
મૂળ માણાવદર તાલુકાના કોઠડી ગામના વતની અને હાલ ઈઝરાયેલ વસતા મુળીયાસિયા પરિવારના બે ભાઈઓ જીવાભાઈ અને સવદાસભાઈની પુત્રીઓ અનુક્રમે નિત્શા અને રીયા વિશ્વની તાકતવર ગણાતી ઈઝરાયેલી સેનામાં સેવા બજાવે છે. નિત્શા ઈઝરાયેલી સેનામાં ફરજ બજાવનાર પ્રથમ ગુજરાતી મહિલા છે. તેણી Department of communication and Cyber Security વિભાગમાં કામ કરે છે અને ફ્રન્ટલાઈન યુનિટની હેડ છે. જયારે રીયાએ ધોરણ 12 પછી ઈઝરાયેલી સેનામાં કામ કરવાનું પસંદ કર્યું છે અને હાલ તેણી પ્રિ-સર્વિસ ટ્રેઈનીંગમાં છે. આ ટ્રેઈનીંગ ખુબ જ હાર્ડ હોય છે જેમાં કમાન્ડો ટાઈપની ટ્રેઈનીંગ ઉપરાંત વોર, સેલ્ફ ડીફેન્સ,બીજાનો બચાવ જેવી તાલીમોનો સમાવેશ થાય છે. 3 મહિનાની આ ટ્રેઈનીંગ પછી રિયાને ઈઝરાયેલી સેનામાં ડીટેઈલ પોસ્ટીંગ આપવામાં આવશે. આ બંને બહેનોની રાષ્ટ્રભાવનાને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા બિરદાવવામાં આવે છે.
NITSHA JIWABHAI MULIYASIYA RIYA SAVDASBHAI MULIYASIYA

No Comments