
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ અંતર્ગત ગ્લોબલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સક્રિય સભ્ય શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા (યુ.એસ.એ.) દ્વારા વતન પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાના શુભ આશયથી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કુલ 7 ઓક્સીજન કન્સન્ટ્રેટર્સ મશીનો દાનમાં આપવામાં આવ્યા છે. આ મશીનો ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલને આપવામાં આવ્યા છે. જેના મારફત આ મશીનો ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા જરૂરીયાતવાળા કોવિડ કેર સેન્ટરમાં મોકલાવવામાં આવેલ છે. આ એક ઓક્સીજન કન્સન્ટ્રેટર્સ મશીનની કિંમત 2000 યુએસ ડોલર છે.
સંકટની આ ઘડીમાં આવી ઉત્કૃષ્ટ મદદ કરવા બદલ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ સંસ્થા તેમજ મહેર સમાજ વતી દાતાશ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયાનો ખુબ ખુબ આભાર માનેલ છે.
ગ્રામ્ય વિસ્તારના જે કોવિડ કેર સેન્ટરમાં આ ઑક્સિજન કન્સન્ટ્રેટર્સ મશીનની જરૂરીયાત હોય તો તેઓએ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાના કાર્યલયના ફોન નંબર 9974808900 ઉપર સંપર્ક સાધવો.
(આર્ટીકલ સોર્સ: IMSC કાર્યાલય)
નોંધ: અમેરિકા નિવાસી દાતાશ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા તરફથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલને હાલની કોરોના મહામારીના કપરાકાળમાં પોરબંદર વિસ્તાર માટે આપવામા આવેલા આ ઑક્સિજન કન્સન્ટ્રેટર્સ મશીન તા.૨૧-૦૫-૨૦૨૧ને શુક્રવાર ના રોજ પોરબંદર ખાતે સાંદિપની કોવિડ કેર સેન્ટર તેમજ બરડા ગ્રામ્ય વિસ્તારમાં અડવાણા અને વિસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટર માં એક એક ઑક્સિજન કન્સન્ટ્રેટર્સ મશીન ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના લાભાર્થે આપવામાં આવેલા છે. આ તકે સાંદિપની કોવિડ કેર સેન્ટરમાં શ્રી રામદેભાઈ દેવાભાઈ મોઢવાડિયા તથા અડવાણા ખાતે સરપંચ શ્રી ભીખુભાઈ રાજશીભાઈ કારાવદરા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. સોલંકી સાહેબ, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટીશ્રી અરજનભાઈ ઓડેદરા તથા વિસાવાડા ખાતે પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રતાપભાઈ કારાવદરા,સરપંચશ્રી લીરીબેન કેશવાલા, પૂર્વ સરપંચ શ્રી માલદેભાઈ કેશવાલા તેમજ વિસાવડા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ હાજર રહ્યા હતા.

No Comments