ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત સાંસ્કૃતિક સમિતિ દ્વારા સંકલિત મહેર સાંસ્કૃતિક મહોત્સવ ‘આપણી સાંસ્કૃતિ, આપણો વારસો’ અંતર્ગત છાયા મહેર સમાજ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો.આ કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાણાભાઈ સીડા એ તમામ ઉપસ્થિતિ મહાનુભાવો તેમજ ભાગ લેનાર તમામનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું.કાર્યક્રમનો દોર આગળ વધારતા સમગ્ર મહેર સમાજ, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમજ મહેર શક્તિ સેનાના ઉપસ્થિત મહાનુભાવો એ પૂજ્ય માલદેવ બાપુની છબી આગળ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં મહેર શક્તિ સેનાના પ્રવક્તા રાણાભાઈ ઓડેદરાએ ઉપસ્થિત તમામનું ઉદબોધન કરી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સંસ્કૃતિનું રક્ષણ તેમજ જતન એ જે તે સમાજ ની નૈતિક જવાબદારી બની રહે છે.આપણી સંસ્કૃતિ એ જ આપણો વારસો એ સૂત્રને પોતાનો ટેકો આપતા આગળ જણાવ્યું કે જે સમાજ પોતાનો વારસો જાળવવા માંગે છે તેણે પોતાની સંસ્કૃતિનું જતન સૌથી પહેલા કરવું પડશે.
ત્યારબાદ માલદેવ રાણા મહેર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઇ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આપણે આ જે કાર્યક્રમ કરીએ છીએ તેમાં દરેક જ્ઞાતિજનો જોડાય તે ઇચ્છનીય છે. તેઓએ છાયા મહેર સમાજના સમારકામમાં દરેક જ્ઞાતિજનોને અનુદાન આપવાની અપીલ કરી હતી.
ભરતભાઇ ઓડેદરાના ઉદબોધન બાદ છાયા મહેર સમાજ તેમજ તે સમાજના ટ્રસ્ટીઓ તથા હોદ્દેદારો દ્વારા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના નવનિયુક્ત યુવાન પ્રમુખશ્રી વિમલજીભાઈનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈનું સન્માન માનનીય વિમલજીભાઈ એ કર્યું હતું.
ત્યારબાદ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈએ પોતાના વક્તવ્યમાં માનનીય ભરતભાઇ ઓડેદરાના મહત્વના બે કાર્યો, 1.ઝુંડાળા મહેર સમાજનું સમારકામ તેમજ 2. મહેર વિદ્યાર્થી ભવન પોરબંદરના સમારકામને બિરદાવ્યા હતા. પોતાને મળેલી જવાબદારી પૂર્ણ કરવા દરેક જ્ઞાતિજનો તેઓને મદદરૂપ થાય અને દરેકનો સાથ સહકાર મળી રહે તેવી આશા પણ આ તકે વ્યક્ત કરી હતી.
વિમલજીભાઈ એ પોતાની વાત આગળ વધારતા તેમાં ઉમેર્યું કે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના કાર્યો અને પ્રયાસોને લીધે દેશ વિદેશમાં વસતા જ્ઞાતિજનો સાથે સંકલન સાંધવું શક્ય બન્યું છે. આ તકે જ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત વિવિધ કમિટીઓથી પણ જ્ઞાતિજનોને વાકેફ કરાવ્યા હતા તેમજ પોતાના વક્તવ્યમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલનું વહીવટી માળખું સમાજ સમક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે સંસ્થા સાથે જોડાયેલા તમામ ઉપપ્રમુખશ્રીઓ પોતાને સોંપાયેલા દરેક કાર્ય પૂર્ણ ખંતથી કરી રહ્યા છે. સાથે જ તેઓએ દરેક ઉપપ્રમુખોની જવાબદારી સમાજ તેમજ જ્ઞાતિજનો સમક્ષ જણાવ્યું હતું કે સાજણભાઈ ઓડેદરાને ખેડૂત સમિતિ અને સંસ્થાની વિકાસ ગાથા રજૂ કરતું મહેર ઇતિહાસ પુસ્તકની કામગીરીનું સંકલન બચુભાઈ આંત્રોલિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ મહેર ડિજિટલ ડિરેક્ટરી અને સુકલ્પ ઇ-મેગેઝીન ની કામગીરી લાખાભાઈ કેશવાલાને સોપાયેલ છે. સમાજના વિકાસ અર્થે સંસ્થાને નાણાકીય જરૂરિયાતો અવારનવાર પડતી હોય છે.આ અંગે ફંડ એકત્ર કરવાની જવાબદારી અરજણભાઈ બાપોદરાને સોંપવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં વસતા આપણા સમાજના શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસ અર્થે વિલેજ કાઉન્સિલની રચના થયેલ છે જેની કામગીરી નવઘણભાઈ બી. મોઢવાડિયા સંભાળી રહ્યા છે જુદી જુદી સંસ્થાઓ વચ્ચે સંતુલન સાધવાનું ઉમદા કાર્ય નવઘણભાઈ એલ. મોઢવાડિયા કરી રહ્યા છે. જ્ઞાતિના સરકારી તેમજ ખાનગી અધિકારીઓ વચ્ચે સંકલન તેમજ જ્ઞાતિના યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે અધિકારી ગ્રુપના જીતેનભાઈ વદર પોતાનું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે.
મહેર ડિજિટલ ડિરેક્ટરીનો ઉલ્લેખ કરતાં પ્રમુખ સાહેબએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્રારા વિકસાવવામાં આવેલ ડિરેક્ટરી એ સમાજના દરેક લોકો ને બહુ જ ઉપયોગી થઈ રહેશે. તેઓએ આ વખતે ખાસ એ વાત પર પણ ભાર મુક્યોં હતો અને દરેકને જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રયાસોથી થતા જીવન સાથી પસંદગી સંમેલનમાં પોતાના સંતાનોને વધુમાં વધુ ભાગ લેવડાવે જેથી સમાજમાં લગ્નઇચ્છુક યુવાનોને પોતાની પસંદગીનું પાત્ર મળી રહે .
માનનીય વિમલજીભાઈના ઉદબોધન બાદ સીધી જ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભજન,લોકગીત,એકપાત્રિય અભિનય,લગ્નગીત, મહેરનો મણિયારો રાસ તેમજ બહેનોના પરંપરાગત રાસડા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી
આ તમામ કૃતિઓમાં ભાગ લેનાર નીચે જણાવેલ યાદી મુજબ છે
(1) ભજન….
(1)કાજલબેન અરજનભાઈ ખૂંટી (2) રણમલભાઈ મેપાભાઈ ઓડેદરા (3)ભરતભાઇ કેશુભાઈ કેશવાલા (4)સંજનાબેન કાનાભાઈ ઓડેદરા (5) અરજનભાઈ કડછા (6)અરજનભાઈ ગોરસેરા (7)ધીરજભાઈ સામતભાઈ ઓડેદરા
(2) લોકગીત
(1) દિલીપભાઈ સુંડાવદરા (2)જયભાઈ મોઢવાડીયા (3)શ્વેતાબેન ગોઢાણીયા (4)મીનાબેન કેશવાલા (5)ભરતભાઇ કેશુભાઈ કેશવાલા (6) હર્ષલભાઈ પરમાર (7) જયેશભાઇ ગોરાણીયા
(3) લગ્નગીતો
(1) આદ્ય શક્તિ ગ્રુપ (2) મહેર મહિલા વિકાસ મંડળ (3) દેવીબેન બાપોદરા અને ગ્રુપ
(4) મહેર નો પરંપરાગત મણિયારો રાસ
(1) વછરાજ મહેર રાસ મંડળ કડેગી (2) ડૉ.વી.આર.ગોઢાણીયા શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ, સીમર
(3) છાયા મહેર રાસ મંડળ (4) ચામુંડા મહેર રાસ મંડળ બોખીરા
(5) બહેનોના પરંપરાગત રાસડા
(1) મહેર મહિલા વિકાસ મંડળ(2) આદ્યશક્તિ ગ્રુપ(3)ડૉ.વી.આર.ગોઢાણીયા શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર(બહેનો) (4) છાયા મહેર રાસ મંડળ (બહેનો)
તમામ કૃતિઓ રજુ થઈ ગયા બાદ ઉપસ્થિત તમામ ભાગ લેનારને મોમેન્ટો સહ પ્રમાણપત્રો આપી સંસ્થાએ પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમના અંતે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની સાંસ્કૃતિક કમિટીના ઉપાધ્યક્ષ ભોજાભાઈ આગઠએ સૌની આભારવિધિ કરી અને સૌ ઉપસ્થિત જ્ઞાતિજનો તેમજ મહેમાનોને અલ્પાહાર માટે આમંત્રિત કર્યા હતા.
આ સાંસ્કૃતિક કાર્યક્રમના અલ્પાહારના દાતા ભીમભાઈ અરજનભાઈ ઓડેદરા તથા કેશુભાઈ એમ.ગરેજા રહ્યા હતા.
આ તમામ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ સાજણભાઇ ઓડેદરા, નવઘણભાઈ બી મોઢવાડીયા, નવઘણભાઈ એલ.મોઢવાડીયા, મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઇ ઓડેદરા, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડીયા, ભાવસિંહજી હોસ્પીટલના પૂર્વ ચીફ મેડિકલ ઓફિસર ભરતભાઇ ગઢવી, મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઇ ઓડેદરા, પ્રવક્તા રાણાભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, પરબતભાઇ કડેગિયા, અનિલભાઈ ઓડેદરા, જીવાભાઇ ગરેજા, પરબતભાઈ ઓડેદરા, ભોજાભાઇ આગઠ, રામભાઇ ઓડેદરા,દેવાભાઈ ભૂતિયા, ખીમાભાઈ રાણાવાયા, અરજણભાઈ ખીસ્તરીયા, પોપટભાઈ ખૂંટી, હમીરભાઈ ખીસ્તરીયા, કેશુભાઈ ગોઢાણીયા,ધવલભાઈ ખૂંટી, સુભાષભાઈ વાઢેર, કેશુભાઈ વાઘ, રાયદેભાઈ મોઢવાડીયા,રાણાભાઈ સિડા, નિલેશભાઈ પરમાર, ભીમભાઈ ઓડેદરા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા,કેશવભાઈ કેશવાલા, બચુભાઇ કેશવાલા, પૂંજાભાઈ ઓડેદરા, સંદીપભાઈ સીસોદીયા, લાખણશીભાઈ ગોરાણીયા, દેવશી મોઢવાડીયા, મહેર શક્તિ સેનાના મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા,મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ દેવીબેન ભૂતિયા, જયાબેન કારાવદરા,રમાબેન ભૂતિયા, પુતિબેન મોઢવાડીયા, રેખાબેન આગઠ, હીરાબેન રાણાવાયા, કિરણબેન ખૂંટી, કિરણબેન ભૂતિયા, માયાબેન ઓડેદરા,ડિમ્પલબેન ખૂંટી ગોઢાણિયા કોલેજની હોસ્ટેલના રેક્ટર કિરણબેન ખુંટી તેમજ અને ગોઢાણીયા ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ તેમજ મહેર વિદ્યાર્થી ભવનના રેક્ટર રામભાઈ ઓડેદરા અને મહેર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થી ભાઈઓએ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી સહિતના જ્ઞાતિજનો તેમજ સંસ્થાના કાર્યકર ભાઈ-બહેનો તેમજ આગેવાનો એ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પોપટભાઈ ખૂંટીએ કર્યું હતું, સમગ્ર કાર્યક્રમની સફળતામાં રાણાભાઈ સિડા,ભોજાભાઈ આગઠ,નિલેશભાઈ પરમાર સહિતના સાંસ્કૃતિક સમિતિના ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
અહેવાલ : કરણ મી દિવરાણીયા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *