શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા પાંખ તેમજ મહેર વિલેજ કાઉન્સીલ દ્વારા પોરબંદર – રાણાવાવ – કુતિયાણાના શહેરી તેમજ ઘેડ અને બરડા વિસ્તારના ગામડાઓમાં કોરોના મહામારી બાબતે યોગ્ય જનજાગૃતિ અને માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી આ વિસ્તારોમાં રીક્ષા દ્વારા જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જેમાં લોકોને ઑડિયો તેમજ પત્રિકાના માધ્યમથી કોરોના મહામારી બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે.