શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વિદ્યાનગર અને બરોડા સહિતના વિસ્તારોના ભાઈઓ સાથે તા.૧૪–૦૮–ર૦ર૧ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સ્નેહ મિલનના મુખ્ય એજન્ડામાં જ્ઞાતિના શૈક્ષણિક વિકાસમાં પાયારૂપ વિદ્યાનગર ખાતે આવેલ શ્રી મહેર વિદ્યાર્થી ભવન સંસ્થાના ભાવી સંચાલન બાબતે, તાજેતરમાં ગાંધીનગર–અમદાવાદ ખાતે ઉચ્ચ સરકારી હોદાઓ પર નિમણુંક પામેલા જ્ઞાતિના તેજસ્વી યુવાનોનું સન્માન તેમજ હાલના સ્પર્ધાત્મક યુગમાં જ્ઞાતિનો શૈક્ષણિક અને સામાજિક વિકાસ બાબતે ચર્ચા વિચારણ પ્રમુખ સ્થાને રહયું હતું. જ્ઞાતિના શૈક્ષણિક ઘડવૈયા પુજય માલદેવ બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી આ સ્નેહ મિલનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલા જ્ઞાતિ આગેવાનો અને સંસ્થાના સભ્યોનું શબ્દો વડે શ્રી પરબતભાઈ ખિસ્તરીયાએ તેમજ આ સ્નેહ મિલનના મુખ્ય અતિથીગણ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, વિદ્યાનગર મહેર વિદ્યાર્થી ભવનના સંચાલક શ્રી બચુભાઈ સુત્રેજા, શ્રી દેવેનભાઈ કેશવાલા (IRS), શ્રી જીતેન્દ્રભાઈ વદર (જનરલ મેનેજર,એસ.ટી.વિભાગ) તેમજ શ્રી અજયભાઈ પરમાર (પોલીસ ઈન્સ્પેકટર)નું  અમદાવાદ–ગાંધીનગરના કાર્યકર્તા ભાઈઓએ પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું.

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખશ્રી ડો. વિરમભાઈ ગોઢિણીયા, પૂર્વ ઉપપ્રમુખશ્રીઓ શ્રી પરબતજીભાઈ ઓડેદરા, શ્રી રામભાઈ  ઓડેદરા, શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ–પોરબંદરના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરાએ આજરોજ સ્નેહ મિલન તેમજ વિદ્યાનગર મહેર વિદ્યાર્થી ભવનના સંચાલક શ્રી બચુભાઈ સુત્રેજા તેમજ જ્ઞાતિના તેજસ્વી યુવાનોને અભિનંદન સહ શુભકામનાઓનો સંદેશો પાઠવ્યો હતો.

જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસાર્થે પોરબંદરથી દુર ગુજરાતના શૈક્ષણિક હબ તરીકે ઓળખાતા વિદ્યાનગર ખાતે ઈ.સ.ર૦૦૦ના વર્ષમાં શ્રી ડો વિરમભાઈ ગોઢાણિયા, શ્રી ભરતભાઈ ઓડેદરા, શ્રી રામભાઈ ઓડેદરા તથા શ્રી પરબતજીભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ  શૈક્ષણિક બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું  હતું તેમજ આ ભવનના શૈક્ષણિક વિકાસની  જવાબદારી વડોદરા સ્થિત શ્રી બચુભાઈ સુત્રેજાને સર્વાનૂમતે સોંપવામાં આવી હતી અને જોત જોતામાં આજે ર૧ વર્ષ આ સંસ્થાને પૂર્ણ કરેલ અને તેમના સફળ સંચાલન હેઠળ જ્ઞાતિના રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીનું ઘડતર આ શૈક્ષણિક ભવનમાં કર્યુ હતું.પરંતુ છેલ્લા ઘણા સમયથી શ્રી બચુભાઈની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ સ્વેચ્છીક નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યકત  કરી હતી. હાલ સંચાલક સંસ્થા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા બચુભાઈ સુત્રેજાની સ્વૈચ્છીક નિવૃત્તિનો સ્વિકાર કરી આગામી સ્થાનિક વ્યવસ્થાપન ડો.મેણંદભાઈ ભોગેસરા અને શ્રી કેશુભાઈ ખુંટી સહિતની ટીમને સંસ્થાના સંચાલનની જવાબદારી સર્વાનૂમતે સોપવામાં  આવી હતી. તેમજ  વિદ્યાનગર સંસ્થાના શૈક્ષણિક  વિકાસના પાયાના પથ્થર સમા વડીલ અને પિતાતુલ્ય વ્યકિતત્વ ધરાવતા શ્રી બચુભાઈ સુત્રેજાને તેઓએ આપેલી ઉત્કૃટ સેવા બદલ સન્માન શિલ્ડ તેમ જ શાલ ઓઢાળી બહુમાન કરવામાં આવ્યુ હતું. આ તકે બચુભાઈ સુત્રેજાએ આ સંસ્થાના ક્રમિક વિકાસયાત્રાની ઝાંખી હાજર  જ્ઞાતિજનો  સમક્ષ  મુકતા  ભાવનાત્મક  વાતાવરણ  સર્જાયેલ  હતું. તેમજ ડો. મેણંદભાઈ  ભોગેસરાએ બચુભાઈનો  આભાર  વ્યકત  કરી  જણાવેલ  કે  બચુભા  સુત્રેજાએ  કંડારેલી  શૈક્ષણિક  વિકાસની કેડી પર ચાલી જ્ઞાતિના વિદ્યાર્થીઓના  ભાવી  ઘડતર માટે  પ્રયત્નશીલ રહીશું  સાથો સાથ તેમના તરફથી સમયાંતરે માર્ગદર્શન સાથે પ્રોત્સાહન મળતુ રહેશે તેવી ભાવના વ્યકત કરી હતી.
તાજેતરમાં અમદાવાદ–ગાંધીનગર ખાતે સરકારી ઉચ્ચ હોદા પર નિમણુંક પામેલા જ્ઞાતિના તેજસ્વી અને સફળ  યુવાન ભાઈઓનું પણ આ તકે સન્માન કરવામાં આવેલ હતું.જેમાં ભારતીય મહેસુલ સેવા(IRS)માં શ્રી દેવેનભાઈ એચ.કેશવાલાની ઈન્કમટેક્ષ કમિશ્નર તરીકે ગાંધીનગર ખાતે નિમણુંક પામતા તેઓશ્રીનું

સંસ્થાના  ઉપપ્રમુખ  શ્રી  સાજણભાઈ  ઓડેદરા  દ્વારા  શાલ  ઓઢાળી  તેમજ  રાજકોટ  સીટી  કાઉન્સીલના  પ્રમુખ શ્રી નાગેસભાઈ ઓડેદરાએ સન્માન શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા, સંસ્થાના ઉપપ્રમુખ તેમજ જ્ઞાતિના સૈા પ્રથમ એડિશનલ કલેકટર શ્રી જીતેન્દ્રભાઈ વદરની ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જનરલ મનેજર તરીકેની નિમણુંક થતા તેઓશ્રીને સંસ્થાના ઉપપ્રમુખ શ્રી આલાભાઈ ઓડેદરા દ્વારા શાલ ઓઢાળી તેમજ ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ બી.મોઢવાડિયાએ સન્માન શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા તથા ગુજરાત પોલીસ સેવા દળમાં શ્રી અજયભાઈ પરમારની ઈન્સ્પેકટર તરીકેની નિમણુંક થતા વડોદરા સીટી કાઉન્સીલના પ્રમુખ શ્રી પોપટભાઈ સુત્રેજાએ શાલ ઓઢાળી તેમજ મુંબઈ સીટી કાઉન્સીલના પ્રમુખ શ્રી દાસભાઈ ભાગેસરાએ સન્માન શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. મહેર જ્ઞાતિના આ ત્રણેય યુવાનોએ સ્વપ્રયત્ને પ્રાપ્ત કરેલી સફળતાથી સમસ્ત મહેર સમાજ ગૈારવની લાગણી અનુભવી રહયું છે. તેમજ તેઓની આ અદ્વિતિય સફળતાને હાજર જ્ઞાતિજનોએ વધાવી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. સરકારી ઉચ્ચ હોદા પર નિમણુંક પામતા જ્ઞાતિના આ યુવાનોએ જણાવેલું કે સરકારી ક્ષેત્રે કારરિર્દી બનાવવા જ્ઞાતિના યુવાવર્ગ માટે સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને પ્રથમ પગથિયુ બનાવી સફળતાની સીડી સર કરવા માટે ” યોગ્ય વાતાવરણ, સમયસર તક અને આંતરિક ઈચ્છા શકિતને જાગૃત્ત કરવી ” આજ જ સુત્રનો ઉપયોગ કરવાથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. તેમજ આ બાબતનું મહત્વ જાણી ટુંક સમયમાં પોરબંદર ખાતે એક લાઈબ્રેરી તેમજ વર્ગ–૩ની તૈયારીના કલાસીસ અને રાજકોટ ખાતે વર્ગ ૧ અને રના તૈયારીના કલાસીસ શરૂ કરવામાં આવશે.
આ તકે સ્નેહ મિલનમાં હાજર શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીના ઉપપ્રમુખશ્રીઓ સાજણભાઈ ઓડેદરાએ કૃષિ વિભાગ, શ્રી આલાભાઈ ઓડેદરાએ મહેર મેટ્રીમોનિયલ, શ્રી બચુભાઈ આંત્રોલીયાએ મહેર ઈતિહાસ પુસ્તકની રચના,શ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયાએ વિલેજ કાઉન્સીલની સોંપવામાં આવેલી પોતાની પ્રવૃત્તિઓ અને કામગીરી વિશે હાજર જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા. તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક વ્યકતવ્યમાં સૈા પ્રથમ શ્રી બચુભાઈ સુત્રેજાને એમની જ્ઞાતિ પ્રત્યેની કાર્યનિષ્ઠા તેમજ વિદ્યાનગર મહેર વિદ્યાર્થી ભવનના વિકાસ કાર્ય માટે તેમની સફળ કામગીરી બદલ ધન્યવાદ સાથે આભાર વ્યકત કયો હતો તેમજ ભવિષ્યમાં જ્યારે જરુર પડશે ત્યારે આપનું માર્ગદર્શન ચોક્કસ પણે અમોને મળતુ રહશે તેવી અભ્યર્થના પણ વ્યક્ત કરી હતી. તેમજ વિદ્યાનગર વિદ્યાર્થી ભવનના સંચાલન સંભાળનાર ટીમના ડો. મેણંદભાઈ ભોગેસરા, શ્રી કેશુભાઈ ખુંટી તથા શ્રી ગોગનભાઈ ખુંટી તેમજ સમગ્ર ટીમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્ઞાતિના યુવાનોએ ખુબ જ સંઘર્ષ કરી સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદા પર નિમણુંક પામી સમગ્ર મહેર સમાજને ગૌરવિંત કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને આપણી જ્ઞાતિના આગામી શૈક્ષણિક વિકાસ માટે ભાઈ શ્રી બચુભાઈ સુત્રેજા, શ્રી દેવેનભાઈ કેશવાલા, શ્રી જીતેન્દ્રભાઈ વદર તથા શ્રી અજયભાઈ પરમારને એ આપણી આગામી પેઢીના શૈક્ષણિક વિકાસના રોલ મોડેલ કહી શકાય, જ્ઞાતિના યુવાન દિકરા દિકરીઓને જરૂરી યોગ્ય વાતાવરણ સાથે સમયાંતરે જરૂરી માર્ગદર્શનની સાથે પ્રોત્સાહન પુરુ પાડવું એ આપણા સૈાની જવાબદારી છે અને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાનું આ જ ધ્યેય સાથે દરેક સીટી અને દેશ સાથે જોડી જ્ઞાતિનો સર્વાંગી વિકાસ કેવી રીતે સાધી શકાય તે માટે પ્રયત્નશીલ બન્યો છું. જેમા આપ સૈા ભાઈઓના સાથ–સહકારની ખાસ જરૂરીયાત રહેશે. હું નહિ પણ આપણે સૈા સાથે મળી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેશું તેવી ખાતરી આપી આ સ્નેહ મિલનના માધ્યમથી તમામ પ્રવૃતિઓ જ્ઞાતિજનો સુધી લઈ જવી છે. સંસ્થાના પ્રમુખશ્રીના આ સંકલ્પને સૈા કોઈએ સ્વિકારી પોતાની યથા શકિત મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી. સ્નેહમિલનની આભાર વિધી અમદાવાદ ગાંધીનગર સીટી કાઉન્સીના પ્રમુખ શ્રી અર્જૂનભાઈ કડેગીયાએ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી શ્રી મેહુલભાઈ થાનકીએ કર્યું હતું.  આ સ્નેહમિલનના અંતે સૈાએ સાથે ભાવપૂર્વક ભોજન કયું હતું. ગાંધીનગર સર્ક્રિટ હાઉસ ખાતે સુંદર વ્યવસ્થા આપણા ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખિરીયા તેમજ કિશોરભાઈ ગોઢાણીયાએ ગોઠવી આપી હતી આ તકે તેઓશ્રીનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, વિદ્યાનગર મહેર વિદ્યાર્થી ભવનના સંચાલક શ્રી બચુભાઈ સુત્રેજા, શ્રી દેવેનભાઈ કેશવાલા (IRS), શ્રી જીતેન્દ્રભાઈ વદર (જનરલ મેનેજર, GSRTC)  તેમજ શ્રી અજયભાઈ પરમાર (પોલીસ ઈન્સ્પેકટર) સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ સાજણભાઈ  ઓડેદરા, શ્રી બચુભાઈ આંત્રોલીયા, શ્રી આલાભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ બી.મોઢવાડિયા, સંસ્થાના ટ્રસ્ટી શ્રી અરજનભાઈ ખિસ્તરીયા, ગાંધીનગરથી શ્રી વિપુલભાઈ ઓડેદરા, અમદાવાદથી શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, મુંબઈ સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી શ્રી દાસભાઈ ભાગેસરા, રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ શ્રી નાગેસભાઈ ઓડેદરા, વડોદરા સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી પોપટભાઈ સુત્રેજા, શ્રી સુરાજીભાઈ ઓડેદરા, શ્રી કાનાભાઈ ઓડેદરા, શ્રી લક્ષ્મણભાઈ ઓડેદરા, શ્રી અરજનભાઈ કારાવદરા, શ્રી ઉર્મલભાઈ ઓડેદરા, વિદ્યાનગરથી ડો. મેણંદભાઈ ભોગેસરા, શ્રી કેશુભાઈ ખુંટી, શ્રી ગોગનભાઈ ખુંટી, રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ શ્રી નાગેસભાઈ ઓડેદરા, રાજકોટ મહેર સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ ઓડેદરા,  ઉપપ્રમુખ શ્રી વિંઝાભાઈ ઓડેદરા, ડો.લીલાભાઈ કડછા, સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી અર્જુનભાઈ કડેગીયા, ડો. દિલીપભાઈ ઓડેદરા, શ્રી કેશુભાઈ કેશવાલા તેમજ શ્રી કાળુભાઈ ઓડેદરા, શ્રી ધીરુભાઈ મોઢવાડિયા, શ્રી અરભમભાઈ મોઢવાડિયા, શ્રી નેભાભાઈ કડેગીયા તથા ગાંધીનગરથી શ્રી પરબતભાઈ ખિસ્તરીયા, શ્રી લખુભાઈ ઓડેદરા, શ્રી બાબુભાઈ મોઢવાડિયા, શ્રી તેજસભાઈ ઓડેદરા, શ્રી જેતાભાઈ મોડેદરા, શ્રી લખમણભાઈ ઓડેદરા, શ્રી ભાવેશભાઈ તરખાલા, શ્રી વિજયભાઈ ઓડેદરા, શ્રી વિશાલભાઈ આગઠ, શ્રી એભાભાઈ, શ્રી જયમલભાઈ ઓડેદરા તથા શ્રી ભીમભાઈ ઓડેદરા, શ્રી રામભાઈ ઓડેદરા, શ્રી મુરુભાઈ ઓડેદરા, શ્રી પ્રતાપભાઈ ઓડેદરા, શ્રી ચેતનભાઈ ઓડેદરા, શ્રી તિર્થરાજભાઈ બાપોદરા, શ્રી ચિરાગભાઈ ખિસ્તરીયા, સંસ્થાના સેક્રેટરી શ્રી મેહુલભાઈ થાનકી વગેરે હાજર રહ્યા હતા.
(આર્ટિકલ સોર્સ: IMSC કાર્યાલય)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *