ગ્રામ્ય વિસ્તારમાં વસતા આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઘર આંગણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તે માટે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત તેમજ શ્રી કે. કે. ઇન્સ્ટીટયૂટ સંચાલિત કલાસીસ ઘેડ વિસ્તારના મહિયારી ગામ ખાતે મહંતશ્રી વીરદાસજી વિદ્યામંદિર શરુ કરવામાં આવેલ છે.

      સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના કલાસીસ હાલમાં કોરોના મહામારીને ધ્યાને લઈ વિદ્યાર્થીઓનું સ્વસ્થ્ય જળવાય તેમજ સંક્રમણનો ફેલાવો ન થાય તેવા સમાજ હિતને ધ્યાનમાં રાખી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રીના જાહેરનામા મુજબ આ કલાસીસ ટુંક સમય માટે બંધ રાખવામાં આવેલ છે. પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેમજ શૈક્ષણિક રીતે પ્રવૃત્તિશીલ રહે તેવા શુભ આશયથી સંસ્થા દ્વારા “ IMSC education system “નામથી એક યુટયુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. આ ચેનલના માધ્યમથી વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઘર બેઠા આ કલાસીસનો લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જેની દરેક વિદ્યાર્થીઓને તેમજ વાલીને નોંધ લેવા સંસ્થા દ્વારા યાદી પાઠવવામાં આવેલ છે.

     આ કલાસીસમાં જે વિદ્યાર્થીઓ આગાઉથી જોડાયેલા છે તેઓની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અન્ય કોઈ વિદ્યાર્થીઓ પણ વિના મૂલ્યે ઓનલાઇન કલાસીસમાં જોડાઈ શકશે. આ કલાસીસમાં આવનારા સમયમાં લેવાનાર પરીક્ષાઓ જેવી કે, GPSC કલાસ 1/2, PSI, ASI, કોન્સ્ટેબલ, તલાટી મંત્રી, બિનસચિવાલય ક્લાર્ક  વગેરેના અભ્યાસક્રમનો સમાવેશ આ ઓનલાઇન કલાસીસમાં કરવામાં આવેલો છે

 સંસ્થાની યુટયુબ ચેનલ ની માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

https://www.youtube.com/channel/UCY0KAtWkoFBHVUCOlAGf9XA

Sukalp Magazine