
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ઘેડ વિસ્તારના મહિયારી અને બરડા વિસ્તારના દેગામ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીના કલાસીસની સફળતા બાદ કુતિયાણા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે તા.૦૭–૦૯–ર૦ર૧ને મંગળવારના રોજ શ્રી એસ.એમ.જાડેજા આર્ટસ અને કોમર્સ કોલેજ કુતિયાણા ખાતે શુભારંભ કરવામાં આવેલ હતો.
મહેર જ્ઞાતિના સંત શિરોમણી અને શિક્ષણના હિમાયતી પૂજય શ્રી માલદેવ બાપુની પ્રતિકૃતિ સમક્ષ દિપ પ્રજવલીત કરી આ કલાસીસની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેમજ કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા હાજર મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.
આ પ્રસંગ સંસ્થાના ઉપપ્રમુખશ્રી સાજણભાઈ ઓડેદરાએ તેમના વકતવ્યમાં જણાવેલ કે ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી સાથે હાલના સમયની માંગ પ્રમાણે સરકારી ક્ષેત્રે નોકરી પ્રાપ્ત કરવા સ્પર્ધાત્મક પરિક્ષા બાબતે જાગૃતિ લાવવી ખાસ જરૂરી છે તેમજ વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરી પોતાની કારર્કીદીનું ઘડતર કરવા જણાવેલ હતું.
સંસ્થાના ઉપપ્રમુખશ્રી બચુભાઈ આંત્રોલીયાએ તેમના વકતવ્યમાં જણાવેલ કે સ્પર્ધાત્મક પરિક્ષાના કલાસીસ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં ચાલતા હોય છે અને મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ આ કલાસીસથી વંચીત રહી જતા હોય છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે આ બાબતને ધ્યાન પર લઈ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે તેમના વિસ્તારમાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગે માર્ગદર્શન તેમજ તૈયારી અંગેના કલાસીસનો લાભ મળી શકે તેવા શુભ આશયથી ઘેડ વિસ્તારના મહિયારી ગામ અને બરડા વિસ્તારના દેગામ ખાતે સફળતાપૂર્વક કલાસીસ ચલાવી હાલ કુતિયાણા વિસ્તારના દરેક જ્ઞાતિ વિદ્યાર્થીઓને લાભ મળી શકે તેવા હેતુથી કુતિયાણા ખાતે સ્પર્ધાત્મક કલાસીસની શુભ શરૂઆત કરવામાં આવે છે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ વધુને વધુ ભાગ લે તેવી જાહેર અપિલ કરી હતી.
સંસ્થાના ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયાએ જણાવેલ કે શિક્ષણ અને પારિવારીક ભાવના બંનેનો એક સમાન વિકાસ થવો જોઈએે. જેમાં બાળપણથી પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે રહીને મેળવે તે ખુબ જ આવશ્યક છે. ખોટી દેખાદેખીમાં નાના બાળકોને ઘરથી દૂર અભ્યાસાર્થે મોકલતા તેઓ બાળપણથી જ પારિવારીક ભાવનાથી વંચીત રહી જાય છે. અને પરિવારના લાગણી, હુંફ તેમજ સંસ્કારોથી દૂર થઈ જાય છે અને પરિણામે બાળક પરિવારથી વિમુખ બને જાય છે. તે માટે બાળકનું પ્રાથમિક શિક્ષણ પરિવારની સાથે રહીને મેળવે તે ખાસ આવશ્યક છે.
એસ.એમ.જાડેજા કોલેજના પ્રિન્સીપાલ ડો.નવઘણભાઈ ઓડેદરાએ આજે કોલેજ શિક્ષણનો પ્રથમ દિવસ હોવાથી સૈાપ્રથમ વિદ્યાર્થીઓને આવકાર્યા તેમજ આમંત્રિત મહેમોનોનું સમગ્ર કોલેજ પરિવાર વતી સ્વાગત કયુ હતું સાથે તેઓએ જણાવેલ કે આજે વિદ્યાર્થી સરકારી નોકરી મેળવવાનું સપનુ જોઈ રહયો છે પરંતુ આ સરકારી ક્ષેત્રે નોકરી મેળવવા માટે શું શું તૈયારીઓ અને પરિશ્રમ કરવો પડે છે તે અંગે તદન અજાણ હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદર વિસ્તારના વિદ્યાર્થીઓની કારર્કીદીના ઘડતર માટે સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શન અને તૈયારીના કલાસીસની શરૂઆત કરી છે તે બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આજના યુગમાં શિક્ષણની સાથે સંસ્કારનું ઘડતર પણ ખાસ જ જરૂરી બન્યુ છે. ઉચ્ચ શિક્ષણ સાથે સારા સંસ્કારો પણ શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતરમાં મદદરૂપ બને છે. આ વિસ્તારના વધુને વધુ વિદ્યાર્થીઓ આસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના કલાસીસનો લાભ લેશે તેવા કોલેજ વતી પ્રયત્નો કરીશું.
આ સ્પર્ધાત્મક પરિક્ષાના તજજ્ઞ શિક્ષક શ્રી કેશવભાઈ કેશવાલાએ વિદ્યાર્થીઓને આજના સ્પર્ધાત્મક યુગની માહિતગાર કરી ભવિષ્યમાં કેવી રીતે તૈયારીઓ કરી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકાય તે બાબતથી હાજર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ તેમના ટેલીફોનિક મેસેજથી જણાવેલ કે આ સંસ્થાની સ્થાપનાથી લઈ હમેશા શિક્ષણ એ પ્રમુખ એજન્ડામાં રહયું છે અને તે ક્ષેત્રે સંસ્થા અવિરતપણે કામગીરી કર્યા રાખશે. કોઈપણ જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ હંમેશા પાયાની ભુમિકા ભજવે છે, આ માટે જાગૃતિ લાવવી ખાસ આવશ્યક છે અને આ દિશામાં જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસના કાર્યોમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યરત છે. તેમજ આ કલાસીસનો લાભ કુતિયાણા તથા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીર્ઓ મહતમ લાભ લેશે. આ કલાસીસમાં જોડાયેલા વિદ્યાર્થીઓનો આવકાર્યા સાથે આ કલાસીસ માટે શૈક્ષણિક સંકુલની વ્યવસ્થા કરી આપવા બદલ શ્રી એસ.એમ.જાડેજા કોલેજ પરિવારનો આભાર માન્યો હતો.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ અને શિક્ષણવિદ ડો.વિરમભાઈ ગોઢાણીયાએ તેમના વકતવ્યમાં જણાવેલ કે આજના જ્ઞાનના વિષ્ફોટના યુગમાં દરેક સ્થાને જ્ઞાન, શિક્ષણ અને હરિફાઈની વાતો થાય છે. ત્યારે દરેક યુવા વિદ્યાર્થીઓ પોતાની કારર્કીદીના ઘડતરમાં શિક્ષણની સાથે સ્કીલ બેઈઝ શિક્ષણ પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.શિક્ષણ એ કોઈ એક ક્ષેત્રનું જ્ઞાન છે, જયારે સ્કીલ તે જ્ઞાનનો વ્યવહારીક ઉપયોગ કરતા શિખવે છે. તેથી વિદ્યાર્થીઓએ તે બાબતને ધ્યાનમાં રાખી તેમનામાં પડેલ સ્કીલને ઓળખી તે દિશામાં પ્રયત્નો શરૂ કરવા જોઈએ જેથી આવનારા સમયમાં પોતાની કારર્કીદીમાં ધારી સફળતા પ્રાપ્ત કરી શકશે. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા શરૂ કરાયેલ આ સ્પર્ધાત્મક પરિક્ષાના કલાસીસ શરૂ કરવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ તેમની ટીમને અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી. તેમજ આ કલાસીસમાં જોડાયેલા વિદ્યાર્થીઓને તેમની કારર્કીદીના શ્રેષ્ઠ ઘડતર માટે પ્રોત્સાહિત કરી આર્શિવાદ પાઠવ્યા હતા.
આ સ્પર્ધાત્મક કલાસીસના શુભારંભ કાર્યક્રમમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખશ્રી ડૉ. વિરમભાઈ ગોઢાણિયા, ઉપપ્રમુખશ્રીઓ સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલિયા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, કોલેજના પ્રિન્સિપાલ ડો. નવઘણભાઈ ઓડેદરા, કોલેજના ટ્રસ્ટીશ્રી કેતનભાઈ મોડેદરા, ભીમભાઈ મોડેદરા, ઠેબાભાઈ ચૌહાણ, વિજયભાઈ સુંડાવદરા, નેભાભાઈ ગોરસેરા, સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસીસના તજજ્ઞ શ્રી કેશવભાઈ કેશવાલા, રણજીતભાઈ કેશવાલા, જીતુભાઈ ઓડેદરા, મેહુલભાઈ થાનકી, કોલેજના અધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે આભારવિધી સંસ્થાના સમાધાન સમિતિના સક્રીય સભ્ય શ્રી વિજયભાઈ સુંડાવદરાએ કરી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી શ્રી મેહુલભાઈ થાનકીએ કયુ હતું. (આર્ટીકલ સોર્સ: IMSC કાર્યાલય)

No Comments