સમસ્ત મહેર સમાજ-શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજીત મહેર જ્ઞાતિના ૨૧માં સમુહ લગ્નોત્સવ ૨૦૨૨ “ કુમ કુમ પગલાં” શિર્ષક હેઠળ પોરબંદર ખાતે સવંત ૨૦૭૮, મહાવદ-૧ તા. ૧૭/૦૨/૨૦૨૨ને ગુરૂવારના શ્રી મહેર વિધાર્થી ભવન પાસે, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજની સામે વિશાળ ગ્રાઉન્ડમાં યોજાઈ ગયો. મહેર સમાજના દાતાઓ, રાજકીય આગેવાનો,સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમુહ લગ્નોત્સવમાં ૨૧ જેટલા નવદંપતિઓએ પોતાના લગ્નજીવનના પ્રભુતામાં પગલા માંડયાં હતાં.અને જ્ઞાતિના આગેવાનોએ આ રૂડા અવસરે આર્શિવાદ પાઠવ્યાં હતાં. વિવિધ કાર્યક્રમમમાં અગ્રેસર એવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજીત મહેર જ્ઞાતિ સમાજનો સમુહ લગ્નોત્સવ સમારોહ  ૨૦૨૨ શાનદાર રીતે ઉજવાયો હતો.  

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં લગ્નને કરાર આધારિત નહિ પણ એક મહત્વના સંસ્કાર તરીકે ગણવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં સ્ત્રી-પુરૂષ માટે લગ્ન સંસ્કાર એ મહત્વનું ધાર્મિક કર્તવ્ય બની જાય છે. હિન્દુ ધર્મમાં બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ પર્યત સુધીમાં સોળ સંસ્કારની આજ્ઞા શાસ્ત્રોએ ફરમાવી છે. એ પૈકી એક સંસ્કાર તે વિવાહ લગ્ન સંસ્કાર. ત્યારે આ લગ્ન સંસ્કાર પાછળ મહેર જ્ઞાતિ સમાજ માં ભવ્ય લગ્નોત્સવ પાછળ દેખાદેખીથી થતા અઢળક ખર્ચા અને  સમાજમાં પ્રવર્તતા કુરિવાજો,વ્યસનો ને તિલાંજલી અર્પી  મહેર સમાજમાં શૈક્ષિણક જાગૃતિ લાવવાના શુભ આશય અને  મહેર જ્ઞાતિજનો સૌ સાથે હળીમળીને શુભ વિચારોના આદાન પ્રદાન કરી પોત પોતાના લગ્નઉત્સુક લાડકવાયા સંતાનોના લગ્નોત્સવ ઉમંગભેર સાથે મળીને ઉજવે તેવા શુભ આશયથી શૈક્ષણિક દાનવીર અને મહેર સમાજના રાજર્ષિ એવોર્ડ સન્માનિત ડો.વિરમભાઈ ગોઢાણીયાએ મહેર સુપ્રિમ કામઉન્સિલની ધુરા સાંભાળ્યા બાદ સને ૨૦૦૧ થી મહેર સમાજના સમુહ લગ્નોત્સવના આયોજન કરવામાં આવે છે. સમુહ લગ્નોત્સવનો મંડપારોપણ અને ગણેશજીની સ્થાપના શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ તેમજ તેમના ધર્મપત્નિ શ્રીમતી સ્મિતાબહેન દ્વારા સજોડે કરવામાં આવેલ.

સમસ્ત મહેર સમાજ-શ્રી ઈન્ટરનેશલ મહેર સુપ્રિમ કાઉન્સિલના નેજા તળે આ સાલ પણ મહેર જ્ઞાતિ સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતિઓ માટે સરકારી ગાઈડ-લાઈન મુજબ રહીને સમુહ લગ્નોત્સવ ૨૦૨૨નુ ભવ્ય રીતે પોરબંદર ખાતે શ્રી મહેર વિધાર્થી ભવન પાસે, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજની સામે વિશાળ ગ્રાઉન્ડમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા,સમુહ લગ્નોત્સવના જમણવારના દાતા દેવાભાઈ પરમાર (પરડવા), મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક અને શિક્ષણવિદ ડો.વિરમભાઈ ગોઢાણીયા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, આલાભાઈ ઓડેદરા, નવઘણભાઈ બી.મોઢવાડિયા, નવઘણભાઈ એલ. મોઢવાડિયા(શક્તિસેના સમાધાન સમિતિના અધ્યક્ષ), અરજનભાઈ બાપોદરા, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરા, સામતભાઈ રામભાઈ ઓડેદરા, એભાભાઈ ચનાભાઈ કડછા, ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા, કુતિયાણા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા,કુતિયાણાના પુર્વ ધારાસભ્યશ્રી કરશનભાઈ ઓડેદરા,દેવશીભાઈ ઓડેદરા (જામનગર), જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા ,પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, નાગાજણભાઈ ઓડેદરા, રામદેભાઈ મોઢવાડીયા, હિરલબા જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, રાજુભાઈ ઓડેદરા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા લાખણશીભાઈ ગોરાણીયા, તિરથભાઈ બાપોદરા, સંદિપભાઈ ઓડેદરા, મહેર શકિતસેનાના પ્રવકતા રાણાભાઈ ઓડેદરા, લીલાજીભાઈ ઓડેદરા, સામતભાઈ સુંડાવદરા, ભીમભાઈ અરજનભાઈ ઓડેદરા, પરબતભાઈ રામભાઈ ઓડેદરા, રાયદેભાઈ મોઢવાડિયા, દેવાભાઈ ભુતિયા, અરજનભાઈ ખીસ્તરીયા, જયેન્દ્રભાઈ ખુંટી, રાજદેભાઈ જાડેજા, મસરીજીભાઈ ઓડેદરા, વિંજાભાઈ એ. ઓડેદરા, રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી નાગેસભાઈ ઓડેદરા, રાજકોટ મહેરના પ્રમુખ શ્રી પરબતભાઈ ઓડેદરા, જુનાગઢ મહેર સમાજના પ્રમુખ શ્રી પુંજાભાઈ સુત્રેજા, મુળુભાઈ ઓડેદરા, અમદાવાદ સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી અર્જુનભાઈ કડેગીયા, ફટાણા ગામના સરપંચ કરશનજીભાઈ ઓડેદરા, હાજાભાઈ આંત્રોલિયા, રાણાવાવ મહેર સમાજના પ્રમુખ હરદાસભાઈ કેશવાલા, પોપટભાઈ ખુંટી, વજસીભાઇ ઓડેદરા, દેગામ મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા, રણજીતભાઈ ઓડેદરા, ભીમભાઈ ગોરસીયા, ખીમાભાઈ બાપોદરા, દિલીપભાઈ સાજણભાઈ ઓડેદરા, કારાભાઈ દિવરાણીયા, રામભાઈ ઓડેદરા, મેરૂભાઈ ઓડેદરા, કાનાભાઈ ઓડેદરા, દેવાભાઈ ઓડેદરા, પ્રવિણભાઈ બોખિરીયા, રામભાઈ કેશવાલા, પૃથ્વીપાલભાઈ વિસાણા, કરશનભાઈ ઓડેદરા, બાબુભાઈ કારાવદરા, ભુરાભાઈ કારાવદરા, પુંજાભાઈ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા, ગાંગાભાઈ સરમા, ભીમભાઈ મોઢવાડિયા,જે.પી. મોઢવાડિયા, કેશુભાઈ વાઢેર, રામદેભાઈ ગોઢાણીયા, પરબતભાઈ કેશવાલા, રણમલભાઈ ઓડેદરા, દિનેશભાઈ મૈયારીયા,પોપટભાઈ કારાવદરા, રમેશભાઈ ઓડેદરા, જેતસીભાઈ મુળીયાસીયા, ભોજાભાઈ આગઠ, રામભાઈ (ઘડિયાળી), સુકલ્પ મેગેઝીનના પ્રતિનિધિ વિરમભાઈ આગઠ તથા કરણભાઈ દિવરાણીયા, હરીશભાઈ પરમાર, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી દેવીબેન ભુતિયા, માયાબેન ઓડેદરા, જયાબેન કરાવદરા, ગીતાબેન વિસાણા, કિરણબેન ઓડેદરા, હિરાબેન રાણાવાયા, રેખાબેન આગઠ, જયાબેન સુંડાવદરા, રમાબેન ભુતિયા, પુતિબેન મોઢવાડિયા, ટમુબેન કુછડિયા, લીલુબેન ટીંબા, કિરણબેન ભુતિયા, ડિમ્પલબેન ખુંટી, શાંતિબેન ઓડેદરા, શાંતિબેન આર. ઓડેદરા, મહેર સુપ્રિમ કાઉન્સીલની જુદી જુદી સમિતિના કન્વીરશ્રી તથા સભ્યશ્રીઓ તેમજ રાજકીય અગ્રણીઓ, મહેર સમાજના દેશ-વિદેશથી ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં  પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગામ્ય પંથક અને શહેરોમાંથી મળીને  ૨૧ નવદંપતિ યુગલોએ લગ્ન ગ્રંથીથી જોડાઈને નવજીવન તરફ પ્રસ્થાન કર્યુ હતું.

 શ્રી મહેર વિધાર્થી ભવન પાસે, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજની સામે વિશાળ સમીયાણામાં ૨૧ મંડપ રોપવામાં આવ્યા હતા. સવારના ૯ કલાકથી નોંધાયેલા ૨૧ નવયુગલો વરરાજા દંપતિઓનું આગમન સમીયાણામાં થતા પહેલા તેમનું આયોજકો તરફથી આગતા સ્વાગતા કરી સામૈયા કરવામાં આવ્યા હતાં. સમુહ લગ્નોત્સવની શાસ્ત્રોકત વિધિ રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદિપની વિધાલયના ઋષિકુમારો દ્વારા કરવામાં આવતાં પ્રથમ મંડપ રોપણ અને ગણપતિ પૂજન વિધિ સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા તેમના ધર્મપત્નિ  સાથે સજોડે કરવામાં આવેલ. ત્યાર બાદ સમૂહ લગ્નોત્સવની વિધિ શરૂઆત કરવામાં આવેલ.

સમુહ લગ્નોત્સવમાં ઋષિકુમારોના લગ્ન સંસ્કારના વૈદિક મંત્રોના ઉચ્ચારણો અને શ્રી મહેર મહિલા મંડળની બહેનો દ્વારા લગ્ન પ્રસંગને અનુરૂપ સમય સમયના મધુર કંઠે અસલી મહેર સમાજના લગ્નગીતોના મધુર અવાજથી શાસ્ત્રોકત વિધિ વિધાનથી ૨૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. સમુહ લગ્નોત્સવમાં  જોડાયેલ નવદંપતિઓને સુખી અને સમૃધ્ધ જીવનની શુભકામના પાઠવી આર્શિવચન પાઠવતાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ સમગ્ર આયોજનથી આનંદવિભોર થઈ જણાવેલ કે આજનો આ પ્રસંગ સમાજ માટે ખુબ મહત્વનો છે. આપણે દર વરસે લગ્નસંસ્થામાં જોડાતા આપણા દિકરા-દિકરીઓ માટે આ પ્રસંગ ઉજવતા રહયા છીએ. આજે જે ૨૧ નવદંપતિઓ લગ્નગ્રથી જોડાઈ રહયાં છે તેઓને હુ મારાં અંતઃકરણથી આર્શીવચન પાઠવું છું. આ પવિત્ર બંધન માત્ર બે આત્માઓને જ નથી જોડતું પણ પરસ્પર બે કુટુંબોને સમજ અને સબંધના તાંતણે બાંધે છે. આ સમુહલગ્નોથી સમાજમાં ખોટા ખર્ચાઓ તો દૂર થશે પણ સાથે સાથે આપણી વચ્ચે સમુહ ભાવના અને સંગઠન ની વિરાટ શકિતનું નિર્માણ થશે. આપ સૌના પ્રેમ,આત્મીયતા અને સહકારથી સમાજના સર્વાંગી વિકાસમાં ઝડપ આવી છે. આવી રીતે જો આપણે સમાજ નિર્માણના કાર્યમાં પ્રવૃત થશુ તો સમર્થ સમાજની રચના જરાય અશકય નથી. આજનો આ પ્રસંગ એ દિશાઓમાં આપણા પ્રયાસોનું ઉમદા ઉદાહરણ છે. આ પ્રસંગે પોતપોતાના સંતાનોના લગ્ન માટે આ સમુહલગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓના વાલીઓ કે જેણે આ કાર્યક્રમમાં ભાગ લઈને સમાજ સુધારણાની દિશામાં પહેલ કરી છે તેઓને પણ ધન્યવાદ પાઠવું છું. તેમજ નવ દંપતિઓને પણ શીખ આપતાં જણાવેલ કે જેમ તમને સમાજે સમુહલગ્નના માધ્યમથી  તમારૂ ગૃહસ્થ જીવનની શરૂઆત કરાવેલ છે તેમ તમો પણ જયારે સમૃધ્ધ બનો ત્યારે આવા રૂડા અવસર નિમિતે સહભાગી બની સમાજને સહાયરૂપ બનવા અપીલ કરી હતી. પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ આ સમુહ લગ્નોત્સવની અંદાજિત આવક તેમજ ખર્ચની વિગત આગાઉથી આપી હતી તેમજ આ સમુહ લગ્નોત્સવમાં જોડાયેલી જે દિકરીઓના માતા પિતા બંને  હયાત ન હોય તેમને સંસ્થા તરફથી રુ. ૨૦,૦૦૦/- તથા જે દિકરીના માતા અથવા પિતા હયાત ન હોય તેમને સંસ્થા તરફથી રૂ. ૧૦,૦૦૦/-  આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અંતે સમુહ લગ્નોત્સવમાં સહભાગી બની જેઓએ તન,મન અને ધનથી કામ કરેલ તેઓને પણ બીરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. આ ઉપરાંત સંસ્થા દ્વારા તા. ૭/૨/૨૦૨૩ ના રોજ યોજાનાર આગામી સમુહલગ્નમાં જામનગર નિવાસી શ્રી જેસાભાઈ મેરામણભાઈ કેશવાલાએ પોતાનું મુખ્ય અનુદાન જાહેર કર્યું હોવાની જાહેરાત પણ તેઓએ પોતાના વ્યક્તવ્યમાં કરી હતી.

આ સમુહ લગ્નોત્સવમાં મદદરૂપ બનનાર દેશ-વિદેશ દાતાઓ મહેર સમાજના તમામ કાર્યકર ભાઈઓ-બહેનો તેમજ આગેવાનો, મહેર મહીલા મંડળના બહેનો, લગ્ન સમિતિના પ્રમુખ ખીમાભાઈ રાણાવાયા, દેવીબેન ભુતિયા,સ્મિતાબેન ઓડેદરા, રમાબેન ભુતિયા, જયાબેન કારાવદરા, દેવાભાઈ ભુતિયા,દેવાભાઈ ઓડેદરા, ભુરાભાઈ કારાવદરા, રામભાઈ ઓડેદરા, ઓફિસ સ્ટાફના મેહુલભાઈ થાનકી, ભરતભાઈ, એનાઉન્સર દેવાભાઈ ભુતિયા, સાંદીપની આશ્રમના ઋષિકુમારો, તેમજ ગામડાંઓમાંથી સમાજ સેવાના કામમાં સહભાગી બનનાર હામદપરા, સોઢાણા,અડવાણા ગામના યુવાનો, શ્રી મહેર વિદ્યાર્થી ભવનના રેકટર રામભાઈ ઓડેદરા તથા  વિદ્યાર્થીઓએ જે કામ પાર પડેલ તેની બીરદાવી અભિનંદન પાઠવ્યાં હતા અને સૌનો આભાર માનેલ.

પોરબંદર ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર કન્યાઓને  શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમજ સમસ્ત મહેર સમાજ તરફથી કરિયાવર માં કબાટ. ગાદલાં,સ્ટીલ બેડા, ટીપોઇ,સૂટકેસ, સેટી પલંગ સહિતની ઘરવખરીનો સામાન કરિયાવરમાં આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવના જમણવારના મુખ્ય દાતા જામજોધપુર તાલુકાના પંચાયત અને માર્કેટિગના યાર્ડના પ્રમુખ પરડવાના શ્રી દેવાભાઇ ભીમાભાઇ પરમાર તરફથી ખર્ચ આપવામાં આવેલ, રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખશ્રી નાગેસભાઈ રાજસીભાઈ ઓડેદરા (એન.ઓડેદરા) પરિવાર તરફથી ૧,૨૦,૦૦૦/-, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ, શ્રી મહેર કન્યા છાત્રાલય અને ભવનાથ મહેર સમાજ જુનાગઢ  સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે રૂ.1,05,000/-, શ્રી મહેર સમાજ જામનગર તરફથી રૂ.૧,૦૧,૦૦૦/-, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા પોરબંદર તરફથી રૂ.1,00,000/-, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તરફથી રૂ. ૧,૦૦,૦૦૦ /-, ભીમાભાઇ સવદાસભાઈ મોઢવાડીયા યુ એસ.એ. તરફથી ૫૧,૦૦૦/-મુખ્ય હતા.ગ્રામ્ય વિસ્તારથી લઈ દેશ અને વિદેશથી જ્ઞાતિના અસંખ્ય દાતાશ્રીઓએ ૩૦,૦૦૦ થી ૫૦૦ સુધીના અનુદાનની  સરવાણી વહેતી કરી અનેરા સમૂહ લગ્નના રૂડા અવસરમાં સહભાગી બન્યા હતા. તે સૌનો શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી આભાર માનયો  હતો.

આ સમુહ લગ્નોત્સવમાં પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા નવદંપતિને લગ્ન રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર પણ  સ્થળ પર જ આપવામાં આવેલું હતું. તથા આ સમુહ લગ્નોત્સવમાં જોડાએલા નવદંપતિઓને સરકારશ્રીની સાતફેરા તથા કુંવરવાઈ મામેરું યોજનાના લાભની સરકારી કામગીરી પણ સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે.

આ સંસ્થા આયોજિત આ સમુહ લગ્નોત્સવ નિમિતે સામાજિક જાગૃતિના ભાગરૂપે સમાજ અને રાષ્ટ્રને વ્યસન મુક્ત બનાવવા સંસ્થાની વ્યસન મુકિત સમિતિના પ્રમુખશ્રી મુરૂભાઈ સીડા (સીમર) એ ખાસ હાજરી આપી હાજર જ્ઞાતિજનોને વ્યસન મુક્ત બનવા અપિલ કરી હતી તેમજ વ્યસન મુકિત માટે આયુર્વેદિક દવાઓનું વિતરણ કર્યુ હતું.

સમુહ લગ્નમાં સામાજીક કાર્યમાં રકતદાન કેમ્પનું ભાવિસંહજી હોસ્પિટલના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાણાવાવથી સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત નવદંપતિમાંના વરરાજા રાજુ જીવાભાઈ ખુંટીએ પ્રભુતામાં પગલા માંડવાની સાથે સાથ સામાજીક કાર્યમાં આગળ આવીને પોતાના રકતનું દાન કરી પ્રેરણારૂપ દાખલો બેસાડયો હતો. રકતદાન કેમ્પ કૂલ ૨૭ બોટલ રકતદાન એકઠુ થયુ હતું જેનો ભાવસિંહજી હોસ્પિટલના દર્દીઓ લાભ મળશે.

– અહેવાલ: શ્રી વિરમભાઇ આગઠ (ગોસા), સુકલ્પ પ્રતિનિધિ

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *