શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના બેનર હેઠળ મહેર જ્ઞાતિમાં શૈક્ષણિક અને સામાજિક વિકાસના કાર્યોની સાથો સાથ ગ્રામ્ય  કક્ષાએ પણ જ્ઞાતિજનોને તેઓની આવડત અનુસાર રોજગારી મેળવી શકે તે બાબતે ગ્રામ્ય રોજગારી કાર્યક્રમનું હાલ ટુકડાવિસાવાડા અને મિયાણી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારથી કરવામાં આવેલ છે.

          આ કાર્યક્રમની શુભ શરૂઆત પૂજય માલદેવ બાપુના છબી સમક્ષ દિપ પ્રાગટાવી સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા સંસ્થાના  ઉપપ્રમુખશ્રીઓ–ટ્રસ્ટીશ્રીઓ–કાર્યકરો તેમજ ગામ આગેવાનો દ્વારા ડ્રાઈવિંગ માટેના તાલીમાર્થીઓને ગ્રીનફલેગ આપી કરવામાં આવેલ.

       આ તકે સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વકતવ્યમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ  પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તેમજ સંસ્થાની આ પ્રવૃત્તિમાં વધુને વધુ જ્ઞાતિજનો જોડાઈ તે માટે અપિલ કરવામાં આવી હતી.  

       આ રોજગારી કાર્યક્રમના સ્વપ્ન દષ્ટ્રા ડો. અરજનભાઈ કેશવાલા ( પૂર્વ  સિવિલ  સર્જન ભાવસિંહજી હોસ્પિટલપોરબંદર)ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ હતું.

            આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા,  સંસ્થાના પ્રમુખશ્રીઓ સાજણભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા,  નવઘણભાઈ  બી. મોઢવાડિયા તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અરજણભાઈ ખિસ્તરીયા, અરજણભાઈ બાપોદરા,પોરબંદર તાલુકા પંચાયતનાપ્રમુખ આવડાભાઈ ઓડેદરા,સમાધાન સમિતિના સભ્યો ગીગાભાઈ કેશવાલા, વેજાભાઈ કેશવાલા, મહેર વિલેજ કાઉન્સીલના પ્રતિનિધિ શિવમભાઈ કેશવાલા, સામતભાઈ કુછડીયા, વિસાવાડા ગામના સરપંચ માલદેભાઈ કેશવાલા તેમજ પૂર્વ સરપંચ તેમજ ગામ આગેવાન અરજણભાઈ કેશવાલા, પ્રતાપભાઈ કેશવાલા, રામભાઈ મોઢવાડિયા સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈ બહેનો તેમજ જ્ઞાતિજનો હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન અરજનભાઈ બાપોદરાએ કયું હતું અને કાર્યક્રમને અંતે સૈાએ સમુહ ભોજન લીધુ હતું.  આ ડ્રાઇવિંગ તાલીમાટે કુલ 45 ભાઈઓ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ તેનાથી હાલ ક્રમુસાર 25 ભાઈઓ બહેનોના લનિંગ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવેલ છે. આગળ મુજબ ક્રમ અનુસાર ભાઈઓ બહેનોને લનિંગ લાયસન્સની તાલીમ બાદ તેઓની પણ ડ્રાઇવિંગ તાલીમ શરુ કરવામાં આવશે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *