શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત સૌપ્રથમ વખત મહેર જ્ઞાતિમાં જીવનસાથી પસંદગી મેળો, તા.21-03-2021ને રવિવારના રોજ મહેર કોમ્યુનિટી સેન્ટર, ક્રાઈસ્ટ કોલેજ સામે, મુંજકા ચોકડી , નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ , રાજકોટ ખાતે યોજાઈ ગયો.

          આ કાર્યક્રમ ની શરૂઆત પૂજ્ય માલદેવ બાપુની છબી સમક્ષ હાજર જ્ઞાતિ આગેવાનો દ્વારા દિપ પ્રજજલીત કરી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ હતો. આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આજનો સમય સંગઠનનો સમય છે અને જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે તે ખાસ જરૂરી છે. આજના કાર્યક્રમના અનુસંધાન વધુમાં જણાવ્યુકે દરેક માતાપિતા પોતાના લગ્ન ઈચ્છુક સંતાનો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી મળી રહે તે માટે પ્રયત્ન કરતા હોય છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીએ તો છેલ્લા ઘણા સમયથી આપણા સમાજમાં પણ આપણા સંતાનોને તેમની પસંદગીના જીવનસાથી મળી રહે તેની આવશ્યકતા જણાતી હતી આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજના દિકરા દિકરીઓ માટે એક પ્લેટફોર્મ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી આપણા સંતાનો તેમના માટે ભાવી જીવનસાથીની યોગ્ય પસંદગી કરી શકે. આ કાર્યક્રમો વિદેશમાં આપણા મહેર સમાજમાં તેમજ અહી દેશમાં પણ અનેક સમાજમાં પણ થાય છે આ બાબતને ધ્યાનમાં રાખી આજે રાજકોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ અને ભવિષ્યમાં પણ જુદા જુદા વિસ્તારમાં આયોજન કરવામા આવશે. આ પસંદગી મેળામાં જોડાયેલા પરિવારની તમામ માહિતી સંસ્થા દ્વારા ગુપ્તતા રાખવામાં આવશે અને જ્ઞાતિજનો આપની માહિતી સંસ્થાની ડિઝીટલ એપ્લીકેશન maher digital directory માં પણ નોંધાવી શકશે.

        જીવનસાથી પસંદગી મેળા જોડાયેલા દિકરા દિકરી એ સ્ટેજ પર આવી પોતાની પરિચય આપ્યો હતો. આ પસંદગી મેળાનો મુખ્ય ઉદ્દેશ સમરૂપ વિચારો તેમજ સમકક્ષ લાયકાત ધરાવતા તેમજ પોતાની પસંદગી મુજબ જીવનસાથીની યોગ્ય પસંદગી મળી રહે તેવા શુધ્ધ આશયથી આયોજન કરવામાં આવેલ હતો.

        આ કાર્યક્રમમાં પોરબંદર, વિસ્તાર, જામનગર, રાજકોટ, વેરાવળ, અમદાવાદ, બરોડા, સુરત તેમજ મુંબઈ જેવા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ વિદેશથી Zoom meeting ના માધ્યમથી અમેરિકા, કેનેડા, યુ.કે, આફ્રિકા, મલેશિયા, ઓસ્ટ્રેલીયા તથા ન્યુઝીલેન્ડથી બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લઈ યોગ્ય જીવન સાથી પસંદગી મેળામાં જોડાયા હતા.

        આ કાર્યક્રમમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સંસ્થા ઉપપ્રમુખશ્રી આલાભાઈ ઓડેદરા, સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર, લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, મહેર સમાજના પ્રથમ આઈ.પી.એસ, એસ.પી મોરબી શ્રી સુબોધભાઇ ઓડેદરાસાહેબ, પી.આઈ. શ્રી એમ.આર.ગોઢાણીયા સાહેબ, ખેતીવાડી નિયામક શ્રી આગઠ સાહેબ, તાલીમ ભવનના વડાશ્રી રાજશાખાસાહેબ, ફોરેસ્ટ વિભાગના શ્રી રાજાભાઈ કેશવાલા, જી.ઇ.બી.ના ઈજનેર શ્રી મહેશભાઈ કડછા, રાજકોટ થી ભીમાભાઈ કેશવાલા, જેઠાભાઈ ખુંટી, રામભાઈ મોઢવાડિયા, કરશનભાઈ સુત્રેજા, અમદાવાદ સીટી મહેર કાઉન્સીલના પ્રમુખશ્રી અર્જન ભાઈ કડેગીયા, મુંબઈ સીટી મહેર કાઉન્સીલના પ્રમુખશ્રી દાસભાઈ ભોગેસરા, પોરબંદરથી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટીઓ દેવાભાઈ ભુતિયા, અરજણભાઈ ખિસ્તરીયા મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદરના પ્રમુખ દેવીબેન ભુતિયા, પોરબંદરના કાર્યકર્તાઓ ભોજાભાઈ આગઠ, નાથાભાઈ દિવરાણીયા, રેખાબેન આગઠ, ગીતાબેન વિસાણા, હિરાબેન ગોરાણીયા, જાગૃતિબેન સીસોદીયા, જુનાગઢથી ધીરૂભાઈ દાસા, રાજુભાઈ ઓડેદરા,રામભાઈ બાપોદરા, તારાબેન ખુંટી, વલસાડ સીટી મહેર કાઉન્સીલના પ્રતિનિધિ શ્રી કરણભાઈ કડછા સહિતના આગેવાનો બહોળી સંખ્યામા લગ્ન ઇચ્છુક સંતાનોના માતા પિતા તેમજ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા

        આ જીવનસાથી પસંદગી મેળા કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટના સક્રિય કાર્યકર્તાઓ રાજકોટ સીટી મહેર કાઉન્સીલ પ્રમુખશ્રી નાગેસભાઈ ઓડેદરા, પરબતભાઈ ઓડેદરા, પ્રો. વસ્તાભાઈ મોઢવાડિયા, ડૉ. લીલાભાઈ કડછા, અરજનભાઈ કેશવાલા, અશોકજીભાઈ ઓડેદરા, વિંજાભાઈ ઓડેદરા, જેઠાભાઈ ખુંટી, રામભાઈ મોઢવાડિયા, રાજીબેન કડછા, પ્રિતિબેન પરમાર, પુષ્પાબેન મોઢવાડિયા, મંજુબેન મોઢવાડિયા, શોભનાબેન ઓડેદરા, મધુબેન ઓડેદરા, સંતોકબેન ઓડેદરા, માલતીબેન આંત્રોલિયા સહિતના કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પોપટભાઈ ખુંટી, ડો. લીલાભાઈ કડછા તેમજ પ્રો. રાજીબેન કડછાએ કર્યુ હતું.

        કાર્યક્રમના અંતે રાજકોટ મહેર સમાજ દ્વારા સમુહ ભોજન રાખવામાં આવેલું હતું, સમગ્ર કાર્યક્રમના શ્રેષ્ઠ આયોજન તેમજ એક પારિવારિક વાતાવરણની અનુભૂતિ કરાવવા બદલ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સમગ્ર રાજકોટ ટીમના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનોને અભિનંદન પાઠવે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *