
તા.09-08-2021 સોમવારના રોજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકાના પરડવા ગામ મુકામે જ્ઞાતિજનો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ.
આ મીટીંગમાં શ્રી વિમલજીભાઈ ઓડેદરા, શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી લાખાભાઈ કેશવાલા, શ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયા, અરજનભાઈ બાપોદરા, ગામના સરપંચશ્રી રાજુભાઈ ઓડેદરા, શ્રી દેવાભાઈ પરમાર તેમજ સમાધાન સમિતિના સભ્ય કરશનભાઈ ચૌહાણ, શ્રી રામદેભાઈ ગોઢાણીયા, શ્રી ગીગાભાઈ કેશવાલા, શ્રી રામાજીભાઈ ઓડેદરા, શ્રી વિજયભાઈ સુંડાવદરા, શ્રી હરદાસભાઈ ઓડેદરા, શ્રી માલદેભાઈ દાસા વગેરે હાજર રહ્યા હતા.
આજની મીટીંગમાં વક્તાઓ દ્વારા સંસ્થાની વિવિધ સમિતિઓ અને પ્રવૃતિઓ વિશે સ્થાનિક જ્ઞાતિજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ સમાધાન માટેની એક અરજીના સંદર્ભમાં સુખદ સમાધાન પણ કરાવવામાં આવેલ.
આ બેઠકમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આગામી સમયમાં યોજાનારા સમુહ લગ્નોત્સવ માટે જમણવારનો તમામ ખર્ચ પરડવા ગામના આગેવાન શ્રી દેવાભાઈ પરમાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

No Comments