારના તજજ્ઞશ્રીઓ સી.એ. કેવલભાઈ ગાજરા અને મૈત્રીબેન ગાજરાને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ શાળાના નવનિયુક્ત પ્રિન્સીપાલ ડો.મીરાબેન ભાટિયાના શાળા વિકાસના પ્રયાસો માટે શુભકામના પાઠવી હતી. તદઉપરાંત શાળાના પાયા રૂપ શિક્ષકોને આ સેમિનારમાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
આ સેમિનારના સફળ આયોજનમાં શાળાના પ્રિન્સીપાલ ડો. મીરાબેન ભાટિયા, ધો. ૧ થી ૫ ના કોડીનેટર રૂપલબેન કેશવાલા તથા ધો. ૬ થી ૧૨ ના મનીષાબેન ઓડેદરા તેમજ વીઝીટીંગ ફેકલ્ટી શીવાનીબેન સામાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

No Comments