
આપણી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસના ઘડવૈયા શ્રી માલદેવ રાણા કેશવાલા ( પુજય માલદેવ બાપુ ) ની 137 મી જન્મ જયંતી શ્રી ઝુંડાળા મહેર સમાજ ખાતે ઉજવાઈ હતી. આપણી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે કટીબદ્ધ બની એક દિવ્યવાન જ્યોત બની મહેર જ્ઞાતિના વિકાસના ઘડવૈયા પૂજય માલદેવ બાપુની પ્રેરણાથી મહેર સમાજ માં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધ્યુ છે. તેમજ જ્ઞાતિના સામાજિક વિકાસ દ્વારા સમાજ આજ પ્રગતિના શિખરો સર કરી રહ્યુ છે.
પૂજય માલદેવ બાપુની 137મી જન્મ જયંતી નિમિતે યોજાયેલ ભાવાંજલિ કાર્યક્રમમાં પુજય માલદેવ બાપુના પૌત્ર શ્રી રણજીતભાઈ કેશવાલા તથા પૌત્રી શ્રીમતિ શાંતાબેન ભરતભાઈ ઓડેદરા દ્વારા પુ.બાપુની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યા હતા.
ત્યારબાદ ઝુંડાળા મહેર સમાજ તથા માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ હાજર જ્ઞાતિજનો દ્વારા દિપ પ્રજવલીત કરી પુ.માલદેવ બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી. તેમજ પુજય માલદેવ બાપુએ કંડારેલા જ્ઞાતિ વિકાસપથને માર્ગદર્શક બનાવી જ્ઞાતિનો ઉત્તરોતર વિકાસ થાય તેવા પ્રામાણિક પ્રયાસો આજીવન કરતા રહીશું તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ ભાવાંજલિ કાર્યક્રમમાં ઝુંડાળા મહેર સમાજના સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રીઓ સામતભાઈ ઓડેદરા, એભાભાઈ કડછા, મંત્રીશ્રી પરબતભાઈ ઓડેદરા, ઉપ મંત્રી ભીમભાઈ ગોરસીયા, ટ્રસ્ટીશ્રીઓ શ્રી હરભમભાઈ કેશવાલા, ખીમાભાઈ રાણાવાયા, વિરમભાઈ ઓડેદરા, શ્રી રણજીતભાઈ કેશવાલા, શ્રીમતિ શાંતાબેન ભરતભાઈ ઓડેદરા, નયનાબેન સિસોદિયા તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રીઓ શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટીશ્રી જયેન્દ્રભાઈ ખુંટી તથા જ્ઞાતિ આગેવાનો શ્રી રાણાભાઈ સીડા, શ્રી માત્રાભાઈ ઓડેદરા , શ્રી ખીમાભાઈ બાપોદરા, મનિષભાઈ બાપોદરા, શ્રી રામભાઈ ઓડેદરા (ગૃહપતિ) સહિતના જ્ઞાતિજનો હાજર રહ્યા હતા.
-આર્ટિકલ સોર્સ: IMSC કાર્યાલય



No Comments