
આપણી સંસ્થા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ અને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી લાખાભાઈ એમ. કેશવાલાની કાર્ય કુશળતા, કાર્યશૈલી તથા આ ક્ષેત્રના બહોળા અનુભવની નોંધ લઇ રાજ્યની અગ્રગણ્ય સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએસનમાં સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ફેડરેશનમાં લાખાભાઈની સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ તરીકેની વરણીથી જામનગરના બ્રાસ ઉદ્યોગના વિકાસને તો વેગ મળશે સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના ઉદ્યોગકારોના પ્રશ્નોને પણ વાચા મળશે. આ ક્ષેત્રે આવું મહત્વનું પદ પ્રાપ્ત કરી આપણી જ્ઞાતિને ગૌરવ બક્ષનાર શ્રી લાખાભાઈ કેશવાલાને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ હાર્દિક અભિનંદન પાઠવે છે.

No Comments