

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમજ મહેર ઓફિસર ગ્રુપના ઓફિસર્સ સાથેની મહેર જ્ઞાતિના શૈક્ષણિક વિકાસાર્થે તા.21-03-2021ને રવિવારના રોજ મહેર કોમ્યુનિટી સેન્ટર, રાજકોટ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
મહેર જ્ઞાતિમાં શિક્ષણની જ્યોત જગાડનારા પૂજય માલદેવબાપુને યાદ કરી આ મીટીંગની શુભ શરૂઆત કરવામાં આવેલ હતી.
હાલનો અને આવનારો સમય યુવાનોનો સમય છે અને જે સમાજ પાસે શિક્ષિત અને સંગઠિત યુવાનો હશે તે સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. આજે આપણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યુ છે પણ યુવાનોમાં કયાંકને ક્યાંક યોગ્ય માર્ગદર્શન તેમજ જરૂરી અત્મવિશ્ર્વાસના અભાવે પોતાની કાર્યક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી શક્યો નથી તેના પરિણામે આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી શકતા નથી. હવે ભણતરની સાથે ગણતર તેમજ યુવાનો રહેલી આવડતને ઓળખી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તો ચોક્કસ ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકાશે.
આ માટે આપણા સમાજના શિક્ષિત તેમજ પોત પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી ચુકેલા ભાઈઓ બહેનોએ આપણા સમાજની ભાવી પેઢી તૈયાર કરવાની જવાબદારી ઉપાડવી પડશે. આ કામગીરી માટે જે જગ્યાએ અને જે સમયે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલની જરૂરીયાત રહેશે ત્યા આ સંસ્થા ચોક્કસ મદદરૂપ બનશે તેમ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓએ બાંહેધરી આપી હતી.
આજ રોજની મીટીંગમાં ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા , ઉપપ્રમુખશ્રીઓ સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, આલાભાઈ ઓડેદરા, નવઘણભાઈ બી. મોઢવાડિયા તેમજ મહેર સમાજના પ્રથમ આઈ.પી.એસ, એસ.પી મોરબી શ્રી સુબોધભાઇ ઓડેદરાસાહેબ, અધિક કલેકટર શ્રી જીતુભાઇ વદરસાહેબ, પી.આઈ.એમ.આર.ગોઢાણીયા સાહેબ, ખેતીવાડી નિયામક શ્રી આગઠ સાહેબ, તાલીમ ભવનના વડાશ્રી રાજશાખાસાહેબ, ફોરેસ્ટ વિભાગના શ્રીરાજાભાઈ કેશવાલા, જી.ઇ.બી.ના ઈજનેર શ્રી મહેશભાઈ કડછા, જી.ઇ.બી એન્જિનિયર શ્રી નાથાભાઈ દિવરાણીયા, પ્રો.વસ્તાભાઇ મોઢવાડીયા, પોપટભાઈ ખુંટી, અર્જનભાઈ કડેગીયા, ડૉ. લીલાભાઈ કડછા, પ્રો. મંજુબેન મોઢવાડીયા, પ્રો.રાજીબેન કડછા, નાગેસભાઈ ઓડેદરા, રાજકોટ મહેર સમાજના પ્રમુખ પરબતભાઈ ઓડેદરા ઉપપ્રમુખશ્રી વિંજાભાઈ ઓડેદરા અરજણભાઈ ખિસ્તરીયા, અશોકજીભાઈ ઓડેદરા, અમદાવાદથી, મુંબઈ મહેર સમાજના પ્રમુખ દાસભાઈ ભોગેસરા, જુનાગઢ થી રાજુભાઈ ઓડેદરા સહિતના જ્ઞાતિ આગેવાનો તેમજ ઓફિસર્સ ભાઈઓ બહેનો જોડાયા હતા.

No Comments