શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત તેમજ જિલ્લા આરોગ્ય ખાતાના સહયોગથી તા.03-04-2021 ને શનિવારના રોજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ-ઝુંડાળા મહેર બોર્ડિંગ, પોરબંદર ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

            સૌપ્રથમ પૂજય માલદેવ બાપુની પ્રતિમા સમક્ષ દિપ પ્રગટાવી આ રસીકરણ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રસીકરણ કેમ્પમાં સર્વ જ્ઞાતિ માટે વિના મૂલ્યે સવારે 9-00 થી સાંજે 6-00 સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 360 જેટલા લોકોએ કોરોના સામેના સુરક્ષાચક્ર રૂપી કોરોના રસીકરણનો લાભ લીધો હતો.

              આ કેમ્પમાં ઝુંડાળા મહેર સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ માલદેજીભાઈ ઓડેદરા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયા,  સંસ્થા ટ્રસ્ટીશ્રી જયેન્દ્રભાઈ ખુંટી, શ્રી અરજનભાઈ ખિસ્તરીયા, શ્રી દેવાભાઈ ભુતિયા તેમજ સંસ્થાના સક્રિય કાર્યકરો શ્રી ખીમાભાઈ રાણાવાયા, પૃથ્વીપાલભાઈ વિસાણા, શ્રી ભીમભાઈ મોઢવાડિયા, વિરમભાઈ ઓડેદરા (ટ્રસ્ટીશ્રી, ઝુંડાળા મહેર બોર્ડિંગ), ધર્મેશભાઈ પરમાર, રામભાઈ કેશવાલા, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી દેવીબેન ભુતિયા, રેખાબેન આગઠ, ગીતાબેન વિસાણા, માયાબેન ઓડેદરા, હીરાબેન રાણાવાયા, હીરાબેન ગોરાણીયા, શાંતિબેન ઓડેદરા સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્થા પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ સૌ કાર્યકર્તાઓની કામગીરીને બિરદાવી, આગળ મુજબ પણ સમાજ સેવાના કાર્યો કરતા રહેવા શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કેમ્પનું આયોજન સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યું હતું. 

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *