“જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા કાં શુર” એ ઉક્તિ મુજબ આપણી જ્ઞાતિ ભક્તો, દાતાઓ અને વીર પુરુષોનો ગૌરવવંતો સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે અને આ વિરાસત આજના સમયે પણ આપણી જ્ઞાતિના લોહીમાં વહે છે. જેવી રીતે મેવાડ સંકટમાં આવ્યું ત્યારે ભામાશાએ પોતાની સંપતિની કોથળીઓ રાણા પ્રતાપને ચરણે  ખુલી મૂકી  દીધી હતી તેમ આજે કોવિડ-19 મહામારીને કારણે આખી માનવજાત ઉપર આપદા આવી પડી છે અને આપણો પંથક અને સમાજ પણ એમાંથી બાકાત નથી. સંકટના આ સમયે જ્ઞાતિના અનેક લોકો મહામારી સામે ઝઝુમતા આપણા લોકોની વહારે જાતજાતની મદદ લઈને આવી રહ્યા છે. જેમાં ઓક્સિજન મશીનથી માંડીને દવાઓ અને આઈસોલેશન સ્થળની સુવિધા સહિતનો સમાવેશ થાય છે.

 ત્યારે પરદેશમાં વસતાં આપણી જ્ઞાતિના બે ટાબરિયાંઓએ દેશમાં કોરોના મહામારીથી પીડાઈ રહેલા આપણા વિસ્તારના લોકોની મદદ કરવા એવું કામ કરી બતાવ્યું છે કે સાંભળીને ગૌરવથી આપણી છાતી ફૂલી જાય. મુળ પોરબંદરના ભાવપરા ગામના વતની  હાલ Corby, Northampton shire, Uk માં સ્થાયી થયેલ અશોકભાઈ ઓડેદરા ના 10 વર્ષના પુત્ર વિર અને 5 વર્ષના પુત્ર આર્ય એ પોતાના વતન ભારતમાં કોરોના મહામારીમાં કઈક દાન આપવા ક્રાંતિકારી વિચાર કર્યો. અને આ માટે તેઓએ સૌ પ્રથમ પોતાની પોકેટ મની દાન કરી દીધી. હજુ પણ વધારે પૈસા મોકલવા છે એવો નિર્ધાર કરી 2 લાખ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. આ માટે બંને ભાઈઓ સાઈકલ લઇ નીકળી પડ્યા. રોજ 10 માઈલ સાઈકલ ઉપર પ્રવાસ કરી UK માંથી હાલ 1,61,000/- જેટલી રકમનું દાન એકઠું કરેલ છે. આ માટે સોશિયલ મીડિયા ઉપર પણ તેઓ પ્રચાર કરી રહ્યા છે. દેશમાં કોવિડ-19 મહામારી સામે ઝઝુમતા લોકો માટે ગજબની સંવેદનશીલતા ધરાવતા આ નાનાં બાળકોનો વતનપ્રેમ અને દાતારી સૌ કોઈમાં સરાહનીય બની રહી છે.

નોંધ: વીર અને આર્યની પ્રવૃતિમાં સહભાગી થવા આ લિંક પરથી દાન કરી શકશે.
https://gofund.me/1d576455

  • લાખાભાઈ ચુંડાવદરા (રાણાવાવ)
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *