હાલ જામખંભાળીયાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા મુળ આંત્રોલી (માંગરોળ) ગામના વતની અને હાલ પોરબંદર નિવાસી શ્રી સંજય કેશવાલાએ યુનીયન પબ્લીક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ (મેઈન) પરીક્ષા 368 માં ક્રમે પાસ કરીને જુનાગઢ-પોરબંદર જિલ્લા સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. શ્રી સંજય કેશવાલાએ સામાન્ય પરિવારમાં જન્મ લઈને સ્વબળે આગળ વધીને સૌ પ્રથમ ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવાયેલ ‘ગુજરાત વહીવટી વર્ગ-૧’ ની પરીક્ષા પાસ કરીને નાયબ કલેક્ટર તરીકે નિમણુંક મેળવી. ત્યાર બાદ વર્ષ 2020 માં UPSC દ્વારા લેવાયેલ અખિલ ભારતીય સેવા વર્ગ-૧ માટે ની પરીક્ષામાં 368 મો ઉચ્ચ ક્રમ પ્રાપ્ત કર્યો છે. શ્રી સંજય કેશવાલા સંભવીત રીતે IAS કે IPS કેડરમાં પસંદગી પામીને આજના યુવક-યુવતીઓ માટે દિવાદંડી સમાન સફળતા મેળવી છે. શ્રી સંજ્ય કેશવાલાને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ!
No Comments