શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત મહેર જ્ઞાતિના યુવક યુવતીઓ માટે એક ખુલ્લા મંચ પર ઉપરોક્ત વિષય પર મુક્તપણે ચર્ચા કરવા એક ઓનલાઈન ઝુમ મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.

    આજે આપણા મહેર સમાજના અનેક યુવાન દિકરા દિકરીઓને તેમના ભાવી જીવનસાથી પસંદગી બાબત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાં સમકક્ષ વિચારો અને શૈક્ષણિક લાયકાત અનુસાર ભાવી જીવનસાથી પસંદગીએ આજના યુવાવર્ગ માટે એક યક્ષ પ્રશ્ન બનતો જાય છે તેમજ માતા પિતા માટે પણ પોતાના સંતાનોના યોગ્ય પાત્રની પસંદગી વિકટ બની રહી છે.

      આ બાબતે મહેર જ્ઞાતિના યુવક યુવતીઓને એક ખુલ્લા મંચ પર ઉપરોક્ત વિષય પર મુક્તપણે ચર્ચાઓ કરવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ઓનલાઈન વેબીનાર માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.

સમય પત્રક: તા. 2-08-2021 સોમવાર, સાંજે 7-00 કલાકે ( ભારતીય સમય)

આ ઓનલાઈન વેબીનારમાં જોડાવવા માટે નીચે મુજબની ઝુમ લીંક પર ક્લિક કરશોજી

https://us02web.zoom.us/j/85013715146?pwd=SnJtazZ6MDlvYnZUQXRQT0ZlUnVaZz09

Meeting ID: 850 1371 5146             Passcode: imsc
ઉપરોક્ત બાબતે વધુ માહિતી માટે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલયના મોબાઈલ 99 748 08900 પર સંપર્ક કરશોજી.

આર્ટિકલ સોર્સ: IMSC કાર્યાલય

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *