by રણજીત ઓડેદરા (બહેરીન)
હું કોઈ કવિ, શાયર કે પછી લેખક નથી. પરતું આપણાં ઉપર અથવા કુટુંબ કબીલા કે પછી સમાજમાં બનતી કોઈ પણ પ્રકારની ઘટનાઓ ને ઊંડાણ પૂર્વક લઇશું અને સમજશું ત્યારે આપણી અંદરથી જ લેખક,કવિ કે શાયરને જન્મ આપીશું.
તેવીજ રીતે ખુદ ઉપર બનેલી હકીકત અને સમાજમાં બનતી આવી ઘટનાને આપ સમક્ષ આ લેખરૂપી વાત કરવા જઈ રહ્યો છું, તે આપણે જોવા છત્તાં આપણે અજાણ્યા થઈ જઈએ છે.
તેટલાં માટે જ આ વાતને એક લેખરૂપે આપ સમક્ષ લઈને આવી રહ્યો છું. અને આ ઘટના ૧૦૦% માંથી ૪૦% પરિવારો સાથે ઘટી રહી છે. આ છે આપણાં દીકરી દીકરીઓ તેમજ બે પરિવારો ને બરબાદ કરી રહેલ ઘટના એટલે કે છૂટા છેડા.
હા મિત્રો આપણાં સમાજમાં આજકાલ છૂટ છેડા ના પ્રશ્નો ખૂબ જ જોવા મળે છે. આમાં ઘણા એમ પણ કહેશે કે તેમાં શું નવી નવાઈ છે, તે તો બીજું સગપણ પણ કરી લેશે તે તો પહેલેથી ચાલ્યું આવે છે. તો વાત અહીં બીજા સગપણની નથી, તે બે જીવની છે, તે બે પરિવારોની છે કે તેણે શું શું ગુમાવ્યું છે.
ઘણા સમાજો ઘણા સંગઠનનો કે ઘણા દાતા પણ સમૂહ લગ્નોત્સવ કરાવે છે ઘણા ખર્ચ સાથે કન્યાદાન, મામેરું તેમજ સારા એ વા કરિયાવર કરે છે તેવી જ રીતે પરિવારોમાં પણ જ્યારે દીકરા કે દીકરીના લગ્નો નું આયોજન કરવામાં આવે છે ત્યારે પણ આવી જ રીતે ગમે તે પરિવાર હોય તે ધામ ધૂમ સાથે હરખની હેલીએ લગ્ન કરવામાં આવે છે. અને કોર્ટમાં બે બે સાક્ષી રાખીને પણ લગ્ન કરે છે.
પરતું જ્યારે જ્યારે છૂટા છેડાની વાત આવે છે ત્યારે શું?
જ્યારે જ્યારે સગપણ કરવામાં આવે છે, ત્યારે આપણાં જ પરિવારના કે સમાજના કોઈ સારા સગા સ્નેહીઓ દ્વારા અને અનેક જગ્યાએ તપાસ કર્યા પછી એક બીજા સંબંધો માં જોડાય છે, છત્તાં પણ કેમ છૂટા છેડાની નોબત સર્જાય છે. ઘણા સમાજોએ તો છૂટા છેડાને લઈને કડક નિયમો પણ બનાવી નાખ્યા છે,પરતું આપણાં સમાજમાં આવા કોઈ કઠોર નિયમો છે જ નહીં તો શું આપણે આવી જ રીતે છૂટા છેડા કર્યા કરશું? જયારે જ્યારે કોઈ પરિવારની સાથે આ છૂટા છેડાની નોબત આવી જાય છે ત્યારે ઘરનો આખો માહોલ બદલી જતો હોય છે. અને આ નોબત ત્યારે જ આવેછે કે જ્યારે આપણી ધીરજ અને ધારણા ખૂટી ગઈ હોય છે, જ્યારે આપણી સહનશક્તિ મરી પડી હોય છે અને પછી તે ખરાબ સમયના ચક્રવ્યૂહ માં ફસાય છે.
છેલ્લે આ છૂટાછેડાની નોબત આવી જાય છે ત્યારે કાંતો પરિવારના વડીલો સાથે રાખીને કાંતો સમાજના કોઈ પણ સંગઠનના માધ્યમ થી છૂટા છેડા કરવાના પ્રયાસો કરશું. અને છેલ્લે કોઈ પણ માધ્યમ દ્વારા નિર્ણય નહીં આવે તો પછી છેલ્લે કોર્ટ ના દરવાજા ખખડાવશું ! અને આપણે જાણીએ છીએ કે તે નિર્ણય કેમ, ક્યારે અને કઈ રીતે આવે છે.
તેની પાછળ આપણે હાલાકી ભોગવવી મંજૂર છે, પૈસા ખરચવા તૈયાર છે અને જે જે રસ્તા હશે તે કરશું બસ છૂટા છેડા જોઇએ છે.
ત્યારે આપણે આગળ વિતેલા હરેક ક્ષણને ભૂલી જઇએ છે કે લગ્ન તો બે પરિવારનો મિલાપ છે લગ્ન કરતી વેળાએ કેવા હરખભર્યા સમયે જીવ્યા હતા એ પરિવારના એ કુટુંબનાં એ સમાજના દીકરા કે દીકરીએ જોયેલા સપના પણ ભુલાય જાય છે અને આવી અણસમજો આપણાં મગજમાં ઘર કરી જાય છે.
આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ કારણોસર જો આવી નોબત આવી હોય તેનું નિરાકરણ લાવી શકાય છે. પરતું આપણી કરેલ હઠ ને કારણે આપણાં પરિવાર અને આપણાં દીકરા દીકરીના સપનાને એક અંધકાર તરફ લઈ જઇએ છે. આપણે આપણી સહનશક્તિ ગુમાવીએ છે, અરે સૌથી અગત્યની વાત તો એ છે કે આપણે અગત્યનો સમય પણ ગુમાવી દઈએ છીએ. જે કોઈ સમાજ, સંગઠન કે કોર્ટ પાછો લઈ આવી નથી શકતી.
ત્યારે સમયની સાથે સાથે આપણે આપણાં પરિવાર અને આપણી ખુશીને પણ ગુમાવી બેસીએ છે આપણે સૌ જાણીએ જ છે કે આ મનખો પાછો નથી આવતો છતા પણ ઘણી ગેરસમજોને લઈને આવા નિર્ણયો કરી બેસીએ છીએ.
બસ અહીંયા મારો કહેવાનો એક જ ઉદેશ છે કે આપણે આપણાં પરિવાર અને આપણાં સમય અને ખુશી ને બચાવીએ અને એક બીજાને સમજવા ના પ્રયાસો કરીએ અને આ છૂટા છેડા જેવી ભયાનક ગેર સમજો ને અટકાવી એક નવા જીવની શરૂવાત કરીએ.
No Comments