રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાયેલા જીવનસાથી પસંદગી સંમેલનની સફળતા બાદ તા.ર૬–૦૯–ર૦ર૧ને રવિવારના રોજ પોરબંદર ખાતે શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ખાતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત મહેર જ્ઞાતિના યુવક યુવતીઓ માટેનો જીવનસાથી પસંદગી સંમેલન યોજાયો હતો.
જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક સુધારાના પથદર્શક પુજય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં તેમની પ્રતિકૃતિ સમક્ષ જ્ઞાતિના આગેવાનો અને કાર્યકર્તા ભાઈ બહેનો દ્વારા દિપ પ્રજવલીત કરી આ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલાના ઉપપ્રમુખ તેમજ જીવનસાથી પસંદગી સમિતિના અધ્યક્ષશ્રી આલાભાઈ ઓડેદરાએ આ પસંદગી સમેલનમાં જોડાયેલા લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ તેમજ તેમના માતા પિતા તેમજ જ્ઞાતિ મહાનુભાવો તેમજ કાર્યકર્તા ભાઈઓ બહેનોનું શબ્દોથી સ્વાગત કરી તેઓએ જણાવેલું કે હાલના સમયની માંગ પ્રમાણે દરેક જ્ઞાતિ અને સમાજમાં તે મુજબનો બદલાવ સ્વીકારવો જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા જ્ઞાતિના યુવક યુવતીઓને તેમની સમકક્ષ યોગ્ય જીવનસાથીની પસંદગી મળી રહે તેવા ઉમદા હેતુથી આ પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી અને જ્ઞાતિના શૈક્ષણિક વિકાસના હિમાયતી ડો.વિરમભાઈ ગોઢાણીયાએ પોતાના પ્રાસંગીક વકતવ્યમાં જણાવેલ કે પૂજય માલદેવ બાપુએ શરૂ કરેલા જ્ઞાતિ વિકાસના કાર્યોને આગળ ધપાવી જ્ઞાતિ સેવા કરવાની મને સુંદર તક મળી છે તે મારુ સૈાભાગ્ય માનું છું. છેલ્લા પાત્રીસેક વર્ષથી મહેર જ્ઞાતિમાં અને આપણા વિસ્તારમાં શૈક્ષણિક વિકાસ થાય તે માટે જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક સંસ્થાઓ સાથે મળી શૈક્ષણિક સંકુલો સ્થાપી જીવનમાં શિક્ષણના મહત્વનો પ્રચાર પ્રસારથી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. અને હાલ આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણનું શ્રેષ્ઠ ધડતર થઈ રહયું છે. શિક્ષણ એટલે યોગ્ય સમજણ અને સમજણ એટલે વિકાસનું પ્રથમ પગથીયુ છે. તેમજ આજના સમય મુજબ સામાજિક પરિવર્તનનો સ્વીકાર કરવો એ પણ ખાસ આવશ્યક છે. જો આ બાબત આપણે કેળવશુ તો આપણા મહેર સમાજનો વિકાસ વેગવંતો બનાવીશું. મને વિશ્વાસ છે કે આપ સૌ જ્ઞાતિજનો આપના સંતાનોમાં શિક્ષણરૂપી સમજણના બીજ રોપશો અને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પણ આ બાબતે હરહમેશ કાર્યરત છે. આપણે સૈા સાથે મળીને એક શિક્ષિત સંગઠન અને શિક્ષિત સમાજની રચના કરીએ. આ સંમેલનમા હાજર યુવક યુવતીઓને પોતાના ભાવી જીવન સાથીની યોગ્ય પસંદગી મળી રહેશે તે માટે શુભેચ્છા સાથે આર્શિવાદ પાઠવ્યા હતા તેમજ સંસ્થા દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનના આયોજન બદલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ તમામ ઉપપ્રમુખશ્રીઓને તથા કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ સંમેલનના આયોજન બદલ શુભકામના પાઠવી હતી.
સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ આ પ્રસંગે યુકેથી ઝુમ મીટીંગના માધ્યમથી જોડાઈ બહોળી સંખ્યામાં જોડાયેલા લગ્ન ઈચ્છુક દિકરા દિકરીઓ તેમજ તેમના માતા પિતાને આવકાર્યા હતા તથા સંસ્થાના આ સામાજિક પરિવર્તનના કાર્યોમાં પ્રોત્સાહિત કરવા હાજર રહેલા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ આગેવાનોને આવકારીને પોતાના વકતવ્યમાં જણાવેલ કે સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી ડો વિરમભાઈ ગોઢાણીયા તેમજ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા જ્ઞાતિના શૈક્ષણિક વિકાસમાં ખુબ જ સરાહનિય કાર્યો કર્યા છે અને આજે જ્ઞાતિમાં આ શિક્ષણનો વિકાસ આપણે સૈા જોઈ શકીએ છીએ. શૈક્ષણિક અને સામાજિક વિકાસ એ એક જ સિકકાની બે બાજુ છે. જ્ઞાતિના શૈક્ષણિક વિકાસની સાથે સામાજિક વિકાસ સાધી જ્ઞાતિના સર્વાંગી વિકાસ સાધવા તેમજ જ્ઞાતિજનોને આ વિકાસ કાર્યોમાં જોડી સંગઠનને વિસ્તૃત કરવાની ભાવના સાથે સામાજિક પરિવર્તનને ધ્યાનમાં રાખી સર્વાનૂમતે શ્રી મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થામાં માળખાગત સુધારા કરીને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલમાં રૂપાંતરીત કરવામાં આવેલ છે. હાલ આ સંસ્થાના શૈક્ષણિક અને સામાજિક વિકાસના કાર્યો વેગવંતા બને તેવા શુભ આશયથી જ્ઞાતિ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓનું વિભાજન કરી સંસ્થાના દરેક ઉપપ્રમુખશ્રીઓને અને વિવિધ સમિતિઓને કામગીરી સોપવામાં આવી છે. સમાજ અને જ્ઞાતિ વિકાસના પાયામાં મજબુત સંગઠન રહેલું છે તો આવો આપણે સૌ મહેર જ્ઞાતિજનો સંગઠીત થઈએ અને જ્ઞાતિના સર્વાંગી વિકાસમા એક સાથે કાર્ય કરી “અનેકતામાં એકતા”ના સુત્ર ચરિતાર્થ કરીએ. આ સંમેલનના સફળ આયોજનમાં રાત દિવસ દોડી રહેલા કાર્યકર્તા ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી માલદેવ રાણા મહેર સમાજ ઝુંડાળા જ્ઞાતિ ભવનના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરાએ પોતાના સંદેશા દ્વારા આ જીવનસાથી પસંદગી સંમેલનમાં હાજર રહેલા જ્ઞાતિના યુવક યુવતીઓને શુભકામના સાથે આર્શિવાદ પાઠવ્યા હતા.
દેશ વિદેશથી કુલ ૨૮૫ યુવક યુવતીઓએ આ પસંદગી સંમેલન માં જોડાવા અરજી કરી હતી તેમાંથી ૧૯૧ જેટલા યુવક યુવતીઓ આ જીવનસાથીની પસંદગી સંમેલનમાં હાજરી આપી હતી, હાજર યુવક યુવતીઓએ સ્ટેજ પરથી પોતાનો તેમજ પરિવારનો પ્રારંભિક પરિચય આપ્યો હતો અને આ પરિચય બાદ તેઓની પસંદગી મુજબના લગ્ન ઈચ્છુક અને તેમના પરિવારજનો સાથે સંસ્થા દ્વારા પ્રારંભિક મુલાકાત પણ સ્થળ ઉપર ગોઠવવામાં આવી હતી. આ સંમેલનમાં સૈા માટે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સંમેલનમાં સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી ડો. વિરમભાઈ ગોઢાણીયા, યુકેથી ઝુમ મીટીંગના માધ્યમથી સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા,કુતિયાણા રાણાવાવ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા,જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજશીભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, નાગાજણભાઈ ઓડેદરા, સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ આલાભાઈ ઓડેદરા, સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા,લાખાભાઈ કેશવાલા,નવધણભાઈ બી. મોઢવાડિયા, નવઘણભાઈ એલ.મોઢવાડિયા,ઝુંડાળા મહેર સમાજના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા તેમજ ટ્રસ્ટી ખીમાભાઈ રાણાવાયા અને વિરમભાઈ ઓડેદરા,મહેર શકિત સેનાના રાણાભાઈ ઓડેદરા ,લીલાજીભાઈ ઓડેદરા,માલદેભાઈ ઓડેદરા,દેવાભાઈ કડછા,કીરીટભાઈ વિસાણા, જેઠાભાઈ ઓડેદરા , દિનેશભાઈ ઓડેદરા, ખીમાભાઈ બાપોદરા,શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટી સામતભાઈ સુંડાવદરા, દેવાભાઈ ભુતિયા, અરજનભાઈ ખિસ્તરીયા, જયેન્દ્રભાઈ ખુંટી, તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ દેવીબેન ભુતિયા,ઉપપ્રમુખ માયાબેન ઓડેદરા તેમજ રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ તેમજ જીવનસાથી પસંદગી સમિતિના કન્વીનર નાગેસભાઈ ઓડેદરા, પ્રો. વસ્તાભાઈ મોઢવાડિયા, ડો. લીલાભાઈ કડછા,ડો.રાજીબેન કડછા,જુનાગઢ સીટી કાઉન્સીલના પ્રમુખ રાજુભાઈ રાતિયા,રાજુભાઈ ઓડદરા,નાથાભાઈ આગઠ, રામભાઈ બાપોદરા, ધીરુભાઈ દાસા, લીલાભાઈ પરમાર,મનિષભાઈ ગરેજા,રામભાઈ કડછા, તારાબેન ખુંટી, ઓસ્ટ્રેલીયાથી ભાવનાબેન ઓડેદરા, જામનગરથી રેણુંકાબેન કેશવાલા, લીલુબેન મોઢવાડિયા,અમદાવાદથી શોભનાબેન ખિસ્તરીયા, ભાણવડથી અનિલભાઈ ઓડેદરા , ગ્લોબલ મહેર કાઉન્સીલ તરફથી માલદેભાઈ ઓડેદરા તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના મહિલા મંડળમાંથી જયાબેન કારાવદરા, ગીતાબેન વિસાણા,કિરણબેન ઓડેદરા,હિરાબેન રાણાવાયા, રેખાબેન આગઠ, રાંભીબેન ઓડેદરા, પુતિબેન મોઢવાડિયા,રમાબેન ભુતિયા, લાખીબેન ખુંટી,હિરાબેન ગોરાણીયા, જાગૃતિબેન સિસોદિયા, નિતાબેન બોખિરીયા, મંજુબેન કારાવદરા,કિરણબેન ભુતિયા, રાજીબેન કારાવદરા, લીલુબેન ટીંબા તેમજ ભાઈઓમાં દેવાભાઈ ઓડેદરા,રાણાભાઈ સીડા,ભોજાભાઈ આગઠ, કરશનભાઈ ઓડેદરા, હમીરભાઈ ખિસ્તરીયા, બાબુભાઈ કારાવદરા, રામભાઈ ઓડેદરા, ભુરાભાઈ કારાવદરા, પ્રવિણભાઈ બોખિરીયા, પુંજાભાઈ ઓડેદરા,ભીમભાઈ મોઢવાડિયા,પૃથ્વીપાલભાઈ વિસાણા,રાજુજીભાઈ ઓડેદરા, કેશુભાઈ વાઘ, પોપટભાઈ ખુંટી, ભરતભાઈ બી. કારાવદરા, પ્રતાપભાઈ કારાવદરા, કેશવભાઈ કેશવાલા, ભરતભાઈ એમ. કારાવદરા, રણજીતભાઈ સુંડાવદરા, કરણભાઈ દિવરાણીયા,રામભાઈ ખુંટી, અરભમભાઈ ઓડેદરા સંસ્થાના સેક્રેટરી મેહુલભાઈ થાનકી, ભરતભાઈ ઓડેદરા સહિતના કાર્યકર ભાઈઓ બહેનો હાજર રહયા હતા. તેમજ અમદાવાદથી અર્જુનભાઈ કડેગીયાએ પણ આ સંમેલનની સફળતા માટે ખુબ મહેનત ઉઠાવેલ. કાર્યક્રમના અંતે સંસ્થાના ઉપપ્રમુખ નવધણભાઈ બી. મોઢવાડિયાએ જ્ઞાતિ હિતના કાર્યોમાં પ્રોત્સાહન આપી આ સંમેલનમાં નિઃસ્વાર્થભાવે પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો આભાર વ્યકત કર્યો હતો. આ સમેલનનું સુંદર સ્ટેજ સંચાલન પોપટભાઈ ખુંટી અને લાખીબેન ખુંટીએ કર્યુ હતું.

-અહેવાલ: મેહુલભાઈ થાનકી, કરણ દિવરાણીયા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *