સવિનય જણાવવાનું કે IMSC દ્વારા સૂચિત મહેર ઈતિહાસ પુસ્તકમાં સમાવેશ થવા નીચે મુજબ વર્ગો પાડવામાં આવેલ છે. તે મુજબ માહિતી એકત્ર કરવા બાબતે નીચે મુજબ રીતે માહિતી મોકલવા અગર મેળવવા જ્ઞાતિજનોને નમ્ર વિનંતી કરવામાં આવે છે.
૧) રાજકારણ :- જિલ્લા પંચાયત પ્રમુખ થી કેન્દ્ર સરકાર સુધીના હોદ્દેદારોએ ફોટો અને સંક્ષિપ્ત પ્રોફાઈલ મોકલવાં અને તાલુકા પંચાયત અને નગર પંચાયત પ્રમુખોની નામાવલિ મોકલવી.
૨) સરકારી અધિકારીઓ:- વર્ગ ૧ ના ફોટા અને સંક્ષિપ્ત પ્રોફાઈલ મોકલવી અને વર્ગ -૨ ની નામાવલિ મોકલવી.
૩) વ્યવસાય તેમજ શિક્ષણ ક્ષેત્રે મેળવેલ નોંધપાત્ર સિધ્ધિઓની વિગત અને નામ મોકલવાં અને જેઓએ જ્ઞાતિ માટે યોગદાન આપેલ હોય તેઓએ તેઓના ફોટા અને પ્રોફાઈલ મોકલવાં
૪) દાંડિયા રાસ,સ્પોર્ટસ, આર્ટ, સંગીત વિ.એ રાજય કક્ષા લેવલ અને ઉપરની કક્ષાએ મેળવેલ સિધ્ધિઓની વિગત નામ અને ગ્રુપ કે વ્યક્તિગત ના ફોટા મોકલવાં.
૫) જ્ઞાતિ માટે નોંધપાત્ર પ્રમાણમાં સાતત્યપૂર્ણ સમય/સંપત્તિનું યોગદાન આપનારે ફોટો અને સંક્ષિપ્ત પ્રોફાઈલ મોકલવાં.
૬) વિદેશમાં મેળવેલ નોંધપાત્ર સિધ્ધિઓ તેઓના નામ અને વિગત મોકલવી અને જેઓએ સાથોસાથ જ્ઞાતિ માટે યોગદાન આપેલ હોય તેઓના ફોટા અને સંક્ષિપ્ત પ્રોફાઈલ મોકલવાં.
૭) આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાતિનાં નોંધપાત્ર સંતોની નામ, ફોટા અને માહિતી મોકલવાં.
૮) દેશ માટે શહીદી વહોરનારના ફોટા અને સંક્ષિપ્ત પ્રોફાઈલ મોકલવાં
૯) અગત્યના ક્ષેત્રમાં જ્ઞાતિમાં સર્વપ્રથમ મેળવેલ સિધ્ધિના ફોટા અને સંક્ષિપ્ત પ્રોફાઈલ પ્રાથમિક આલેખન મુજબ માહિતી એકત્ર કરવી. માહિતી તમામે પ્રમાણપત્રો, ફોટા, વિડિયો વિ. પુરાવાઓ સાથે મોકલવાં.
આ પુસ્તકમાં જ્ઞાતિજનોએ જ્ઞાતિ માટે આપેલ યોગદાનને પ્રાધાન્ય આપવામાં આવશે ઈતિહાસ માં સમાવેશ થવાની પોલીસી વિશ્વ કક્ષાએ તમામને સમાન રીતે લાગુ પડશે. પરંતુ કોની વિગત અથવા કોની4 કેટલી વિગતનો પુસ્તક માં સમાવેશ થશે તેની કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી. ઉપરોક્ત તમામ બાબતોની નોંધ લેવા તથા માહિતી નીચે મુજબ ઈ-મેઈલ તથા વ્હોટસ અપ નંબર પર નિયત સમયમર્યાદામાં મોકલી આપવા જ્ઞાતિજનોને નમ્ર વિનંતી.
પ્રમુખશ્રી
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ
ઈ-મેઈલ info.imsc2021@gmail.com વ્હોટસ એપ નંબર + 91 99 748 08900
No Comments