આપણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા દ્વારા જ્ઞાતિ હિતની પ્રવૃતિઓને વિશાળ ફલક પર હાથ ધરવામાં આવી રહી છે પરંતુ આ બધી જ પ્રવૃતિઓથી આપણા સમાજને વાકેફ કરી શકાય અને જ્ઞાતિજનો સાથેનું વૈચારિક અનુસંધાન સાતત્યપૂર્ણ રીતે સ્થાપિત રહી શકે તે માટે એક માધ્યમ, એક મુખપત્ર જરૂરી છે. વર્તમાન સમયમાં વાંચન પરત્વે લોકોનું પરિપેક્ષ્ય બદલાયું છે અને લોકોનું વલણ ડીજીટલ પ્લેટફોર્મ પરત્વે વધુ જોવા મળી રહ્યું છે. જે ધ્યાને લઇ આપણા સુકલ્પ મેગેજીનને ડીજીટલ સ્વરૂપે પ્રગટ કરવાનું ઘણા સમયથી વિચારાધીન હતું. પરંતુ સામાન્ય રીતે PDF સ્વરૂપે ઈ-પેપર સ્ટાઈલથી પ્રગટ થતું ડીજીટલ સાહિત્ય મોબાઈલમાં વાંચવું ઘણા લોકો માટે પરિશ્રમ માગી લેતું અને કંટાળાજનક બની જતું હોય છે. આથી મેગેજીનના તમામ આર્ટીકલ ડેસ્કટોપ કોમ્પ્યુટર કે લેપટોપની સાથે સાથે કોઈ પણ પ્રકારના મોબાઈલમાં પણ સરળતાથી વાંચી શકાય તે માટે સુકલ્પ મેગેજીનને પોર્ટલના નવા સ્વરૂપે વિકસાવવામાં આવ્યું છે. જ્ઞાતિના સામયિકોમાં આ બિલકુલ નવો જ પ્રયોગ હોઈ, સુકલ્પ મેગેજીનના આ આધુનિક સ્વરૂપને સૌ કોઈ આવકારશે એવી અમને શ્રદ્ધા છે. આપે આ પોર્ટલની મુલાકાત લીધી એ બદલ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આપ નિયમિત રીતે આ પોર્ટલની મુલાકાત લઇ આપની સાથે સાતત્યપૂર્ણ અનુસંધાનને જાળવી રાખવાનો અમને મોકો આપશો એવી આશા રાખીએ છીએ.
– ગાંગાભાઇ સરમા, તંત્રી, સુકલ્પ મેગેજીન
EDITORIAL
The e-version of our Sukalp Magazine launched by our Shri International Maher Supreme Council on 1st May 2021 at 10:00 AM Indian time. Caste interest activities are being carried out on a large scale by the organization but a medium, a mouthpiece is required for our society to be made aware of all these activities and for the ideological connection with castes to be consistently established. People’s attitudes towards reading have changed in recent times and people’s attitudes towards digital platforms are increasing. With this in mind, it has long been considered to publish the magazine in digital form. But reading digital literature, usually in e-paper style in PDF format, on mobile can be tedious for many. Therefore, Sukalp Magazine has been developed in a new form of portal so that all the articles of the magazine can be easily read on desktop computer or laptop as well as any type of mobile. We hope this will be a brand new experiment in caste magazines, and everyone will welcome this modern version of Sukalp Magazine.
- Gangabhai Sarma (editor, sukalp magazine)