
IMSC દ્વારા મા જગદંબાના આરાધના પર્વ નવરાત્રી મહોત્સવ–ર૦ર૧નું આયોજન તા. ૦૭–૧૦–ર૦ર૧ થી ૧પ–૧૦–ર૦ર૧ સુધી શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ કોરોના મહામારીના સમયમાં અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ તેમજ લોકોના સ્વાસ્થ્યની સુખાકારી જળવાઈ તે બાબતને ધ્યાનમાં રાખી દર વર્ષની જેમ પોરબંદર ચોપાટી પર કરવામાં આવતુ ભવ્ય આયોજન મોકુફ રાખી આ વર્ષ પણ ગત વર્ષની જેમ નવરાત્રી મહોત્સવનું આયોજન ફકત મા જગદંબાની આરાધના આરતી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ નવરાત્રી મહોત્સવમાં આપણી જ્ઞાતિના વિશ્વ વિખ્યાત મણીયારા રાસ, ઢાલ તલવાર તેમજ બહેનોના રાસડા જે આપણી સંસ્કૃતિના દર્શન કરાવતા આપણા સમૃધ્ધ સાંસ્કૃતિક વારસો લોકોના ઘરે ઘરે પહોંચે તેવા શુભ આશયથી જ્ઞાતિની વિવિધ રાસમંડળીઓ અને બહેનોના રાસડાની ટીમોનો સંસ્થાની સાંસ્કૃતિ સમિતિના પ્રમુખશ્રી રાણાભાઈ સીડાના સહયોગથી સંપર્ક કરી તાજેતરમાં દેગામ મહેર સમાજ તથા રાતિયા મહેર સમાજ ખાતે ભાઈઓ બહેનોના રાસ અને રાસડાનું શુટીંગ કરવામાં આવ્યુ હતું. આ નવરાત્રી મહોત્સવમાં જ્ઞાતિના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંસ્થાના હોદેદારો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો દ્વારા માતાજીની આરાધના આરતી શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ–ઝુંડાળા મહેર સમાજ ખાતે કર્યા બાદ તાજેતરમાં રેકોર્ડ કરેલ મહેર જ્ઞાતિના પરંપરાગત દાંડીયા રાસ અને રાસડાનું ઓનલાઈન સંસ્થાની યુટયુબ ચેનલ તેમજ જીટીપીએલ નેટવર્ક તથા ઘેડ વિસ્તારમાં ભરડા કેબલ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને દેશવિદેશના જ્ઞાતિજનોએ મા જગદંબાની આરાધના આરતીનો લાભ લીધો હતો.
આ વર્ષે નવરાત્રી મહોત્સવના આયોજનમાં ફકત મા જગદંબાની આરાધના આરતીમાં આપણી જ્ઞાતિના આગેવાનો પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અર્જૂનભાઈ મોઢવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડિયા, જીલ્લા કોગ્રેસ પ્રમુખશ્રી નાથાભાઈ ઓડેદરા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સામતભાઈ ઓડેદરા ,પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રતાપભાઈ કેશવાલા સહિતના રાજકીય આગેવાનો તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખશ્રી ડો. વિરમભાઈ ગોઢાણીયા, શ્રી માલદેવ રાણા કેશવાલા ઝુંડાળા મહેર સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રીઓ સામતભાઈ ઓડેદરા તથા એભાભાઈ કડછા, હિરલબા જાડેજા, મહેર શકિત સેનાના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, મુખ્ય પ્રવકતા રાણાભાઈ ઓડેદરા, બરડા વિકાસ સમિતિના ઉપપ્રમુખશ્રી લાખણશીભાઈ ગોરાણીયા,ઘેડ સામાજિક વિકાસ સમિતિ પ્રમુખશ્રી લીલાભાઈ પરમાર,ભાણવડથી અનિલભાઈ ઓડેદરા સહિત રાજકીય અને સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહયા
શ્રી ઈન્ટશનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા ઓનલાઈન ઝુમ એપ્લીકેશનથી જોડાયા હતા તથા ઉપપ્રમુખશ્રીઓ શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી બચુભાઈ આંત્રોલીયા,શ્રી લાખાભાઈ કેશવાલા, શ્રી આલાભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ બી.મોઢવાડિયા, શ્રી નવઘણભાઈ એલ.મોઢવાડિયા, શ્રી અરજનભાઈ બાપોદરા તેમજ સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી હરભમભાઈ કેશવાલા,શ્રી સામતભાઈ સુંડાવદરા, ગ્લોબલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રતિનિધિ માલદેભાઈ ઓડેદરા, રણજીતભાઈ ઓડેદરા, રાણાવાવ વિસ્તારના આગેવાન રાજુભાઈ ભારવાડીયા, જુનાગઢ સમિતિના પ્રમુખશ્રી રાજુભાઈ રાતિયા, નાથાભાઈ આગઠ, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી દેવીબેન ભુતિયા, સાંસ્કૃતિ સમિતિના પ્રમુખશ્રી રાણાભાઈ સીડા, સમુહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી ખીમાભાઈ રાણાવાયા, આર્ટ સમિતિના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, યુવા સમિતિના પ્રમુખશ્રી હમીરભાઈ ખીસ્તરીયા,ખેડૂત સમિતિના પ્રમુખશ્રી હિતેશભાઈ મોઢવાડિયા, ખેલકૂદ સમિતિના પ્રમુખશ્રી કેશુભાઈ વાઘ,આઈટી સમિતિમાંથી રણજીતભાઈ સુંડાવદરા,કાંધલભાઈ ભુતિયા, સુકલ્પ મેગેઝીનના તંત્રી ગાંગાભાઈ સરમા,વકિલ સમિતિમાંથી શાંતિબેન ઓડેદરા તથા વકિલ પરિવાર, તેમજ મહેર ડોકટર પરીવાર પરિવારમાંથી રાજેન્દ્રભાઈ ગોઢાણીયા, કાનાભાઈ ગરેજા, રામદેભાઈ રાતડીયા, રામભાઈ ઓડેદરા, જીતેનભાઈ વાઢેર, નિલેશભાઈ ગોરાણીયા, આશીષભાઈ કુછડીયા, અજયભાઈ દિવરાણીયા, મહેન્દ્રભાઈ ઓડેદરા, નિલેશભાઈ ગોઢાણીયા, પ્રતાપભાઈ મોઢવાડિયા, દેવ્યાનીબેન ગોઢાણીયા, ખ્યાતિબેન ગરેજા, ઈશિતાબેન વિસાણા,શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટીશ્રી દેવાભાઈ ભુતિયા, ભીમાભાઈ ઓડેદરા, અરજનભાઈ ઓડેદરા, જીતુભાઈ રાતિયા અને રાજુભાઈ બાપોદરા સહિતના જ્ઞાતિ આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.
નવરાત્રી સમતિના પ્રમુખશ્રી અરજનભાઈ ખિસ્તરીયા, ઉપપ્રમુખશ્રી નાથાભાઈ દિવરાણીયા, કિરણબેન ઓડેદરા, હિરાબેન રાણાવાયા, મંત્રીશ્રી જયેન્દ્રભાઈ ખુંટી, નવરાત્રી કારોબારી કમીટીમાંથી પોપટભાઈ ખુંટી,બાબુભાઈ કારાવદરા સહિત ભોજાભાઈ આગઠ,નિલેશભાઈ પરમાર,રામભાઈ ઓડેદરા,દેવાભાઈ ઓડેદરા,સમીરભાઈ ઓડેદરા, કાનાભાઈ મોઢવાડિયા, પૃથ્વીપાલભાઈ વિસાણા,રામભાઈ ઓડેદરા,રેખાબેન આગઠ, શાંતિબેન એમ. ઓડેદરા,ગીતાબેન વિસાણા,માયાબેન ઓડેદરા,આશાબેન કેશવાલા,આશલ સિસોદિયા,જયાબેન કારાવદરા, રમાબેન ભુતિયા સહિતના કાર્યકર્તા ભાઈઓ તથા મહેર મહિલા વિકાસ મંડળના બહેનો એ ભારે જહમત ઉઠાવી હતી. નવલા નોરતાના સમાપન વેળાએ જ્ઞાતિની વિવિધ મંડળીઓ તેમજ આ કાર્યમાં સેવા આપનાર ભાઈ-બહેનો તથા રંગોળી કાર્ય માટે આશલબેન સીસોદિયા, આશાબેન કેશવાલાને તેમજ આયોજનમાં પ્રાણ પૂરનાર જ્ઞાતિના વ્યવસાયિક ભાઈઓને સંસ્થા વતી તેઓના સહકાર બદલ અભિવાદન પત્ર આપી તેમની કામગીરીને બિરદાવીમાં આવી હતી તેમજ નવરાત્રી સમિતિના પ્રમુખશ્રી અરજનભાઈ ખીસ્તરીયાએ સૈાનો આભાર વ્યકત કરતા સંસ્થાના નવરાત્રી મહોત્સવના આયોજનમાં સંગઠન એ જ શકિતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ ભાઈઓ બહેનોનો આભાર વ્યકત કર્યો હતો.
આ નવરાત્રી મહોત્સવના આયોજનમાં નીચે મુજબની જ્ઞાતિના વિવિધ રાસ મંડળીઓ ભાગ લીધો હતો.
(૧) શ્રી છાંયા રાસ મંડળ, શ્રી રાણાભાઈ સીડા
(ર) શ્રી ચામુંડા રાસ મંડળ દેગામ–શ્રી રાણાભાઈ સુંડાવદરા અને નાથાભાઈ
(૩) શ્રી ચામુંડા રાસ મંડળ–બોખિરા–શ્રી રાજુભાઈ બોખીરીયા
(૪) શ્રી વિંઝાત ભગત રાસ મંડળ–વિસાવાડા–શ્રી અરશીભાઈ કેશવાલા અને બાબુભાઈ
(પ) શ્રી ચામુંડા રાસ મંડળ–બોખિરા–શ્રી લીલાભાઈ પરબતભાઈ રાણાવાયા
(૬) શ્રી મહેર રાસ મંડળ–દેગામ–શ્રી ભરતભાઈ રાણાભાઈ સુંડાવદરા
(૭) શ્રી સંતકૃપા રાસ મંડળ–સીમર–શ્રી પરબતભાઈ અરશીભાઈ ઓડેદરા
(૮) શ્રી ગૈા સેવા મહેર રાસ મંડળ–કોટડા–શ્રી કરશનભાઈ ઓડેદરા
(૯) શ્રી બરડા ગર્લ્સ ગ્રુપ–પોરબંદર–માલતીબેન ઓડેદરા
(૧૦) શ્રી મહેર રાસ મંડળ–ગર્લ્સ ગ્રુપ–નયનાબેન
(૧૧) મહેર શકિત સેના–બહેનોનું ગ્રુપ–શ્રીમતિ મંજુલાબેન બાપોદરા
(૧ર) શ્રી મહેર મહિલા વિકાસ મંડળ–શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ–શ્રીમતિ દેવીબેન ભુતિયા
(૧૩) શ્રી મણીયારો નાગવાડા રાસ મંડળ–રાતિયા–વિક્રમભાઈ ભુપતભાઈ આગઠ
(૧૪) શ્રી તલવાર રાસ ગર્લ્સ ગ્રુપ–રાતિયા શ્રી વિવેકાનંદ વિનય મંદિર (હાઈસ્કૂલ)
(૧પ) શ્રી કમી આઈ ગરબી મંડળ–મહિયારી–શ્રી ગીરીશભાઈ પરમાર અને ભરતભાઈ પરમાર
(૧૬) શ્રી મેખડી ઘેડ રાસ મંડળ–મેખડી–શ્રી વિરમભાઈ ઓડેદરા
(૧૭) શ્રી કાંધલીકૃપા રાસ મંડળ–કડછ–શ્રી સરમણભાઈ કડછા
તેમજ આ મહોત્સવના માધ્યમથી સંસ્થાની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ માટે નીચે મુજબના દાતાશ્રીઓએ અનુદાન આપેલ છે.
1,11,111 શ્રી વિમજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા–પ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
25,000 શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ–ઝુંડાળા મહેર જ્ઞાતિ ભવન–પોરબંદર
25,000 શ્રી બચુભાઈ સુકાભાઈ આંત્રોલીયા–ઉપપ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
25,000 શ્રી સતિષભાઈ પુંજાભાઈ કેશવભાઈ કડછા, કેશોદ
11,000 શ્રી પરબતભાઈ રામભાઈ ઓડેદરા–ટ્રસ્ટીશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ તથા શ્રી સાજણભાઈ રામભાઈ ઓડેદરા–ઉપપ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
11,000 શ્રી નવઘણભાઈ ભુરાભાઈ મોઢવાડિયા–ઉપપ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
11,000 શ્રી આલાભાઈ વિરમભાઈ ઓડેદરા–ઉપપ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
11,000 શ્રી લાખાભાઈ મેરામણભાઈ કેશવાલા–ઉપપ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
11,000 શ્રી ભીમાભાઈ અરજનભાઈ ઓડેદરા–ટ્રસ્ટીશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
11,000 શ્રી વિક્રમભાઈ વેજાભાઈ ઓડેદરા ,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, પોરબંદર
11,000 શ્રી સમાધાન સમિતિ, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
11,000 શ્રી અરજનભાઈ ગીગાભાઈ ખિસ્તરીયા, ટ્રસ્ટી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ, શ્રી બાબુભાઈ ગીગાભાઈ ખિસ્તરીયા તથા શ્રી કારૂભાઈ ગીગાભાઈ ખિસ્તરીયા,ચિરાગ અર્થમુવર્સ,કારૂ રોડવેઝ,સનસીટી ડેવલોપર્સ
10,000 ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા, સ્થાપક પ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
10,000 શ્રી સામતભાઈ હરભમભાઈ સુંડાવદરા, પૂર્વ ઉપપ્રમુખશ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ
9,000 શ્રી વિવેકાનંદ વિનયમંદિર (હાઈસ્કૂલ) રાતિયા
5,000 શ્રી સામતભાઈ રામભાઈ ઓડેદરા, ઉપપ્રમુખશ્રી શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ–ઝુંડાળા મહેર જ્ઞાતિભવન–પોરબંદર તથા શ્રી સંદિપભાઈ સામતભાઈ ઓડેદરા
5,000 શ્રી રાહુલભાઈ જયેન્દ્રભાઈ ખુંટી
5,000 શ્રી શકિત કન્સ્ટ્રકશન હસ્તે જીતુભાઈ રાતિયા અને રાજુભાઈ બાપોદરા
5,000 શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્ર્રિમ કાઉન્સીલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ
5,000 શ્રી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા પ્રમુખશ્રી, પોરબંદર જીલ્લા કોગ્રેસ
5,000 શ્રી જી.એેમ.સી. ઈન્ટરનેશનલ સ્કૂલ – પોરબંદર
3,000 શ્રી મહેર વકિલ ગ્રુપ – શ્રી શાંતિબેન ઓડેદરા
2,100 શ્રી કાનનભાઈ રામભાઈ જાડેજા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ
1,111 શ્રી અનિલભાઈ રામભાઈ ઓડેદરા – વકિલશ્રી
જાહેરાત રૂપી અનુદાન
50,000 શ્રી નાગેસભાઈ ઓડેદરા – એન ઓડેદરા એન્ડ કંપની – રાજકોટ
25,000 શ્રી બચુભાઈ આંત્રોલીયા – મયુર બ્રાંડ કપાસિયા ખોળ, મયુર જીનીંગ એન્ડ પ્રેસિગ પ્રા.લિ. – માણાવદર
25,000 શ્રી લાખાભાઈ કેશવાલા તથા શ્રી રામભાઈ ઓડદરા – સેવન સીઝન રીસોર્ટ – જામનગર
અન્ય સેવા
શ્રી રાતિયા મહેર યુવક મંડળ–રાતીયા ખાતે કરેલ વિડિયો રેકોર્ડીંગ સમયે મંડળીઓના જમણવાર ડોનેશન
શ્રી સંચાલક મંડળ રાતિયા મહેર સમાજ
શ્રી ભીમભાઈ સુંડાવદરા, પ્રમુખશ્રી દેગામ મહેર સમાજ, દેગામ ખાતે વિડિયો રેકોર્ડીગ સમયે સ્થાનિક વ્યવસ્થા કરી આપેલ
નવ દિવસ વ્યવસ્થારૂપી સેવા
શ્રી ભરતભાઈ ઓડેદરા,પ્રમુખશ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા
શ્રી રાજભા જેઠવા, જીટીપીએલ નેટવર્ક
શ્રી લાલાભાઈ, ભરડા કેબલ સર્વિસ–માંગરોડ
શ્રી ભરતભાઈ એમ. કારાવદરા, શ્રી શુભમ સ્ટુડિયો–અડવાણા
શ્રી પ્રતાપભાઈ કારાવદરા–પીએનપી સિકયુરીટી એન્ડ સોલ્યુશન–ઈન્ટરનેટ
શ્રી દેવસીભાઈ ઓડેદરા, શ્રી આદેશ સાઉન્ડ–કુણવદર
(અહેવાલ: IMSC કાર્યાલય)

No Comments