
કરુણા અને હેતની જીવંત મૂર્તિ સમા આપણી જ્ઞાતિના સંત પૂજ્ય આઈ મા શ્રી પુતિ આઈ આજે સ્થૂળ દેહનો ત્યાગ કરી પરમતત્વમાં વિલીન થઇ ગયેલ છે. શ્રી આઇમાં આપણા સમાજ ઉપરાંત અન્ય સમાજોમાં પણ મોટો સેવકગણ ધરાવતા હતા. તેઓની અચાનક વિદાઈથી આપણા સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગયેલ છે. પરમ ચેતનાના પર્યાય સમા શ્રી આઇમાં ના દિવ્ય આત્માને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી કોટી કોટી વંદના.
(આવતીકાલે તેમની અંતિમવિધી છે, હાલની મહામારી ને ધ્યાને લઈ કોઈ ભકત કે સેવકગણ રૂબરૂ ન આવે, માત્ર ફોનથી શ્રધ્ધાંજલી આપે તેવી વ્યવસ્થાપક કમીટી એ અપીલ કરી છે.)

No Comments