ધુણી ધખાવી ને કરેલો સંકલ્પ કાચો ન હોય…તેના કામ બોલતાં હોય….કિંજલ ઓડદરાની સિધ્ધીઓ પણ અનેરી છે. સતત કલા સાધનાનો સંકલ્પ મનની લાગણીઓ, સંવેદનની આંચ ઉડીને આંગળીઓના ટેરવે રંગો અને પીછી સાથેની સામ્યતાએ નવા શિખરો સર કરતાં પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના નાના એવા ગામડા ગામની ખેડુત પુત્રીએ પોતાનામાં રહેલી કલાને પારખીને મહેર સમાજમાં પહેલી જ મહિલા ચિત્રકાર તરીકે ઉભરી આવનાર કિંજલ આર. ઓડેદરાએ અમદાવાદ શેઠ સી.એન. મહાવિધલયમાં પાંચ વર્ષનો ફાઇન આર્ટ ઈન ડીપ્લોમાં કોર્સ કર્યા બાદ કિંજલ ઓડેદરાએ કલા ક્ષેત્રે અદભુત કહી શકાય તેવી અનેક સિદ્ધિઓ મેળવી ઓડેદરા તથા મહેર પરિવારનું નામ રોશન કરેલ છે.
શાંતિ ફાઉન્ડેશન ગોંડા ઉતર પ્રદેશ સેવા સંસ્થા ધ્વારા દર વર્ષ ભારતભરના રાજયોના કલાકારોની પ્રતિભા આગળ લાવવા અને તેઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર પ્રતિયોગીતાઓના આયોજનો કરે છે તાજેતરમાં કરેલ આવા પ્રતિયોગીતામાં જુદા જુદા રાજયોના ચિત્રકારો, સાહિત્યકારો, કવિઓ જેઓ કલામાં રુચિ ધરાવતા હોય એવા વ્યકિતઓને પ્રોત્સાહિત કરવા માટે મધર દિવસની ઉજવણીના ભાગરૂપે ઓનલાઈન પ્રતિયોગીતામાં ભાગ લીધેલ કલાકારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સન્માન સમારોહમાં ભારતભરના બધા રાજયોમાંથી ૩૫૦ જેટલા શ્રેષ્ઠ ગણનાપાત્ર કલાકારોને કોરોના કાળના સમયમાં એક સાથે ઉપસ્થિત રહેવાના બદલે ઓનલાઈન પ્રતિયોગીતામાં જોડાઈને તેમનામાં રહેલી સુષુપ્ત કલા પ્રત્યે જિજ્ઞાશા, શકિતને પ્રદર્શીત કરવાના કરવામાં આવેલ. જેમાં પોરબંદર તરફથી એક માત્ર કિંજલ ઓડેદરાએ ઓનલાઈન પ્રતિયોગીમાં ભાગ લીધો હતો.
આ ઓનલાઇન પ્રતિયોગીતાની સ્પર્ધાના વિષયમાં મધર્સ ડે યા મેરી પ્યારી માં હતો. આ એવોર્ડ સ્પર્ધાની ટેલેન્ટને ધ્યાને લઇને સંસ્થા તરફથી ઓવોર્ડ આપવામાં આવે છે. કિંજલ ઓડેદરાએ મધર્સ ડે ની પ્રતિયોગીતામાં પશુ-પક્ષીઓના માતૃત્વની ઝાંખી કરતુ આર્ટ રજુ કર્યું હતું. પશુ-પક્ષીઓમાં માતૃત્વની ઝંખના કેવી હોય છે તે પીંછીની કલાના માધ્યમથી પ્રદર્શીત કરવામાં આવેલ.જે કૃતિને સંસ્થા તરફથી પસંદગીને પાત્ર થતાં તેમને ઓનલાઈન ઓવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.
કિંજલ ઓડેદરાના કલા ચિત્રો ભારતભરના અનેક રાજયોમાં યોજાયેલી સ્પર્ધાઓમાં પસંદગી પામયા છે. ૨૦૧૧માં શેઠ.સી.એન.આર્ટ કલા મહાવિધાલયમાં ફાઈન આર્ટના અભ્યાસ બાદ અમદાવાદ ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ આર્ટ ફેસ્ટીવલમાં તેઓનું પેઈટીંગ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયામાં સ્થાન પામી ચુકયુ છે. લલીતકલા એકાદમી ધ્વારા અમદાવાદમાં કલાક્ષેત્રે યોજાયેલા ક્રિએટીવ સ્ટાઈલ લાઈવ કોમ્પીટીશનમાં પણ તેમણે બીજો નંબર મેળવી એવોર્ડ પ્રાપ્ત કરેલો.
કિંજલ ઓડેદરાએ તેમની કલાના માધ્યમથી અન્ય ચિત્ર કલાકારો આ ક્ષેત્રે આગળ આવે અને કલાને નિરખે તેવા શુભ આશય તળે અમદાવાદ શેઠ.સી.એન. ફાઈન આર્ટ ગેલેરીમાં, કલા સંઘ ભાવનગર આયોજીત આર્ટ એકાઝાબિશનના શિર્ષક અન્વયે મહારાષ્ટ્ર્ અને ગોવા ખાતે યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં પણ તેમના ચિત્રો પસંદગી પામતાં તેમાં મુકવામાં આવેલાં હતાં. ૨૦૧૮ની ૮ માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિતે રાજકોટ સુરક્ષા સેતુ અને નારી શકિત ટ્રષ્ટ ભાવનગર આયોજીત ભારતભરની ૨૨૨ મહિલા આર્ટીષ્ટોના યોજાયેલા ચિત્ર પ્રદશર્નમાં પણ એક માત્ર મહેર સમાજની કિંજલ ઓડેદરાના ચિત્રો પસંદગી પામતાં તેમાં મુકવામાં આવ્યા હતાં અને આ ચિત્ર પ્રદર્શનની નોંધ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ અને લીમકાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલ ત્યારે આવી અનેક સિધ્ધીઓ હાંસલ કરવા બદલ ગાંધીનગર રાજભવન ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીના વરદ હસ્તે એવોર્ડ થી પણ સન્માનિત થયેલ છે. આમ કલા ક્ષેત્રે અનેક કિર્તીમાન સ્થાપ્યા છે ત્યારે આવી સિધ્ધીઓ મેંળવી મહેર સમાજનું નામ ઉજળુ કરનાર કિજંલ ઓડેદરાને સમસ્ત મહેર સમાજ તરફથી અભિનંદન ની વર્ષા વહી રહી છે.
અહેવાલ: વિરમભાઈ કે. આગઠ ગોસા(ઘેડ)
No Comments