ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના નવા વરાયેલા પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ સૌનો સાથ સૌ મહેર સમાજનો વિકાસ સુત્રને સાકાર કરવા ગામડે ગામડે પ્રવાસ ખેડીને લાકોને સંસ્થાની પ્રવૃતિથી માહીતગાર કરવા પ્રવાસનુ તાજેતરમાં તા.૧૮/૩/૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યુ હતુ.

        આજથી રર વર્ષ પહેલા મહેર સમાજમાં સામાજીક ,સાંસ્કૃતિક અને બૌધિક વિકાસ થાય અને મહેર સમાજમાં સંપ,સંગઠન અને સહકારની પ્રબળ બને તેમજ વરસોથી ચાલ્યા આવતા સામાજીક કુરિવાજો ને સામુહિક તિલાંજલી આપીને વિશ્વની સાથે આજના જેટ યુગના જમાનામાં તાલ મિલાવી મહેર સમાજ શિક્ષિત અને દિક્ષિત બને તેવા ઉમદા હેતુથી પોરબંદર દિલિપ સ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આંતર રાષ્ટ્રીય મહેર સમાજનું સંમેલન મળ્યુ હતુ આ સંમેલનમાં મહેર સુપ્રિમ કાઉન્સિલની રચના કરી પ્રમુખ તરીકે વિરમભાઈ ગોઢાણીયાની વરણી કરવામાં આવી હતી.

મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ તરીકે ર૦ વર્ષથી વિરમભાઈ ગોઢાણીયાએ પ્રમુખપદ શોભાવ્યા બાદ ૨૦૨૦થી મૂળ  ફટાણા ગામના વતની અને હાલ યુ.કે. રહેતા અને વિદેશમાં સમસ્ત ગુજરાતી સમાજના પ્રમુખપદ શોભાવતા વિમલજીભાઈ ઓડેદરાને મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ તરીકે સર્વાનુમતે નિયુકત કરવામાં આવેલ છે. વિમલજીભાઈ ઓડેદરાએ મહેર સુપ્રિમ કાઉન્સિલની ધુરા સાંભળ્યા બાદ સમસ્ત વિશ્વમાં વસતા મહેર સમાજના લોકો આ સંસ્થા સાથે જોડાય અને સંસ્થાની ગતિવિધિ અને કાર્યની આપ -લે  થાય તે માટે તેઓએ મહેર સુપ્રિમ કાઉન્સિલનું કલેવર બદલી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ કરી સાથો સાથ સૌનો સાથ વિકાસ એ સુત્રને અનુસરી પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ સંસ્થાની કાર્ય પધ્ધતીમાં પણ બદલાવ લાવીને ૨૨ જેટલી વિવિધ સમિતિઓ બનાવી સમાજના પ્રતિષ્ઠિત લોકોને જવાબદારી આપવામાં આવી છે.તેમજ પાંચ ઉપપ્રમુખ ની પણ વરણી કરેલ છે.

ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા

          ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ શિક્ષણની સાથોસાથ સામાજીક સુધારણા સમાજમાં લાવવા જયાં મહેર સમાજના લોકો વધુમાં વધુ ગામડાઓમાં વસવાટ કરે છે. ત્યારે પ્રથમ ગ્રામ્ય લેવલથી સંસ્કાર અને સામાજિક સુધારણા લાવવાના ભાગરૂપે ઈન્ટરનેશલન મહેર સુપ્રિમ કાઉન્સિલનો સંદેશો પહોચાડવા અને સૌને સાથે લઇને ચાલવાની પહેલ કરતાં સૌ પ્રથમ પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના અંદરના ગામડાંઓની મુલાકાત અર્થે પ્રવાસ નું આયોજન ગોઠવવામાં આવ્યુ હતુ.

પોરબંદર,કુતિયાણા અને રાણાવાવ ત્રણેય તાલુકાના ઘેડના વિસ્તારના અંદરના ગામડાંઓનાં પ્રવાસમાં ગરેજ,મહિયારી, તરખાઈ,છત્રાવા, રેવદ્રા, ધરસન અને કડેગી આ ગામોનો પ્રવાસ પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ સંસ્થાના ઉપપ્રમુખ જામનગરથી લાખાભાઈ કેશવાલા, પોરબંદરથી નવઘણભાઈ બી.મોઢવાડીયા અને રાતીયાના અરજનભાઈ બાપોદરા, તેમજ સામાધાન સમિતિના સભ્ય કરશનભાઈ ચૌહાણ સાથે મહેર વિલેજ કાઉન્સિલના કન્વીનર ડો. ભરતભાઈ ચૌહાણ અને ગામડાઓમાંથી ગ્રામ્ય વિલેજ કાઉન્સિલ કમીટીના કન્વીરોમાં ગોસા(ઘેડ)ના વિરમભાઈ આગઠ વિ.જોડાયા હતા.

    ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પોરબંદર જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં મહેર સમાજ ના આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા ભાઈઓ બહેનોને માટે વિના મૂલ્યે તેમજ રાહતદરે ડ્રાઈવિંગ, કોમ્પ્યુટર તેમજ અન્ય કલાસિસ ચાલુ કરેલ છે. પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના અંદરના ગામડાંઓની મુલાકાત અર્થેના પ્રવાસ દરમ્યાન ૧/૩/૨૦૨૧ થી મહીયારી ગામે ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ચલાવવામાં આવતા રાહતદરના કોમ્પ્યુટર કલાસિસની મુલાકાત લઇને કલાસિસમાં તાલીમ મેળવતી બહેનોને પ્રમુખશ્રી વિમલજીભાઈએ જણાવ્યું હતું કે આપણા મહેર સમાજના બાળકોમાં ટેકનિકલ અને અન્ય રીતે તેમનામાં રહેલી ધગશ અને કૌશલ્યને વધુ પ્રોત્સાહક બળ પ્રુરૂ પાડવા ઉદેશથી આવા અલગ અલગ ક્ષેત્રોમાં ઝોનવાઈઝ કાર્યકર્મો  કરી અને સમાજના મધ્યમ અને નબળી પરિસ્થિતિના ભાઈઓ અને બહેનો માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ ઉપયોગી બનશે અને તાલીમ લઇને એક કુશળ કારીગર બની તમારા પરિવારનોને મદદરૂપ બનશો તેવી આશા વ્યકત કરી હતી. ગરેજથી ચાલુ કરેલ પ્રવાસ દરમ્યાન ગામડે ગામડે જઈને સંસ્થાની પ્રવૃતિઓની  ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ શિક્ષણની સાથો સાથ સામાજીક સુધારણા સમાજમાં લાવવા મહેર સમાજના લોકોને માહિતગાર કર્યા હતા. અને સૌને સંસ્થાની પ્રવૃતિમાં તન,મન અને ધનથી જાડાવા આહવાન કર્યુ હતુ.

ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ લાખાભાઈ કેશવાલા

ઉપપ્રમુખ લાખાભાઈ કેશવાલાએ તેમને સોંપાએલ ડીજીટલ મહેર ડીરેકટરી અને ઈ-મેગેઝીનની કામગીરી અંગે જણાવેલ કે આપણા સંત શિરોમણી પુ.માલદેવબાપુનુ સપનુ હતુ કે મારો મહેર સમાજ સુશિક્ષિત અને દિક્ષીત બને અને સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના બળવતર બને તેવા વિચારોનો સંસ્થાના પ્રમુખ બન્યા પછી તેવા ઉદેશથી વિમલજીભાઈએ સમગ્ર મહેર સમાજમાં સંસ્થાની પ્રવૃતિની આપલે થાય અને લોકો સુધી તેની માહિતી પહોચે તે માટે ડીરેકટરી અને ઈ-મેગેઝીન બહાર પાડવાની જવાબદારી સોંપવામાં આવતાં સૌના સાથ સહકારથી ગામડે ગામડે વસતો મહેર સમાજ તેની પ્રવૃતિનો ચિતાર તેમજ માહિતી મોકલાવી આપવા આહવાન કર્યુ હતું

ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ અરજનભાઈ બાપોદરા

 જયારે ઉપપ્રમુખ અરજનભાઈ બાપોદરાને સંસ્થાની નાણાકીય ફંડ એકઠુ કરીવાની વહીવટીનો કારભાર સોંપવામાં  નાણાકીય ફંડ એકઠુ કેમ કરવુ તેની વિસ્તૃત માહીતી આપી હતી. અને અને જણાવેલકે કોઈ પણ સંસ્થાને કામગીરી કરવી હોય તો પહેલા તેમાં નાણાકીય ફંડ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે આવી મહત્વની પણ અઘરી ગણાય તેવી જવાબદારી મને સોંપવામાં આવી છે ત્યારે વિલેજ કક્ષાએ તેમાં વિલેજ કમિટીના સભ્યોને આ કામગીરીમાં સહભાગી બનવા ખાસ અપીલ કરવામાં આવી હતી. અને કઈ રીતે ફંડ એકઠુ કરવુ તેની ગાઇડલાઈન આપી ને ગામડે ગામડે તેનુ અનુકરણ કરવા જેમ બને તેમ ફંડ વધુમાં વધુ એકઠુ ઝડપથી થાય તેવી શીખ આપી હતી.

ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ અને વિલેજ કાઉન્સિલ ના પ્રમુખ નવઘણભાઈ બી.મોઢવાડીયા

જયારે વિલેજ કાઉન્સિલના પ્રમુખ તરીકે ખાસ વધુ જવાબદારી સંભાળનાર નવઘણભાઈ બી.મોઢવાડીયા એ વિલેજ કાઉન્સિલ ની રચના અને તેની પ્રવૃતિની માહિતી આપતા જણાવેલ કે આજે વૈજ્ઞાનિક આધુનિક યુગમાં શિક્ષણની હરણફાળ હરીફાઈમાં નાના બાળકોને વાલીઓ સ્થાનિક શિક્ષણના બદલે બહાર સ્કુલોમાં પોતાના દિકરા-દિકરીઓને મોકલવાની જે આંધડુકીયો પ્રવાહ ચાલે છે તે અંગે ખેદ વ્યકત કરીને સૌ ગામડે ગામડે મારા મહેર ભાઈઓ વાલીગણોને ખાસ નમ્ર વિનતી કરી અપીલ કરી કે તમો તમારા નાના બાળકો કે જે સામાજીક પારીવારીક, સમાજની રહેણી-કરણી, રીત રસમો અને કુટુબ ભાવના ને ગ્રહણ કરવાની જરૂરીયાત હોય તે સમયમાં જ તેને ધોરણ ૧ થી બહાર ભણાવવા મોકલીએ છીએ જે ખરેખર આપણા સમાજ માટે પડકારરૂ નીવડશે. કારણ કે દિકરા-દિકરીઓને નાનપણથી આપણે અભ્યાસ માટે બહાર મોકલીએ છીએ ત્યારે તેને ત્યાંનુ જે તે સંસ્થાની મેળવેલ રૂઢી પ્રમાણે તે વર્તન કરશે અને સમાજની, કુટુબની કે આપણી સામાજીક રીત-રસમની કોઈ આપલે નહીં થાય અને  અવગણના કરશે. અને ઈતરનુ જ્ઞાન હોવાના કારણે આપણા પરિવાર સમાજથી તે અલગ વિચારો ધરાવશે. જેના પરિણામે આપણે જે હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહીએ તે નિવારવા પ્રથમ આપણે આપણા સંતાનોને સરકારી સ્કુલમાં જ ધોરણ ૧ થી ૧૦ તો ભણાવવા જોઈએ જેથી કરીને તેને પારીવારીક, સામાજીક અને કુટુબિંક રીત-રસમોનુ પુરેપુરૂ જ્ઞાન મળી રહે. અને તે માટે સંસ્થાને ઉપયોગી થાય તે માટે ગામડે ગામડે વિલેજ કાઉન્સિલ બનાવી અને લીડરની નિમણુક કરવામાં આવેલ છે તે ભાઈઓ ને અનુરોધ કરેલ કે ગામડાંની વીલેજ કાઉન્સીલનુ માળખુ ઉભુ કરીને સંસ્થાને વધુમાં વધુ મદદરૂપ બનવા હાંકલ કરી ગામના શૈક્ષણિક અને સામાજીક વિકાસની પ્રવૃતિઓમાં સૌને લાગી જવા આહવાન કરેલુ.

ઉપરોક્ત કાર્યક્રમમાં ગામવાઈઝ નીચે મુજબના કાર્યકરો/આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગરેજ

વિલેજ કાઉન્સિલના ગરેજ ગામના પ્રતિનિધિ રામભાઈ ગરેજા તથા ભીમાભાઈ પુંજાભાઈ ગરેજા, મુળુભાઈ જીવાભાઈ ગરેજા, અજીત પરબતભાઈ ગરેજા સહિતના ભાઈઓ હાજર રહ્યા હતા. .

પરમાર હરદાસભાઈ ઉકાભાઈ મહેર સમાજ, મહિયારી

મહિયારી ગામના યુવા સરપંચ શ્રી ભરતભાઈ પરમાર, શ્રી હરદાસભાઈ ઓડેદરા, વિલેજ કાઉન્સિલના મહિયારી ગામના પ્રતિનિધિ શ્રી પરબતભાઈ પરમાર, દેવાભાઈ આગઠ, સહિતના ભાઈઓ હાજર રહ્યા હતા.

તરખાઈ

તરસાઈ ગામના સરપંચ શ્રી સવદાસભાઈ તરખાલા, તરખાઈ ગામના આગેવાન રામભાઈ તરખાલા, માલદેભાઈ ગરેજા, વિલેજ કાઉન્સિલના તરખાઈ ગામના પ્રતિનિધિ વિરમભાઈ પરમાર અને ચનાભાઈ તરખાલા  સહિતના ભાઈઓ હાજર રહ્યા હતા.

રેવદ્રા

રેવદ્રા ગામના સરપંચ અરશીભીમાઈ ઓડેદરા, ઉપસરપંચ અરજણભાઈ ઓડેદરા, રેવદ્રા ગામના વિલેજ કાઉન્સિલના પ્રતિનિધિ દિનેશભાઈ ઓડેદરા , પ્રતાપભાઈ ઓડેદરા સહિતના ભાઈઓ હાજર રહ્યા હતા.

ધરસણ

ધરસણ ગામના સરપંચ અશ્વિનભાઈ ઓડેદરા ,તેમજ આ ગામના વિલેજ કાઉન્સીલના સભ્યો પ્રતાપભાઈ ઓડેદરા, છગનભાઈ થાપલીયા સહિતના ભાઈઓ હાજર રહ્યા હતા.

કડેગી

કડેગી ગામના સરપંચ ગોગનભાઈ કડેગીયા,તેમજ આ ગામના વિલેજ કાઉન્સીલના સભ્યો લખમણભાઈ કડેગીયા, કાળુભાઈ આંત્રોલિયા  સહિતના ભાઈઓ હાજર રહ્યા હતા.

  • અહેવાલ : વિરમભાઈ આગઠ, ગોસા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *