રાણાવાવની જપર સીમશાળાની શિક્ષિકા લીલુબેન ભરતભાઈ ગોઢાણીયા દ્વારા બનાવેલ ‘મિશનવિદ્યા- TLM દ્વારા શિક્ષણ’ ઇનોવેશન રાજ્યકક્ષાએ પસંદગી પામ્યું છે. આ ઇનોવેશનમાં બાળકો રસ અને રુચિ પૂર્વક વાંચન, લેખન અને ગણન શીખી શકે તેવાં TLM તેમજ રમકડાં બનાવવામાં આવ્યાં હતાં. શિક્ષણવિભાગ દ્વારા આ વર્ષે જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 જેટલાં ઇનોવેશન રજુ થયા હતા. તેમાં પોરબંદર જીલ્લાના 5 શિક્ષકોના ઇનોવેશન રાજ્યકક્ષાએ પસન્દગી પામ્યા, તેમાં જપર સીમ શાળાના આ શિક્ષિકા લીલુબેન ભરતભાઈ ગોઢાણીયાનું ઇનોવેશન રાજ્યકક્ષાએ પસન્દગી પામ્યું છે. સને ૨૦૧૯ માં પણ તેઓનું ઇનોવેશન રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યું હતું, આમ તેમનું ઇનોવેશન બીજી વખત રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યું છે.

  • કિંજલ ઓડેદરા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *