પોરબંદરમાં છેલ્લા ૧૨ વરસથી અત્યાર સુધી વિના મુલ્યે બહેનો અને બાળકોને શારીરિક તંદુરસ્તી જળવાય તેમ જ દેશી રમતો ના વિસરાય તે માટે આપણી જ્ઞાતિના બેન શાંતિબેન મુરુભાઈ ભુતીયા જહેમત ઉઠાવી રહ્યા છે. શાંતિબેને અત્યાર સુધી વિનામૂલ્યે ટ્રેનીંગ આપી જેમાં ૧૨૩ બહેનો પોલીસમાં, ૪ બહેનો ફોરેસ્ટ વિભાગમાં તો ૧ બહેન પોલીસ જમાદાર તરીકે પસંદગી પામ્યા છે. ઉપરાંત શાંતિબેને ક્રિકેટની ટીમો બનાવી તાલીમ આપી હતી. જેમાંથી ક્રિકેટ ટીમો નેશનલ લેવલ સુધી રમવા ગયેલ છે. આ સાથે તેઓએ બહેનો અને બાળકોને ખો-ખો, કબડી, વોલીબોલ, હેન્ડબોલ સહિતની દેશી રમતોની તાલીમ આપી છે. જેમાંથી અમુક ટીમોએ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. તેમના દ્વારા દોડ, મેરેથોન દોડ, લાંબી કુદ, ગોળાફેંકની તાલીમ આપી છે. જેમાંથી મેરેથોનમાં ૧૦ કિમીની દોડમાં તેમના શિષ્યો પ્રથમ નંબરે આવેલ છે, શાન્તીબેનનું માનવું છે કે સ્ત્રીઓમાં સહનશીલતા હોય છે સાથે સાહસવૃત્તિ પણ જરૂરી છે. સ્ત્રી સમાજને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. શ્રી શાંતીબેન હાલમાં પોલીસ ભરતી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શારીરિક યોગ્યતા કેળવવા માટે કલાસીસ ચલાવી રહ્યા છે.
No Comments