Artical by રણજીત ઓડેદરા, કિંગડોમ ઓફ બેહરીન

વ્યસન કેવો જોડિયો શબ્દ છે પરંતુ તેનું કામ ફક્ત ને ફક્ત તોડવાનું જ છે, જે આપણે સૌ જાણીએ જ છે. કારણ કે વ્યસન કાં તો આર્થિક રીતે તોડે છે અને કાં તો શારીરિક રીતે.

        ઘણા લોકો માને છે કે વ્યસન એક એવી ભયંકર પરિસ્થિતિ સર્જે છે કે જે વ્યસની ના મગજ તેમજ તેના સ્વભાવમાં પણ ફેર પાડી દેતું હોય છે. અને ઘણા વ્યસનનો તો એવા છે કે તે વિચિત્ર પ્રકારની હરકતો કરવા માટે મજબૂર કરી દે છે,  કદાચ વ્યસન સાથે સંકળાયેલા વ્યક્તિ ભલે ઉચ્ચ પરિવારના સભ્યો હોય તો પણ તે નીચલા સ્તરનો બની જાય છે. અને પોતે પોતાની બરબાદીને આમંત્રણ આપે છે.

       જેમ મેં વાત કરી કે વ્યસન માણસ ને આર્થિક અને શારીરિક રીતે તોડી નાખે છે અને તેને ધીમે ધીમે બધી રીતે કંગાળ બનાવી નાખે છે. અને ખુદના શરીર ને પણ થકવી નાખે છે. વ્યસન તો એક તન, મન અને ધન ને બરબાદ કરવા માટે નું શસ્ત્ર સમાન છે.

         અરે મિત્રો કહેતા અફસોસ પણ થાય છે કે હવે તો સ્ત્રીઓ પણ વ્યસન નો ભોગ બને છે, ઘણા આવા વ્યસનો જેવા કે છીંકણી,બીડી-સિગારેટ કે દારૂ કે પછી ગુટકા-તંબાકુ જેવા વ્યસનનો કરી બેસે છે,આ વ્યસન તેના આરોગ્યને જ નહીં પરતું આવનારી પેઢીને તેમજ સંતાનોને પણ જોખમ બની રહે છે.  ઘણા લોકો વ્યસનનો ભોગ બનીને મોટી બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે, અને વ્યસની વ્યક્તિ તો તેવા પણ ઉદાહરણ આપે છે કે જેને વ્યસન નથી તેવા વ્યક્તિઓ પણ બીમારી ના ભોગ બને છે પરતું તે જાણતા નથી કે ૧૦૦ માથી ૧૫ લોકો તેવા નીકળે છે જ્યારે વ્યસન ના ભોગ બનેલાં ૧૦૦ માથી ૭૦ લોકો નીકળતા હોય છે અને મોટી બીમારી નો ભોગ બને છે.

            આ વાત ઉપરથી મને મારો એક કિસ્સો યાદ આવી રહ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક હું પણ એક સમયે વ્યસન નો ભોગ બનેલ હતો. પરિવાર માં ખૂબ ભરોસો અને ડગલેને પગલે ભરોસો કે મારાથી વ્યસન ખૂબ દૂર હશે.એક દિવસ મિત્રોની મહેફિલની સાથે રાત્રે ખૂબ મોડું થઈ ગયું, ઘરના સભ્યો ચિંતિત. સવાર પડ્યું બધાં ઘરો અને પરિવારમાં સાથે નાસ્તો હોય કે પછી જમવાનું સાથે બેસીને કરવાની એક રૂઢિ હોય છે તેવીજ રીતે અમે બધાં સાથે નાસ્તા માં બેઠેલા. ગઈ રાત ની વાત હજી પૂરી નથી થઈ, મમ્મી ની ચિંતા એક બીક તરફ જઈ રહેલ પરતું પપ્પા ને અઢળક વિશ્વાસ કે ભલે મોળો આવ્યો હોય, તેનામાં કોઈ બીજી કુટેવ નથી તે ભરોસો અને તેના મારા પર રાખેલ વિશ્વાસ ને જોઈ મારા મને મારા જીવનને હું દોષિત કહેવા માંડ્યો અને ગઈ રાત્રે કરેલ વ્યસનની વાત દિલ ખોલી ને નજર ઝૂકાવી સામે મુકેલી અને અંતરની બુરાઈ ને કાઢી ને માફી માગી અને હકીકત સ્વીકારી લીધી અને ત્યાર પછી આ કુટેવ ને સાઈડ કરી અને એક ભરપૂર ભરોસો પપ્પાને આપી અને એક સારા જીવન તરફ જિંદગીને વાળી ને એક સારા જીવનને જીવવાનો આનંદ માણી રહ્યો છું મિત્રો.
            કહેવાનો હેતુ એ છે કે વ્યસન એક એવુ જળ છે કે જે તમારા ઉપર ખુદ કરતા પણ વધારે ભરોસો રાખનાર વ્યક્તિને પણ તમારાથી દૂર કરી દે છે. અને એક સમય એવો આવશે કે આપણે આપણી ભૂલ સમજાશે અને પાછું વળવું હશે પૂરતું ફરી પાછું વળી નહીં શકાય અને ખૂબ મોડું થઈ જશે.

            વાતો તો ઘણી છે પરતું અહીં મારી વાત પૂરી કરીને અને આટલું જરૂર કહીશ કે.
                                  વ્યસન જો કરવું હોય તો માતૃભૂમિનુ કરીએ.
                              વ્યસન
જો કરવું હોય તો સમાજ નું કરીએ.
                             વ્યસન
જો કરવું હોય તો પરિવાર નું કરીએ.
                             વ્યસન
જો કરવું હોય તો તંદુરસ્તી નું કરીએ.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *