ના કર આડેધડ પ્રહાર, ઓ માનવ

કુદરતનું છે જે આવરણ,

નામ છે એનું પર્યાવરણ,

ગીતા રૂપી સાર છે,

જીવનનો ધબકાર છે,

જતન કરીએ જીવની જેમ,

દૂષિત થતાં બચાવીએ,

પવિત્રતા પાળીએ એ પર્યાવરણની.

મારું- તારું નહીં, આપણું જ છે પર્યાવરણ,

વગર વ્યાજે આપે છે ઉધાર,

આજે થોડું વાવીશું તો,

આવતીકાલે વ્યાજ સાથે ઉગશે,

કુદરતની પણ છે આ કમાલ,

આજને પ્રેમથી જતન કરીશું તો,

લીલીછમ ધરા ખીલી ઉઠશે આવતીકાલ…..

  • દિપ્તી ઓડેદરા ,“સ્પર્શ”

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *